ગોવિંદા ની આ વાત પર ભડક્યો કાદર ખાન નો પુત્ર, કહ્યું કે અહીંયા કોઈ કોઈનું નથી હોતું… જાણો વિગતે

1

બૉલીવુડ ના દિગ્ગ્જ અભિનેતા, ડાયરેક્ટર અને લેખક કાદરખાન નું એક જાન્યુઆરી ના રોજ નિધન થઇ ચૂક્યું છે. કાદરખાન આગળના ઘણા સમયથી કેનેડા ની હોસ્પિટલમાં એડમિટ હતા. તેના નિધન પછી તેનું અંતિમ સંસ્કાર કેનેડા માં જ કરવામાં આવ્યું હતું. કાદરખાન ના નિધન ને લીધે બોલીવુડ માં દુઃખોના વાદળ છવાઈ ગયા છે અને તેઓ પોતાનું દુઃખ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી રહ્યા છે. આ જ વચ્ચે ગોવિંદાના ઇન્સ્ટાગ્રામ પર ના પોસ્ટ પર કાદરખાન ના દીકરા સરફરાજે ગુસ્સો કાઢ્યો હતો.ગોવિંદા એ કાદરખાન ના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે,”કાદરખાન માત્ર મારા ઉસ્તાદ જ ન હતા પણ તે મારા પિતા સમાન હતા. તેની સાથે કામ કરનારા દરેક અભિનેતાઓ સ્ટાર બની જાતા હતા. મારી સાથે સાથે પુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેના નિધન થી દુઃખી છે અને તેને શબ્દોમાં વર્ણવવું થોડું મુશ્કિલ છે. હું તેની આત્મા ને શાંતિ માટે પ્રાર્થના કરું છું”.

ગોવિંદાની ના આ પોસ્ટ થી નારાજ થયેલા સરફરાજે કહ્યું કે,”ભારતીય ફિલ્મ જગતનો તરીકો જ આવો બની ગયો છે. તે અનેક રીતે વહેંચાઈ ગયું છે.બહારના વિચારો વાળા લોકો મદદ નથી કરી શકતા. પિતા કાદરખાને એક સમયે અમને કહ્યું હતું કે કોઈની પાસેથી કંઈપણ ચીજ ની ઉમ્મીદ ક્યારેય ન કરવી અને અમે આ જ વિશ્વાસ ની સાથે મોટા થયા છીએ કે જીવનમાં જેની જરૂર છે તેઓના માટે કામ કરવું જોઈએ અને બદલામાં કોઈપણ ચીજની ઉમ્મીદ રાખવી ન જોઈએ. સરફરાજે ઉદાસી ભરેલા હાસ્ય ની સાથે કહ્યું કે,”ગોવિંદા ને પૂછો કે તેમણે કેટલી વાર પોતાના પિતા સમાન કાદરખાન ના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું હતું? શું તેમણે મારા પિતાના નિધન પછી એકપણ વાર ફોન કરવાની તકલીફ ઉઠાવી હતી? આ તો જાણે કે ફિલ્મ જગત નું ચલણ બની ગયું છે”. તેમણે કહયું કે,”અહીં ભારતીય સિનેમા માં યોગદાન આપનારાઓ માટે કોઈ વાસ્તવિક ભાવનાઓ નથી હોતી, મોટા મોટા સિતારાઓ આવી દિગ્ગજ હસ્તીઓ ની સાથે ફોટો લેતા નજરમાં આવે છે, પણ આ જોડાણ માત્ર તસવીરો સુધી જ સીમિત હોય છે.

સરફરાજે કહ્યું કે,”તેને એ વાતનું ચોક્કસ દુઃખ થયું છે, જયારે તેના પિતા કાદરખાન ના હોસ્પિટલ માં એડમિટ થયા પછી કૅનૅડા માં તેની કોઈએ ખબર પૂછવા માટે ફોન પણ કર્યો ન હતો. ફિલ્મ જગતમાં ઘણા એવા લોકો છે જેઓ મારા પિતાના ખુબ નજીક હતા પણ જેને મારા પિતા ઊંડાણ થી પસંદ કરતા હતા તે અમિતાભ બચ્ચન જી છે. હું જયારે મારા પિતાને પૂછતો કે તે ફિલ્મ જગતમાં સૌથી વધારે કોને યાદ કરે છે તો તેનો એક જ જવાબ હતો કે બચ્ચન જી.

ભાવુક દીકરા એ કહ્યું કે,”હું ઈચ્છતો હતો કે બચ્ચન સાહેબ ને ખબર પડે કે મારા પિતા જીવનના અંત સમયે પણ તેના વિશે વાત કર્યા કરતા હતા. શક્તિ કપૂર,ડેવિડ ધવન અને ગોવિંદા તે લોકો હતા, જેમણે 1980 અને 1990 ના દશક ના દરમિયાન કાદરખાન ની સાથે નજીકના રૂપથી કામ કર્યું હતું.ગોવિંદા એ ઓન રેકોર્ડ કહ્યું હતું કે કાદરખાન તેના પિતા સમાન છે”.

સરફરાઝે કહ્યું કે,”કાદરખાન ના ફેન્સ એ જાણીને ખુશ થાશે કે કાદરખાન જેમને પ્રેમ કરતા હતા તેઓની વચ્ચે જે મૃત્યુ પામ્યા. કાદરખાન ના દીકરાઓ ટોરેન્ટો માં પોતાના પરિવાર ની સાથે રહી રહ્યા છે’. સરફરાજે કહ્યું કે તેઓનો પરિવાર તેના વારસા ને આગળ લઇ જાવા માગે છે”.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here