ગ્રીન ટીથી મેળવો સેહતમંદ ત્વચા….6 ફાયદેમંદ ગુણ વાંચો

ગ્રીન ટી વિશે આમતો બધાં જ જાણતા હશે. પણ નોરમલી એજ પ્રખ્યાત છે કે ગ્રીન ટી પીવાથી વજન પણ નિયંત્રણ રાખી શકાય છે.અને વજન ઓછુ થાય છે. મિત્રો એ વાત સાચી છે. પણ ગ્રીન ટી નાં બીજાં પણ ફાયદા છે. ગ્રીન ટી દમકતી ત્વચા મેળવવા માં પણ મદદ કરે છે.આજે હું તમને ગ્રીન ટી નાં અમુક ફાયદા જણાંવીશ જે તમારી તવ્ચા માટે ફાયદાકારક છે.

૧. ગ્રીન ટી ડી.એન.એ ને રીપેર કરવામાં મદદરૂપ થાય છે. જેથી તે કેન્સર જેવી બિમારી થી લડવામાં મદદ કરે છે.

૨. ગ્રીન ટી યુવી કિરણો સામે રક્ષણ આપે છે. અને એન્ટીએજીંગ તરીકે પણ કામ કરે છે.

૩. ગ્રીન ટી સ્કીન ની રેડનેસ , સોજો ઘટાડવામાં મદદરૂપ થાય છે. ગ્રીન ટી નો માસ્ક બનાંવી વાપરવામાં આવે તો ને રેડનેસ શોષી લે છે. અને સ્કીન સારી રહે છે.

૪. લીલી ચા ખીલ અને અનક્લોગિંગ છિદ્રો માટે સારવાર માટે શક્તિશાળી એન્ટીબેક્ટેરિયલ એજન્ટ છે. તે બેક્ટેરિયા નો નાશ કરે છે. જેથી ખીલ જેવી સમસ્યા નુ નિવારણ થઈ શકે છે.

૫. ગ્રીન ટી માં કેફીન અને ટેનીન રહેલુ છે. જે રુધિરવાહિની ને સંકોચાવા માં સહાય કરે છે. જેથી પોચી આંખ અને ડાર્ક સર્કલ માં મદદરૂપ થાય છે.

૬. ગ્રીન ટી ચામડી ને સ્વસ્થ રાખે છે. કારણ કે તેમાં વિટામિન બી અને ઇ ભરપૂર માત્રામાં આવેલુ છે. વિટામિન બી ત્વચા ને યુવાન રાખવામાં મદદ કરે છે. અને વિટામિન ઈ નવી ચામડીના કોષ વિકાસને સપોર્ટ કરે છે અને નરમ અને પોષણયુક્ત ત્વચા માટે તીવ્ર હાઇડ્રેટર પણ કરે છે.

તો મિત્રો આ હતાં ગ્રીન ટી નાં અમુક ફાયદા. ગ્રીન ટી સેહત માટે પણ ઘણી ફાયદાકારક છે.

Author: Bansri Pandya GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!