Googleની એક દિવસની કમાણીનો આંકડો કદી સાંભળ્યો છે? જાણીને આંખો પહોળી થઈ જશે

0

એક દિવસમાં કેટલી કમાણી કરે છે ગૂગલ? આ પ્રશ્નનો જવાબ સાંભળીને તમને કદાચ એવું પણ થાય કે, આપણે આ દુનિયામાં ‘ઢેફાં’ ભાંગવા જ આવ્યાં છીએ! ઉપરના પ્રશ્નનો જવાબ જાણતા પહેલાં નીચેની થોડીક લીટીઓ વાંચી લો. જનરલ નોલેજ માટે ઉપયોગી છે અને રસપ્રદ પણ છે:

– ૧૯૯૮માં અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં Ph.Dની ડિગ્રી માટે મહેનત કરતા બે મિત્રોએ ગૂગલ નામની કંપની બનાવી. એ વિદ્યાર્થીઓ હતા: સર્ગેઇ બ્રેઇન અને લેરી પેજ. એ વખતે કદાચ એમને સ્વપ્ને પણ ખ્યાલ નહી હોય કે, તેમણે બનાવેલ ગૂગલ એક દિવસ ઇન્ટરનેટની દુનિયાનો ‘બકાસૂર’ બની જવાનો છે!

Image Source

આવક શેમાંથી કરે છે ગૂગલ –

જે સવાલ જાણવા માટે થઈને તમે અહી આવ્યા છો એ જાણતા પહેલાં એ પણ જાણી લો કે, ગૂગલની ઇન્કમનો સોર્સ શું છે:

ગૂગલ પોતાની મોટા ભાગની કમાણી એડવર્ટાઇઝ દેખાડીને જ કરે છે. ગૂગલ આખરે એક વેબસાઇટ છે. અને દુનિયાભરની અનેક વેબસાઇટની જેમ તે પણ એડ દેખાડે છે, ક્લીક્સ મેળવે છે અને ઇન્કમ રળે છે. બીજી વેબસાઇટ કરતા દેખીતી રીતે જ ગૂગલની આ પ્રકારે મળતી કમાણી જંગી હોવાની. એક સર્ચ એન્જિન હોવાને નાતે લોકો ઇન્ટરનેટ ખૂલીને પણ ગૂગલ સિવાય બીજે જાય ક્યાં?

ગૂગલની કમાણીનો બીજો સોર્સ છે: એફિલેટ માર્કેટિંગ. સાદી ભાષામાં સમજીએ તો, એમેઝોન કે ફ્લીપકાર્ટ જેવી ઓનલાઇનટ શોપિંગ એપ પરથી જે-તે ચીજની લીંક ગૂગલ એડવર્ટાઇઝ રૂપે પોતાની મુલાકાતે પધારેલા દુનિયાભરના લાખો લોકોને દેખાડે છે. એમાંથી અમુક લોકો એ લીંક દ્વારા જે-તે શોપિંગ વેબસાઇટ પરથી કંઈક ખરીદે તો સીધો અમુક ટકા નફો ગૂગલને મળવાનો જ! અલબત્ત, તમે ખુદ પણ પોતાની વેબસાઇટ પર આવી ઓનલાઇન શોપિંગ એપની લીંક મૂકીને કે સોશિયલ મીડિયામાં શેર કરીને એફિલેટ માર્કેટિંગ કરી શકો.

Image Source

આ ઉપરાંત ગૂગલ પાસે એક એવું કમાણીનું હથિયાર છે જે ડિજીટલાઇઝેશનના કુરુક્ષેત્રમાં સૈન્યો દોડાવી રહેલી બીજી વેબસાઇટો પાસે હોતું નથી. એ છે: એડસેન્સ (Adsence) અને એડવર્ડ્સ (Adwords). અહીંથી ગૂગલ જે-તે વેબસાઇટને એડ પ્રોવાઇડ કરે છે. હવે જે પોતે એડવર્ટાઇઝોની દલાલી કરતું હોય તેને શું ઘટે?

આ ઉપરાંત પણ ગૂગલની ઇન્કમના ઘણા સ્ત્રોત છે. અનેકવિધ સોફ્ટવેર પણ ગૂગલ પ્રોવાઇડ કરે છે, જેના વગર આજની જનરેશનને ચાલે એમ નથી.

ગૂગલની એક દિવસની કમાણી –

એક પ્રમાણિત વેબસાઇટના જણાવ્યા પ્રમાણે, ગૂગલની એક દિવસની અંદાજીત કમાણી 10 મિલીયન ડોલર જેટલી છે. આ આંકડો માત્ર ગૂગલ પોતે એડવર્ટાઇઝ દેખાડીને કમાય છે તેનો જ છે. અને તે એકદમ સો ટચનો તો નહી જ! કેમ કે, ખરો આંકડો તો આનાથી ક્યાંય વધારે હોવાનો. માત્ર એક ઇન્કમ સોર્સમાંથી આટલી કમાણી જો આ જંગી જોરાવર સર્ચ એન્જિન કરતું હોય તો એમની કમાણીના બીજા સ્ત્રોતરૂપી નદીઓ જ્યારે ઠલવાય ત્યારે શું પૂછવું? [એક મિલીયન અર્થાત્ 10 લાખ]

Image Source

એક અંદાજ પ્રમાણે, ગૂગલે પાછલાં વર્ષમાં કુલ 279 અબજ ડોલરનો વકરો કર્યો હતો! અધધધધ… કહેવાતો આ આંકડો ગૂગલની વિરાટતાનો દર્શક છે. ગૂગલની હાલની માર્કેટ વેલ્યૂ અંદાજે 400થી 500 અબજ ડોલરની હોવાનું કહેવાય છે. [એક અબજ = 1,00,00,00,000]

કેટલું જંગી વળતર મળે છે આ કંપનીને? ઇન્ટરનેટના યુગમાં ટોચ પર બેઠી છે કંપની. એની આવકના સ્ત્રોત માત્ર ઉપર ગણાવ્યા એટલા જ રખે ધારી બેસતા! અનેક રીતે એ રૂપિયો રળે છે. અરે! ગૂગલના હાલના સીઇઓ સુંદરજી પિચાઇનો એક દિવસનો પગાર અઢી-ત્રણ કરોડ જેટલો તો છે..!

Image Source

[માહિતી રસપ્રદ લાગી હોય તો શેર કરજો તમારા મિત્રોને. એમને પણ જાણ તો થાય કે, છ અક્ષરનો આ શબ્દ કેવા અને કેટલા ધનભંડાર ખડકીને બેઠો છે! ધન્યવાદ!]

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here