ગુગલની લાખોની નોકરી છોડી ને શુરુ કર્યો સમોસા વહેચવાનો ધંધો, હવે છે વર્ષે કમાય છે 75 લાખથી પણ વધુ, વાંચો એક દમદાર સ્ટોરી..

0

વિચારો જરા કે જો તમને ઈન્ટરનેટ ની બેસ્ટ કંપની એટલે કે ગુગલ કંપની મા જોબ કરવા માટે નો મોકો મળી જાય તો? જો આવું બને તો સમજો કે તમારી લાઈફ સેટ જ છે. પણ જો તમે ભવિષ્ય મા ગુગલ ની નોકરી છોડી ને સમોસા

વેચવા નું કામ ચાલુ કરો તો? શું તમે એવું કરવાના છો?

એવો જ એક વ્યક્તિ જે મુંબઈ નો રહેવાસી છે તેમણે ગુગલ જેવી બેસ્ટ કંપની ની નોકરી છોડી ને સમોસા વેચવાનું શરુ કર્યું. આ સખ્સ નું નામ મુનાફ કપાડિયા છે.

મુનાફે એમ.બી.એ નો અભ્યાસ કર્યો હતો. ઘણી બધી નોકરી કર્યા બાદ અંતે તેમણે વિદેશ જાવાનું નક્કી કર્યું. વિદેશ મા એમણે અમુક કંપનીઓ મા ઇન્ટરવ્યુ આપ્યું અને પછી અંતે તેમને ગુગલ મા નોકરી કરવાનો સુંદર ચાન્સ મળી ગયો. જાણકારી મુજબ મુનાફે ૨૦૧૧ મા ગુગલ કંપની મા સેલ્સ ડીપાર્ટમેન્ટ જોઈન કર્યું હતું પણ થોડા સમય બાદ તેમણે આ નોકરી ને છોડી દીધી હતી.

કંઇક આવી રીતે આવ્યો વિચાર

જ્યારે મુનાફ ને આ બાબત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, તેમની માતા અને દાદી સાથે રહેતા હતા પણ બે વર્ષ પહેલા તેમની દાદી મૃત્યુ પામ્યા હતા.જેને લીધે મુનાફ ની માતા એકદમ એકલા પડી ગયા હતા અને ખુબજ પરેશના રહેતા હતા. એક કિસ્સા મુજબ જ્યારે મુનાફ ટીવી જોઈ રહ્યો હતો તો તેમની માતા એ ચેનલ બદલી કાઢી. જયારે મુનાફે પૂછ્યું કે તેમણે આવું કેમ કર્યું તો તેની માતા એ એવો જવાબ આપ્યી કે એ સાંભળતા જ મુનાફ કમજોર પડી ગયો.


એમની માતા એ કહ્યું કે પોતે સાવ એકલા પડી ગયા છે જેથી ટીવી જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ તેમની પાસે નથી. મુનાફ ની માતા ને એકલા એકલા સમય પસાર કરવા માટે ટીવી જ એક વિકલ્પ બચ્યો હતો. અને તેમની પાસે કરવા માટે બીજું કશું કામ પણ નથી.

મુનાફ ની માતા ના આવા વિચાર થી મુનાફે પોતા ની માતા ને કોઈક કામ મા વ્યસ્ત રાખવાનું વિચાર્યું. એક દિવસ મુનાફે પોતા ના બધા મિત્રો ને જમવા માટે આમંત્રિત કર્યા અને પોતા ની માતા ના હાથ નું બનાવેલું જમવા માટે આપ્યું. તેમના મિત્રો એ મુનાફ ની માતા ના ભોજન ના ખુબજ વખાણ કર્યા. આ સાંભળતાજ મુનાફ ને એક વિચાર આવ્યો કે તેની માતા ના આ કામ ને અંજામ તો આપવું જ પડે.

x

મુનાફે જણાવ્યું કે તેમની માતા બધી જ ડીશ સ્વાદીસ્ટ બનાવે છે પણ એમાં સૌથી વધારે લોકો દ્વારા પસંદ આવતા હતા મટન કીમાં સમોસા. બસ ત્યાંથી જ તેમના સફર ની શરૂઆત થઈ. મુનાફ દાઉદી બોહરા સમુદાય મા માનવા વાળો હોવાથી તેમણે પોતાની દુકાન નું નામ ‘ધ બોહરી કિચન’ રાખ્યું હતું.

ફિલ્મ ઇન્ડસ્ટ્રી મા પણ લોકો આ ડીશ ખુબ જ પસંદ કરતા હતા

મુનાફે જણાવ્યું કે માત્ર સમોસા જ નહી પણ બીજી ઘણી બધી ડીશ બનાવે છે જેવી કે મટન સમોસા, નરગીસ કબાબ, ડબ્બા ગોશ્ત વગેરે. લોકો આ ડીશીસ ને પસંદ કરે છે અને મોટા પાયે ઓર્ડર પણ આપવામાં આવે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી મા પણ આ ડીશીસ ને પહોચાડવામાં આવે છે.

મુનાફે જણાવ્યું કે એના ફર્મ મા હાલ ૫ લોકો કામ કરે છે અને ૭૫ લાખ ની આસપાસ એક વર્ષ મા કમાણી કરે છે. મુનાફ હવે પછી ના વર્ષ મા આ કમાણી ને 3 થી ૫ કરોડ ની આસપાસ પહોચાડવા માંગે છે. મુનાફ નું કામ અને તેની સ્ટોરી એટલી હદ સુધી પ્રખ્યાત થઈ હતી કે ૩૦ અચીવર્સ ની લીસ્ટ મા તેમનું નામ ઉમેરી દીધું હતું.

Story Author: GujjuRocks Team

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here