ગ્રીન ટીનું નિયમિત સેવન કરો છો ? પણ તેનો કોઈ ફાયદો મળતો નથી, જાણી લો સાચી રીત અને તેના ફાયદા…

0

છેલ્લા થોડા વર્ષો માં ભારત ની અંદર પણ ગ્રીન ટી પીવા નું ચલણ વધી ગયું છે. જેનું કારણ છે ગ્રીન ટી થી થતાં ફાયદાઓ. ગ્રીન ટી ની અંદર કોફી અને બ્લેક ચા ની સરખામણી માં કૈફિન ની માત્રા ઓછી હોય છે. જેના કારણે તેના થી થતાં લાભ વધી જાય છે. આપણાં ઘર ની અંદર આપણે જે ચા નો ઉપયોગ કરીએ છીએ તે કાળી ચા છે. ગ્રીન ટી કૈમિલિયા સિનેન્સિસ નામ ના છોડ ના પાન માથી બનાવવા માં આવે છે. પશ્ચિમ ના ઘણા દેશો માં બ્લેક ટી નું સ્થાન ગ્રીન ટી એ લઈ લીધું છે. આની અંદર ઘણા એવા એન્ટિ-ઓક્સિડેંટ રહેલા છે જે આપણાં શરીર માટે ફાયદાકારક છે. શરીર ની ચરબી ને ઘટાડવા માં ગ્રીન ટી ગજબ નું કામ કરે છે. આ ઉપરાંત આપણી ત્વચા અને વાળ માટે પણ ખૂબ સારી છે. અહી આપણે ગ્રીન ના ફાયદા અને તેને પીવા નો સાચો સમય અને રીત વિષે વિસ્તૃત જાણીશું.

ગ્રીન ટી નું પ્રથમ ઉત્પાદન ચીન માં થયું હતું અને હવે તે આખી દુનિયા માં પ્રસિધ્ધ થઈ ગઈ છે. તેના ગુણો જોઈ ને જ ખાવા-પીવા ના પદાર્થો અને બ્યુટી પ્રોડ્કટ માં ગ્રીન ટી ના અર્ક નો ઉપયોગ કરવા આવે છે. આ સિવાય ઘણી બીમારી ની દવા ના રૂપે પણ તેનો પ્રયોગ કરવા માં આવે છે. ગ્રીન ટી ને નિયમિત પીવા થી કેન્સર અને હ્રદય ને લગતા રોગો થી બચી શકાય છે.

1. વજન ઓછું કરે

આજ ના યુગ માં વજન વધવા ની સમસ્યા વધતી જાય છે. અને આ વજન ને ઓછું કરવા માટે ઘણા પ્રકાર ના ઘરેલુ ઉપાયો અને ઘણી પ્રોડ્કટ નો પણ ઉપયોગ કરવા માં આવે છે. તમે એ જાણી ને આશ્ચર્ય થશે કે માત્ર થોડી ચા ની ચુસ્તી થી પણ વજન ઓછું થઈ શકે છે. ગ્રીન ટી ની અંદર કૈટેચીન પોલીફેનોલ નામ નું એન્ટિ-ઓક્સિડેંટ રહેલ છે જે પેટ ની ચરબી ને ઓછી કરવા નું કામ કરે છે.

2. મોઢા ની દુર્ગંધ થી છૂટકારો
ગ્રીન ટી શરીર ની અંદર થતાં બેક્ટરીયા ને વધતાં રોકે છે. જેના કારણે દાંત ની ઘણી બીમારી થી બચાવ થઈ શકે છે. પેઢા ના સોજા અને મોઢા ની દુર્ગંધ ને દૂર કરવા માં ગ્રીન ટી મદદ કરે છે. આથી જે લોકો મોઢા ની દુર્ગંધ થી પરેશાન હોય તેમણે ગ્રીન ટી પીવા નું શરૂ કરી દેવું જોઈએ.

3. ત્વચા માટે ગ્રીન ટી ના ફાયદા
થોડા સમય માં થયેલા અધ્યયન અનુસાર આપણી સ્કીન માટે ગ્રીન ટી પીવી એ ખૂબ ફાયદો કરે છે. સુંદર ચમકદાર ત્વચા મેળવવા માટે આ ચા નું સેવન કરવું જોઈએ. ઘણા પ્રસિધ્ધ સૌંદર્ય પ્રસાધન બનાવવા માં પણ ગ્રીન ટી નો ઉપયોગ કરવા માં આવે છે. જેની અંદર સુંદર ત્વચા પ્રાપ્ત કરવા ની ક્રીમ અને સૂર્ય ના હાનિકારક કિરણો થી બચવા માટે ની પ્રોડ્કટ નો સમાવેશ થાય છે.

4. વાળ માટે ફાયદાકારક
ગ્રીન ટી અંદર વિટામિન ઈ, વિટામિન સી અને પોલીફેનોલ પ્રાપ્ત થાય છે જે વાળ ના ગ્રોથ માં વધારો કરે છે. અને વાળ ને ખરતા પણ અટકાવે છે.

5. તનાવ અને ચિંતા થી મુક્તિ
એક અભ્યાસ અનુસાર જે લોકો રેગ્યુલર ચા ની જગ્યા એ ગ્રીન ટી પીવે છે તેને ટેન્શન અને તનાવ ઓછો રહે છે. આપણાં મગજ ને બરાબર કામ કરવા માટે ગ્લુકોઝ ની જરૂર હોય છે અને ગ્રીન ટી માં રહેલ પોલીફેનોલ તે જરૂરી ગ્લુકોઝ ની માત્રા ને નિયંત્રણ માં રાખે છે. આ ઉપરાંત પણ આ ગ્રીન ટી ના ઘણા ફાયદા છે.

ગ્રીન ટી પીવા નો સાચો સમય અને રીત

ગ્રીન ટી ના ફાયદા ઉઠાવવા માટે તેને સાચા સમયે છે સાચી રીતે પીવી જરૂરી છે. આથી અહી અમે તમને બતાવીશુ ગ્રીન ટી ક્યાં સમયે અને કેવી રીતે પીવી જોઈએ.

સૌથી પહેલા એ જાણી લો કે ગ્રીન ટી સવારે ક્યારેય પણ ખાલી પેટે પીવી ના જોઈએ. તેમાં રહેલા કૈફિન ના કારણે તે ખાલી પેટ પીવા થી પેટ માં તેજાબ બની શકે છે. અને જમ્યા પછી તરત પણ ના પીવી જોઈએ.

ગ્રીન ટી નો પૂરતો ફાયદો લેવા માટે તેને 2 ટાઇમ ની વચ્ચે ના સમયે પીવી જોઈએ. જે લોકો ને વજન ઘટાડવું હોય તેઓ ગ્રીન ટી ને જમવા ની સાથે પીવો. પણ જે લોકો નું પેટ વધુ સંવેદનશીલ હોય તેઓ આ પ્રાયોગ ના કરે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here