રજા માં ફરવા જવા માટેનું ગુજરાતનું બેસ્ટ ડેસ્ટિનેશન, કુદરતી સૌંદર્યથી છલકતા ગુજરાતનાં આ 3 ધોધ …

0

ગુજરાતમાં એવી કોઈ જગ્યા નહી હોય જ્યાં ખુદ પ્રકૃતી મન મૂકીને વરસી ન હોય. ગુજરાતમાં દરિયા કિનારો પણ અઢળક છે. ને સાથે સાથે ગુજરાતમાં જ એવા 3 ધોધ આવેલા છે જે જોગના ધોધના સૌંદર્યને પણ એકબાજુ મૂકી દે. તો અત્યારે આ મૌસમમાં ધોધનું સૌંદર્ય વધારે ખીલી ઊઠે છે કેમકે અત્યારે પ્રકૃતી પણ મન મૂકીને ખીલી હોય છે. તો ચાલો આજે માણીએ આવા અદભૂત ને મનમોહીલેનાર સૌંદર્યથી છ્લકતા ગુજરાતનાં 3 ધોધને…

ગિરા જળ-ધોધ

જો તમારે ઉતર ગુજરાત બાજુ ફરવા જાઉં હોય તો તમે ગિરા જળ ધોધની મુલાકાત લઈ શકો છો. આ ધોધ સાપુતારાની પહાડીઓની એકદમ નજીક છે એટલે તમે આ ધોધની મજા સાથે સાથે સપૂતરાની ટેકરીઓની પણ મજા માણી શકશો. ખૂબ જ રમણીય એવો આ ધોધની વસઇણી એકદમ નજીક છે. તેમજ અંબિકા નદીના નીરમાંથી બનતા આ ધોધની સુંદરતા અદભૂત છે.

નીનાઈ જળધોધ

નર્મદા જિલ્લામાં આવેલ ડેડિયાપાડાના સુંદર જંગલ વિસ્તારણી વચ્ચે આ ધોધ આવેલો છે. આ ધોધણી સુંદરતા જ અદભૂત છે. જો તમને નેચરલ નો શોખ હોય તો આ જગ્યા તમારા માટે સુપર છે. કેમકે અહીંયા બારેમાસ લીલોતરી જ છવાયેલી રહે છે. આ ધોધ ણી આસપાસ જંગલ વિસ્તાર પણ આવેઓ છે. તેમજ આ ધોધની મુલાકાત સાથે સાથે તમે શૂલપાણેશ્ર્વર વન્યજીવન અભયારણ્ય જોવાનો પણ આનંદ ઉઠાવી શકો છો. તેમજ તમે સરદાર સરોવર ડેમણી મુલાકાત પણ લઈ શકો છો. અહી આવનાર પ્રવાસીઓને સારો એવો લાભ મળશે. ઉપરાંત અહીનયાથી આજવા નજીક હોવાથી જો સમય હોય તો તમે આજવાના ફનવર્લ્ડણી મજા પણ માણી શકશો. અહિંત્યા ફરવા લાયક સ્થળો એકદમ નજીક હોવાથી નાના મોટા દરેકને મજા આવશે.

હાથણી માતાનો ધોધ અને રતનમહાલનો ધોધ

ગુજરાતમાં સૌથી લાંબો ને મોટો આ હાથણી માતાનો પ્રખ્યાત છે એમાય ચોમાસામાં તો આ ધોધ પર હજારો પ્રવાસીઓ ઉમટી પડે છે. જે ગુજરાતભરમાંથી આવે છે.

આ ધોધ પાસે વહેતા નાના નાના ઝરણાઓમાં વોટરપાર્ક જેવો આનદ મફતમાં ઉઠાવી શકાય છે. આ ધોધના પૂર્વ ભાગમાં આદિવાસી વિસ્તારમાં રતનમહાલનો ધોધ પણ આવેલો છે. આ ધોધ પર પહોચવા માટે કુદરતી વાતાવરણમાં ભટકવું પડશે. નાની નાની અસંખ્ય ટેકરીઓને પાર કરતાં કરતાં આ ધોધ સુધી તમે પહોંચી જ જશો.આમ જોઈએ તો મફતમાં ટ્રેકિંગણી મજા પણ માણી શકો છો. નર્મદાનુના પાણીમાંથી બનતા આ ધોધને જોવા ઘણા પ્રવાસીઓ ઉમટી પડે છે. પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે આ ધોધ.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here