આજે જુઓ સુરતના ડાયમંડ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર ગોવિંદભાઈ ધોળકિયાની ઓફિસ, જુઓ અંદરનો નજારો કઈક આવો છે…

0

આખા વિશ્વમાં ડાયમંડ ક્ષેત્રમાં સુરત ખૂબ જ આગળ છે. ને એમાંય ડાયમંડ ના વેપારીઓની જ્યારે વાત આવે ત્યારે સૌ કોઈના મોઢે ધોળકિયા પરિવારનું નામ સૌથી પહેલા આવશે,
આજે આપણે વાત કરવાના છીએ ડાયમંડમાં આગવી ઓળખ કરનાર ગોવિંદકાકા ના નામે જાણીતા થયેલા ગોવિંદ ધોળકિયાની ઓફિસની અને તેમણે ફેક્ટરીની. રામક્રુષ્ણ એક્સપોર્ટ ના ફાઉંદર છે ગોવિંદભાઈ ધોળકિયા. તેમને કરેલા શૂન્યમાઠી સર્જનની અને તેમને ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને બનાવેલી તેમની ફેક્ટરી અને ઓફિસની.
જી હા, તેમની ફેક્ટરી આવેલી છે. સુરતના કતારગામ વિસ્તારમાં. તમે અંદાજ પણ નહી લગાવી શકો કે એક હીરા બનાવટી ફેક્ટરી આટલી બધી સુંદર અને ટેક્નોલોજીથી સજ્જ હશે. એની અંદરની રોનક જ સાવ અલગ છે,
તેમની કંપનીમાં કામ કરતાં કર્મચારીઓને કોઈ જ તકલીફ ન પડે તેના માટે તેમને અદભૂત ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે.
એથી પણ વિષે એ વાત છે કે તેમની કંપનીમાં કામ કરતાં કર્મચારીઓની જમવાની વ્યવસ્થા પણ તેમની કંપની રામક્રુષ્ણ એક્સપોર્ટમાં જ જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે.
રામક્રુષ્ણ એક્સપોર્ટમાં અંદરનો માહોલ છે થોડો આવો…જુઓ ફોટામાં..

રામક્રુષ્ણ એક્સપોર્ટને માત્ર 5000 થી જ શરૂ કરેલ

સૌરસ્ત્રમાં આવેલ અમરેલી જીલ્લામા લાઠી પાસે દૂધાળા ગામ છે. ત્યાથી વર્ષો પહેલા ધોળકિયા પરિવારમાથી ગોવિંદભાઇ ધોળકિયા સુરત હીરા ઘસવાના કામ અર્થે આવ્યા હતા.
તેમનો અભ્યાસ માત્ર સાત ધોરણ સુધીનો જ છે. ઘરની આર્થિક પરિસ્થિતીને પહોંચી વળવા ગોવિંદભાઈએ નાની ઉંમરમાં જ હીરાનું કામ કાજ શીખી લીધું હતું.
એમને 52 જેટલા વર્ષ થયા સુરત આવ્યા. અને હવે તે સુરતમાં નહી આખા ભારતમાં ગોવિંદકાકા ના નામે ઓળખાય છે.તેમની સફળતાનું રહસ્ય –
ડાયમંડ ક્ષેત્રે આટલી મોટી સફળતાહાંસિલ કરવાનું કારણ એ જણાવે છે કે હું કોઈજ પ્રકારના મેનેજમેંટમાં નથી માણતો. હું મારા સિદ્ધાતો અને કર્મને માનું છું. હું માનું છુ કે કર્મ કરશું ત ફળ અવશ્ય મળશે.
મે કર્મ કર્યે જ રાખ્યું ને મારા સિદ્ધાતોને વળગી રહ્યો.જીવનમાં સફળતા, સિદ્ધિ ને નામના મહેનત કરી હશે એ મુયાજ્બ જ મળવાની છે. માટે જીવનમાં પ્રયત્ન શીલ બની રહેવું જોઈએ. પાપ પુણ્યમાં ક્યારેય કોઈ સાક્ષીની જરૂર રહેતી નથી. તમે જે કરશો એનું ફળ જ એક દિવસ તમારું સાક્ષી બની સામે આવશે.હું મારા દરેક કર્મચારીને ભાઈ સમાન માનું છુ ને હું દરેક ભાઈમાં ભગવાન જોવું છુ. જેને આવી ભાવના ન હોય એકઈ રીતે આ દેશની કે સમાજની સેવા કરી શકશે ? ભાઈ ચારાની ભાવના જો હશે તો જ એકમેકને સાથ આપી આગળ વધી શકાશે.

બધી જ પ્રકારની સુખ સગવડ છે રામક્રુષ્ણ એક્સપોર્ટમાં

રામક્રુષ્ણ એક્સપોર્ટના અધિકારી પર છે પાન, માવા ને બીડીનો પ્રતિબંધરામક્રુષ્ણ એક્સપોર્ટના દરેક દરવાજા પર એક સ્લોગન લખેલું જોવા મળશે. “આઈ એમ નથિંગ, બટ આઈ કેન ડુ એનિથિંગ” આના વિષે જો આપણે જાણીએ તો ઇનો અર્થ એ છે કે જે જીવનમાં તક મળી છે તે પુરવાર કરજો. ક્યારેક કોઈને આપણાથી નીચા ન સમજવા. બધા જ લોકો ખૂબ જ હોંશિયાર હોય છે. ચાહે તે ભલે કોઈ પણ કામ કરતો હોય… …ક્યારેય કોઈ કમાણી ટ્રેનીંગ ન હોય….એ તો પ્રયત્નો અને અનુભવોથી જ શિખાય છે અને એ કામને વધારે સરસ બનાવી શકાય છે. માટે જીવનમાં જો શિખતા રહેવું હોય તો કામ પ્રત્યે લગાવ જાળવી રાખી એને વધારે બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.

આખા વિશ્વભરમાં ફેલાયેલો છે રામક્રુષ્ણ એક્સપોર્ટનો બિઝનેસ

આજે પણ ગોવિંદભાઇ સમાજ સેવામાં આગળ છે. જરૂરિયાતમંદને પહેલા મદદ કરે છે. સેવાકીય કામમાં છે તેમનું મોટું નામ…કરે છે લાખોના દાન.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here