જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો તો થોડા સમય રાહ જુઓ, સરકાર આપશે તમને સબ્સિડી….

0

આજકાલ દરેકનું એક જ સ્વપ્ન હોય કે એની પાસે, ગાડી હોય ને એક સુંદર પોતાનું ઘર હોય. તો હવે ચિંતા છોડો, તમારું સપનું પૂરું કરશે આપણી સરકાર. એમાય જો તમારે ઇલેક્ટ્રીક કાર જ ખરીદવી હોય તો આપણી સરકાર જ તમને એ કાર કેવા માટે મદદ કરશે. વાંચો આજે આ ઉપયોગી થતી માહિતી વધુ..

આજકાલ પેટ્રોલની અને ડિજલની સતત વધી રહેલી કિંમત અને પ્રદૂષણનને કારણે સરકાર પણ મુશ્કેલીમાં છે. ત્યારે સરકાર અને કાર બનાવટી કંપનીઓ સાથે મળીને વિચારણા કર્યા બાદ, ઇલેકટ્રિક વાહનો પર ધ્યાન અપાવાનું કેન્દ્રિત કરી એને પ્રોત્સાહન આપવાનું વિચાર્યું. જેનાથી પ્રદૂષણો મોટો પ્રોબ્લ્મ સોલ્વ થઈ શકે.સરકારની આ મંત્રણા બાદ, એની અસર ઓટો એક્સ્પો 2018માં પણ જોવા મળી. આ વર્ષમાં જ ઘણી કંપનીઓએ બાઇકથી માંડીને બસ સુધીના ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કર્યા. કસ્પોમાં દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિએ પોતાની ઇલેક્ટ્રિક કાર ફ્યુચર એસ (Future S)નું કોન્સેપ્ટ મોડલ પણ રજૂ કર્યું હતું. હવે સમાચાર મળ્યા છે કે મારુતિ બહુ જલ્દી એની લોકપ્રિય હેચબેક કાર વેગનઆરનું ઇલેક્ટ્રિક વર્ઝ રજૂ કરશે. આમ, વેગનઆર એ મારુતિની પહેલી ઇલેક્ટ્રિક કાર બનશે.વેગનઆર ઇલેકટ્રિકને કંપની 2020માં લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહી છે.ઉપર આપેલ માહિતી પ્રમાણે જો તમારે આ ઇલેક્ટ્રિક કાર જ ખરીદવી હોય તો તમને એ કાર લેવા માટે સરકારે એક યોજના બનાવી છે. ખાસ ઇલેક્ટ્રીક કાર ખરીદનાર માટે સરકારે ઇલેક્ટ્રિક કાર પર સબ્સિડી આપશે એ પણ એક, બે નહી પૂરા ચાર લાખ સુધીની સબ્સિડી હશે.

વિશ્વના દેશો ઇલેક્ટ્રીક ઉપકરણોના વપરાશમાં ખૂબ આગળ છે. જ્યારે ભારતને પણ વૈશ્વિક સ્તરે પહોચડવા માટે આ ઇલેક્ટ્રીક ઉપકરણો માટે ગયા વર્ષે જ 700 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું.

અત્યારે હવે ઇલેક્ટ્રીક કાર બાદ, FAMEને સંચાલિત કરનાર પેનલના સેકન્ડ તબક્કાની મિટિંગમા ઇબ્રિડ ગાડીઓ અને ટ્રકોની સબ્સિડી માટેની પણ યોજનાની વાતને મંજૂર કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, ઇલેક્ટ્રોનિક ગાડીઓના રકમની 20 % રકમ સુધીની સબ્સિડી આપવાનું સરકારે નક્કી કર્યું છે. માર્કેટમાં અત્યારે પણ ઈલેકરિક કાર તો અવેલેબલ છે જ. જો તમારે મહિન્દ્રાની કાર લેવી હોય તો 1.4 લાખ રૂપિયા સુધીની સબ્સિડી મળી શકે છે. અને ટાટાની ઈલેકરિક કાર લેવી હોય તો એમાં પણ એ જ મુજબ સબ્સિડી મળી શકે છે
તો બીજી બાજુ FAMEને સંચાલિત કરનાર પેનલ અનુસાર વાહનની બેટરીણી ક્ષમતા પર જ સબ્સિડી કેટલી મળશે એ નક્કી થશે. બેટરીના પ્રત્યેક કિલોવોટ આવર પર રૂ. 10 હજાર રૂપિયાની સબ્સિડી મળવા પાત્ર છે. જો કે સરકારે એવું પણ કહ્યું હતું કે, આ સબ્સિડી અમુક સમય મર્યાદા સુધી જ મળી શકશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here