ગોવિંદાની લાલ દુપટ્ટા વાળી હિરોઈન હાલ દેખાઈ છે પહેલા કરતા પણ વધુ હોટ, શું તમને યાદ છે આ હિરોઈન…..

0

તમને વર્ષ 1993માં આવેલી સુપર સ્ટાર ગોવિંદાની ફિલ્મ ‘આંખે’ તો યાદ જ હશે. અને જો તમને ફિલ્મ યાદ ન હોય તો તેમનું એક ગીત ‘लाल दुपट्टे वाली तेरा नाम तो बता’ તો જરૂર યાદ હશે.આ સોંગ તે જમાનામાં ખુબ લોકપ્રિય થયું હતું. આ ગીતમાં ગોવિંદાની હિરોઈન બનેલી ‘રીતુ શિવપુરી’ આટલા વર્ષો બાદ પણ તેટલી જ સુંદર અને યંગ દેખાઈ છે. તમે કહી શકશો કે તે પહેલા કરતા પણ વધુ હોટ બની ગઈ છે.

ફિલ્મ ‘આંખે’ માં ગોવિંદા અને ચંકી પાંડે લીડ રોલમાં હતા, આ ફિલ્મમાં આ બંને હીરોના ઓપોઝીટમાં હિરોઈનો રીતુ શિવપુરી અને રાગેશ્વરી હતા. આ ફિલ્મ તો હીટ સાબિત થઇ જ હતી સાથે જ તેમનું આ ગીત ‘लाल दुपट्टे वाली तेरा नाम तो बता’ પણ સુપરહીટ રહ્યું હતું અને હર સમય લોકોના જીભ પર આજ ગાયન રહેતું હતું.

આ ગીતમાં રીતુને પોતાની અદાઓથી દરેકનું દિલ ચોરી લીધું હતું. સાથે જ,આ ફિલ્મની સાથે જ લોકો રીતુની સુંદરતાના પણ દીવાનાઓ હતા. રીતુ શિવપુરીનો જન્મ 22 જાન્યુઆરી 1975 માં થયો હતો.

આંખે ફિલ્મના 25 વર્ષ બાદ પણ રીતુની સુંદરતામાં કોઈ કમી નથી આવી, પણ એવું લાગે છે કે દિન પ્રતિદિન વધુ હસીન બનતી જાય છે.

ઉમર વધવા છતાં પણ તેમને ફિગરને ખુબ સારી રીતે મેન્ટેઇન રાખે છે, તેને જોઇને કોઈ કહી ન શકે કે તે હાલ 42 વર્ષની છે.

રિતુએ માત્ર 19 વર્ષની ઉમરમાં જ બોલીવુડમાં કદમ રાખ્યો હતો અને આંખે ફિલ્મ જ તેની પહેલી ફિલ્મ હતી. ખુબ ઓછા લોકોને જાણ હશે કે રીતુ એકતા કપૂરની સીરીયલ ‘ક્યોકી સાંસ ભી કભી બહુ થી’ માં ‘બા’ નો કિરદાર નિભાવા વાળી ‘સુધા શિવપુરી’ની દીકરી છે.

રીતુ ઘણા સમયથી સિલ્વર સ્ક્રીન થી દુર રહી છે, પણ તેના બાદ તેણે નાની સ્કીન પર વાપસી કરી છે. હાલ માં જ તેમણે સીરીયલ ‘ઇસ પ્યાર કો ક્યાં નામ દુ-3’ માં નજરમાં આવી હતી. આગળના વર્ષ ઓક્ટોબરમાં આ સીરીયલ ઓફ એયર થઇ ચુકી છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.