લગ્નમાં મળી રહ્યું હતું 4 કરોડનું દહેજ, પરંતુ વરરાજાએ કરી એવી માંગ કે ઘરવાળા રડી પડયા

0

અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે, ગયા વર્ષે પણ ઘણા મોટા લગ્નો થયા છે જેના પર લોકોની નજર ટકેલી હતી. જો ભારતની વાત કરવામાં આવે તો અહીં બિગ-ફેટ વેડિંગનો ટ્રેન્ડ ઘણા સમયથી ચાલી રહ્યો છે. લોકો લગ્નોમાં પાણીની જેમ પૈસા વહાવે છે.આ સાથે જ આ મોટા લગ્નોમાં દહેજ પણ મોટું તગડું આપવામાં આવે છે. દહેજ લેવું અને દેવું બંને ગુનો ગણાય છે, તેમ છતાં દહેજ આપવાનું અને લેવાનું બંને ચાલ્યું જ આવે છે.

જોકે કેટલાક લોકો આ લેવડ-દેવડ માટે સમર્થ હોય છે તો તેઓ પોતાની ખુશીથી દહેજ આપે છે, પરંતુ કેટલાક લોકો માટે આ એક ખૂબ જ મોટો ભાર હોય છે. દહેજ એક એવી સમસ્યા અને પ્રથા છે જેના કારણે ખબર નહિ કેટલીય છોકરીઓને મારી નાખવામાં આવે છે. મન-માંગ્યું દહેજ ન મળવા પર સાસરાપક્ષવાળા છોકરીઓને હેરાન કરે છે અને આ પછી કેટલીક અપ્રિય ઘટનાઓ ઘટે છે. છતાં આ પ્રથા લોકો બંધ કરવાનું નામ પણ નથી લેતા. પરંતુ આજે આપણે તમને એક એવા લગ્ન વિશે જણાવીશું કે જેને સાંભળીને તમે ખુશ થઇ જશો.

આ લગ્નમાં એવું થયું જે સદીઓથી ચાલતી પ્રથાઓની વિરુદ્ધ હતું. હાલ જે ચાલી રહ્યું છે તેનાથી અલગ આ લગ્નને એક મિસાલ તરીકે ઓળખાય છે. તો ચાલો આખી વાત જાણીયે. હરિયાણાના ખૈરમપુરના રહેવાસી ભજનલાલની દીકરીના લગ્ન ચૂલીખાર્દ ગામના રહેવાસી છોટુરામ ખોખરના દીકરા બલેન્દ્ર સાથે નક્કી થયા હતા. છોકરીના પિતાએ લગ્નની સાથે જ દહેજમાં 4 કરોડ આપવાની તૈયારીઓ કરી લીધી હતી. પરંતુ છોકરાએ આ બધા માટે ઇનકાર કર્યો.

છોકરાની અનોખી માંગ
છોકરાએ દહેજને બદલે છોકરીવાળા પાસેથી એવી માંગ કરી કે જેને સાંભળીને છોકરીવાળા હેરાન રહી ગયા. સાસરીપક્ષે દહેજમાં માત્ર 1 રૂપિયાની માંગ કરી. હા, આ લગ્ન માત્ર એક રૂપિયામાં જ થયા. કારણકે આ લગ્નમાં કોઈ ખોટા ખર્ચા થયા કે ન તો આ લગ્નમાં કોઈ ફાલતુની સજાવટ થઇ. બસ વરરાજા કેટલાક સંબંધીઓ સાથ જાન લઈને આવ્યો અને તેને કોઈ પણ જાતના દહેજ કે રોકડા વિના લગ્ન કર્યા. આ અદ્ભુત લગ્નના ફોટોસ અને વિડીયો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા છે.

લગ્નમાં ન વાગી કોઈ જ શરણાઈ 
હરિયાણાનો આ વરરાજા અત્યારે લોકોના દિલ પર રાજ કરે છે. વર-કન્યા બંને ઉચ્ચ શિક્ષિત છે. બલેન્દ્રએ પોતાના ગામમાં પણ આ લગ્નને લઈને કોઈ ખોટાખર્ચા નથી કર્યા. લગ્નમાં માત્ર એક રૂપિયાની માગણી કરી. જેની સાથે છોકરીવાળાએ તેને એક નારિયેળ પણ આપ્યું અને કોઈ પણ જાતના વિવાદો વિના જાન લગ્ન કરીને પાછી ફરી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here