ગોવિંદા એ ખોલીને રાખી દીધી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની દરેક હકીકત, અમિતાભ પર પણ મોટો ખુલાસો….જાણો તમે પણ

0

પોતાની ફ્લોપ ફિલ્મોનો સામનો કરી રહેલા ગોવિંદા પોતાની અપકમિંગ ફિલ્મમાં વધુ કટ લગાવાને લીધે ખુબ દુઃખી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના વિશે ગોવિંદા એ પહેલી વાર ખુલાસા કર્યા છે. સાથે જ, અમિતાભ વિશે પણ મોટી વાત કહી નાખી હતી. ગોવિંદા ની ચિંતા નું કારણ છે તેની ફિલ્મ ‘રંગીલા રાજા’. ગોવિંદા નું કહેવું છે કે તેની ફિલ્મ રંગીલા રાજા લાંબા સમયથી રિલીઝ ની વાટ જોઈ રહી છે.ગોવિંદા એ કહ્યું કે, ”જ્યારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં કોર્પોરેટ્સ ની એન્ટ્રી થઇ છે, ત્યારથી પોલિટિક્સ નું લેવલ ખુબ જ વધી ગયું છે. તેમણે આગળ કહ્યું કે એવું નથી કે તેની સાથે આવું પહેલી વાર થઇ રહ્યું છે, તેની પહેલા અમિતાભ અને દિલીપ કુમાર ની સાથે પણ થઇ ચૂક્યું છે, વાત તે સમય ની છે જ્યારે હું અને અમિતાભ ‘બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મ કરી રહયા હતા”.
”ગોવિંદા કહે છે કે એક એવો પણ સમય હતો જયારે લોકો અમિતાભ ની સાથે ફિલ્મો કરવા માગતા ન હતા. જયારે હું તેની સાથે ફિલ્મમાં કામ કરી રહ્યો હતો, લોકો મને કહેતા હતા કે હું અમિતાભ ની સાથે શા માટે કામ કરી રહ્યો છું. મેં કોઈની પણ વાત ન સાંભળી અને ફિલ્મની શૂટિંગ અમિતાભ ની સાથે જ પુરી કરી હતી”.
”સાથે જ મેં ફિલ્મ ના બીજા હિસ્સા થી ખુદ ને હટાવાની વાત કરી હતી. પણ અમિતાભે મારી વાત માની ન હતી. ઘણીવાર અમિતાભ અને ખાંસ ને એકબીજા ની સામે ઉભા રાખવાની કોશિશ કરવામાં આવી હતી. આ દરેક વાતોથી મારા પર ખુબ પ્રભાવ પડ્યો હતો, મેં ખુદ પર જ કામ કર્યું અને બેસ્ટ કર્યું. ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં કોઈપણ એકબીજાના મિત્રો નથી હોતા”.
ગોવિંદા આગળ જણાવે છે કે,”સલમાન અને તેનો સંબંધ એકદમ અલગ અને ખાસ છે. ગોવિંદા એ કહ્યું કે,”તે આગળના નવ વર્ષથી થઇ રહ્યું છે, અહીં ફિલ્મ ઉદ્યોગ માં લોકોનો એક સમૂહ મારા વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યો છે અને મારી ફિલ્મો ને કોઈ સારા મંચ પર રિલીઝ થવા નથી દેતા”. તેઓએ કહ્યું કે,”કા તો મારી ફિલ્મો રિલીઝ જ ના થાય કે પછી તેને કોઈ સારું થીએટર સ્ક્રીન ન મળે”.
તેનું તાજું ઉદાહરણ ‘ફ્રાઇડે’ છે જે અમુક જ અઠવાડિયા પહેલા રિલીઝ થઇ હતી. તેને મીડિયાથી બેસ્ટ રીવ્યુ મળ્યા પણ ફિલ્મ થિયેટરો થી હટાવી લેવામાં આવી”. પહલાજ નિહલાની ની ‘ઇલ્જામ’ થી પોતાના અભિનય ની શરૂઆત કરનારા ગોવિંદા એ તેની સાથે શોલા ઔર શબનમ તથા આંખે માં કામ કર્યું છે અને બંને ફિલ્મો સુપર હિટ રહી હતી.Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here