ગોમતી ચક્રનું મહત્વ સ્વાસ્થ્ય અને ધન બંને માટે બહુ મહત્વપૂર્ણ છે…વાંચો વધુ માહિતી

0

એક દુર્લભ વસ્તુના રૂપમાં ગોમતી વસ્તુનું મૂલ્ય બહુ વધારે છે. ગોમતીચક્રમાં નિર્મિત ચક્ર પ્રકૃતિની દેન છે. ગોમતીચક્ર ગોમતી નદીમાંથી મળવાવાળું દુર્લભ ચક્ર છે, તેમાં પ્રકૃતિ દ્વારા નિર્મિત ચક્ર માં લક્ષ્મીનું પ્રતિક છે. તંત્રથી લઈને વસ્તુ સુધી ગોમતીચક્રનું તમામ ક્ષેત્રમાં મહત્વ છે. જેમકે તે આરોગ્ય સંબંધિત હોય કે લક્ષી પ્રાપ્તિ માટે. અહિયાં એક વસ્તુ મહત્વપૂર્ણ છે કે ગોમતી ક્રમાં નિર્મિત ચક્ર લક્ષ્મીનું પ્રતિક છે જેથી ગોમતીચક્ર લક્ષ્મીકારક માનવામાં આવે છે.

બાળકોને વારંવાર નજર લાગી જતી હોય છે તેવામાં ત્રણ ગોમતી ચક્ર લઈને તેના ઉપરથી સાત વખત ઉતારીને તેને કોઈ નિર્જન સ્થાન ઉપર જઈને ફેકી દો અને પાછું વળીને જોવું નહીં. નજરદોષ દૂર કરવા માટેનો આ બહુ સારો ઉપાય છે.

વ્યાપારમાં નજર લાગી જવાથી અગિયાર મંત્રોથી યુક્ત ગોમતી ચક્ર અને ત્રણ નારિયેળ ને પુજા અર્ચના કરીને એક પીળા કપડામાં બાંધીને ઘરના કે ઓફિસના મુખી દરવાજા ઉપર લટકાવી દો જેનાથી ખરાબ નજરનો દોષ પૂરો થઈ જશે અને વેપાર સારો ચાલશે.

ગોમતી ચક્રમાં હોળીના દિવસે સિંધુર લગાવીને શત્રુનું નામ ઉચારણ લઈને અગ્નિમાં ફેકી દો તેનાથી શત્રુ પણ મિત્ર બની જશે.

જો કાર્યક્ષેત્રમાં બઢતી નથી થઈ રહી અથવા બઢટીમા રૂકાવટ આવી રહી છે તો ગોમતી ચક્ર ને શિવ મંદિરમાં શિવને અર્પિત કરી દો અને શિવને સાચા માંથી પ્રાર્થના કરો જેથી તમારી મનોકમના પૂરી થશે.

ગોમતી ચક્ર સ્વાસ્થ્ય માટે બહુ જ હિતકારી છે. કેટલાય વ્યક્તિઓએ ગોમતી ચક્રની માળા ધારણ કરીને પોતાના સ્વાસ્થ્યમાં બહુ જ લાભનો અનુભવ કરેલો છે. તેને ધારણ કરવાથી હાઇ બીપી માં બહુ જ લાભ થયેલો છે.

ધન, વૈભવ, લક્ષ્મી કૃપા, વિષ્ણુ કૃપા, ભાગ્યોદય વગેરે માટે ગોમતી ચક્ર બહુ મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી છે. લક્ષ્મીની કૃપા મેળવવા માટે દિવાળીના દિવસે ગોમતી ચક્રની સાથે માં લક્ષ્મીનું પૂજન કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને વૈભવ લાવે છે. ગોમતી ચક્રને સાફ અને સ્વસ્છ થાળીમાં રાખીને ઘી નો દીવો અને અગરબતી કરવી અને કોઈપણ માળાથી નિચે આપેલા લક્ષ્મી મંત્રની પાંચ માળા કરવી.

મંત્ર – ૐ રીમ મહાલક્ષ્મી શ્રી ચિરલક્ષ્મી એ મમગૃહે આગચ્છ આગચ્છ સ્વાહા.

ધરા સંજયકુમાર ત્રિવેદી,

 

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here