દેવભૂમિના આ શિવના મંદિરમાં રહેલ ત્રિશુલને જો કોઈ ભક્તો દ્વારા તેનો સ્પર્શ કરવામાં આવે તો ત્યાં થાય છે કંપન

0

ગોપીનાથ મંદિર ભારતના ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગોવેશ્વરમાં શિવને સમર્પિત એવું એક પ્રાચીન હિન્દુ મંદિર છે. તે ગોવેશ્વર શહેરના એક ભાગમાં ગોવેશ્વર ગામમાં સ્થિત છે. આ મંદિરમાં એક સુંદર ગુંબજ અને 24 દરવાજા છે. ભક્ત આ પવિત્ર સ્થળના દર્શન દ્વારા જ ભક્તો ધન્યતા અનુભવે છે અને ભગવાન બધા ભક્તોના તમામ દુ: ખને દૂર કરે છે, ગોપીનાથ મંદિર કેદારનાથ મંદિર પછીના સૌથી જૂના મંદિરો માનું એક મનાય છે.

મંદિર પર વિવિધ પ્રકારના પુરાતત્ત્વ શીલાઓ બતાવે છે કે આ મંદિર પૌરાણિક છે. મંદિરની આસપાસ તૂટી મૂર્તિઓના અવશેષો પ્રાચીન સમયમાં ઘણા મંદિરોના અસ્તિત્વને સાક્ષી આપે છે. મંદિરના આંગણામાં એક ત્રિશુળ છે, જે આશરે 5 મીટર ઊંચું છે અને આઠ વિવિધ ધાતુઓથી બનેલું છે. જે 12 મી સદી સુધીનું છે. તે નેપાળના રાજા અનકમમાલના લખેલા શિલાલેખો અહી દાવો કરે છે કે, તેને અહીંયા 13 મી સદીમાં શાસન કર્યું હતું.

પૌરાણીક કથા અનુસાર

મંદિર નું મહત્વ ઘણું પૌરાણીક છે. એક દંતકથા અનુસાર આ મંદિરમા રહેલું ત્રિશુલ શિવજીનું છે. પરંતુ તે કેવી રીતે સ્થાપીત થયું તેના વિષે એક દંતકથા અમે તમને કહેવા જઈ રહ્યા છીએ. પુરાણોમાં ગોપીનાથ મંદિર ભગવાન શિવનું તપોભૂમિનું સ્થાન હતું. આ સ્થળે ભગવાન શિવએ ઘણા વર્ષો સુધી તપશ્ચર્યા કર્યા હતા. એવું કહેવાય છે કે દેવી સતી એ જ્યારે શરીર છોડયું પછી ભગવાન શિવ ધ્યાનમગ્ન બની ગયા હતા. અને ત્યારે તાડકાસુર નામના રાક્ષસે હાહાકાર મચાવી દીધો હતો. અને કોઈ દેવતા તેને હરાવી શક્યા નહી. ત્યારે બ્રહ્માએ દેવતાઓને કહ્યું કે ભગવાન શિવનો પુત્ર જ આ તારકાસુરને મારી શકે છે. તે પછીથી બધા દેવોએ ભગવાન શિવની ઉપાસના કરવાનું શરૂ કર્યું, પરંતુ શિવ તપમાંથી જાગતા ન હતા. એ પછી શિવને તપસ્યામાંથી જગાડવાનું કામ કામદેવને સોપ્યું. કેમકે શીવ તપસ્યામાંથી જાગે અને માતા પાર્વતી સાથે લગ્ન કરે.જેથી એમને એક પુત્ર નો જન્મ થાય ને તે તારકાસુરનો વધ કરી શકે. જ્યારે કામદેવનું કામ તીર ભગવાન શિવ પર ત્રાટક્યું કે ભગવાન શિવની તપશ્ચર્યા ભંગ થઈ ને ત્યારે ગુસ્સામાં આવી શિવે કામદેવને મારવા તેમનું ત્રિશુળ ફેંકયું. ત્યારે એ ત્રિશુળ આ સ્થાનમાં સ્થાપિત થયું ને પછી એ જ સ્થાન પર ગોપીનાથ મંદિરની સ્થાપના કરવામાં આવી છે.


અષ્ટધાતુથી બનેલ આ ત્રિશુલને વાતાવરણની કોઈ અસર થતી નથી. અને હાલના સમયમાં તે એક મહત્વપૂર્ણ વસ્તુ છે. એવું પણ માનવામાં આવે છે કે કોઈ પણ માણસ આ ત્રિશૂલને તેની શારીરિક શક્તિથી હલાવી શકતો નથી, જો સાચા ભક્ત કોઈ આંગળીથી ત્રિશૂળને સ્પર્શ કરે છે, તો કંપન થવાનું શરૂ થાય છે. ભગવાન ગોપીનાથજીનું આ મંદિરને વિશેષ મહત્વ આપી માનવામાં આવે છે. ભગવાનના દર્શન માટે દરરોજ હજારો શ્રદ્ધાળુઓ આવે છે. આ મંદિરમાં ફક્ત શિવલિંગ જ નહીં, પણ પરશુરામ અને ભૈરવજીની મૂર્તિઓ પણ સ્થપાઈ છે. મંદિરના ગર્ભાશયમાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે, અને મંદિરથી માત્ર થોડે દૂર વૈતરણી કુંડ પણ બનાવવામાં આવ્યો છે. જેના પવિત્ર જળથી સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!