ભારતની આ જગ્યા પર બને છે દુનિયાની સૌથી વધુ રસોઈ, રોજ 1 લાખ લોકો જમે છે અહીંયા એ પણ ફ્રીમાં …

ધ ગોલ્ડન ટેમ્પલ વિશ્વમાં સૌથી વધુ જોવાતી ધાર્મિક સ્થળો પૈકી એક છે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ યુકે મુજબ, સમગ્ર વિશ્વમાં લગભગ દસ લાખ લોકો દરરોજ અહિયાં માથું ટેકવા માટે આવી રહ્યા છે. આ મંદિરની સૌથી મોટી ખાસિયત છે અહીનું રસોડું. તેને વિશ્વની સૌથી મોટી મફતનું રસોડું ગણવામાં આવે છે.

તો ચાલો જોઈએ એવી અનેક ખૂબીયા આ મંદિરની જે એને વિશ્વના બીજા મંદિરો કરતાં અલગ પાડે છે.

શીખ ધર્મના ઇતિહાસના અનુસાર, શીખોના પાંચમા ગુરુ અર્જુન દેવ, ડિસેમ્બર 1588માં લાહોરના એક સુફી સંત સંત મીયા મીર સાથે મળીને અહીંયા હરિમંદર સાહિબની સ્થાપના કરી હતી. તેના લંગર હોલમાં દરરોજ લગભગ 75,000 થી 1 લાખ લોકો ભોજનનો પ્રસાદ ગ્રહણ કરે છે. ધાર્મિક પ્રસંગો પર તો આ સંખ્યા લાખથી પણ વધી જાય છે.

લંગરમાં ખવડાવવામાં આવતું ભોજન સંપૂર્ણપણે શાકાહારી, સાદૂ અને તાજુ હોય છે. ત્યાં સામાન્ય રીતે રોટલી, દાળ. સબ્જી અને કઈક સ્વીટ હોય છે. યાત્રાળુઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને દરરોજ 12,000 કિલો લોટમાંથી 2 લાખ રોટલીઓ બનાવવામાં આવે છે. ઓટોમેટીક રોટી મેકરનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જે એક કલાકમાં આશરે 25,000 જેટલી રોટલી બનાવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં 100 થી વધુ ગેસ સિલિન્ડરોનો ઉપયોગ થાય છે.

રસોઈ બનાવવામાં અહીના સ્વયંસેવકોનો મહત્વનો ફાળો છે. ગુરુદ્વારમાં આવતા પ્રવાસીઓથી લઈને શહેરના રહેવાસીઓ પણ રસોડામાં મદદ કરે છે. તેઓ શાકભાજી સમરવાથી લઈને રસોઈ બનાવવી અને પીરસવામાં પણ ખુશીથી સેવા આપે છે.

આટલી મોટા પ્રમાણની રસોઈ બનાવવા માટે સામાન્ય વાસણોનો ઉપયોગ કરી શકાતો નથી. એ માટે લંગરમાં મોટા કુંડ અથવા હુડનો ઉપયોગ કરે છે, જે એક સમયે 7 ક્વિંટલ દાળ અને ખીર બનાવી શકાય છે.

 

લંગર હોલમાં બધા લોકો પંગતમાં નીચે જમીન પર બેસીને જ ભોજન કરે છે. એમાં ધર્મ, જાતિ, લિંગ અને ઉંમર વચ્ચે કોઈ તફાવત નથી. એવું કહેવામાં આવે છે કે જો બોલે સો નિહાલ આ બોલ્યા પછી જ ભોજન શરૂ થાય છે પરંતુ અહીંયા એવી કોઇ ફરજ નથી કે તે બધાને બોલવું જ પડે.

અહીં દાળ અને શાકને પ્લેટમાં પીરસવામાં આવે છે પરંતુ પ્લેટમાં રોટીને આપવામાં આવતી નથી. બન્ને હાથથી રોટી લઈને બીજાને પસાર કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રોટી ભગવાનની દેણ છે અને તેને માન સન્માન સાથે બે હાથે ભાવથી લેવી જોઈએ.

 

જેવુ ભોજન પૂરું થાય કે તરત જ સ્વયંસેવકો આવે છે પ્લેટો તત્યાથી લઈ જાય છે ને એ જગ્યાની પણ તરત જ સફાઈ કરી નાખે છે. જેથી બીજી પંગત બેસી શકે.

જમવાનું બનાવવા માટેનું કાચું રાસન જેવાકે, દાળ , અનાજ વગેરે સ્થાનિક વેપારીઓ પાસેથી જ લેવામાં આવે છે અથવા તો દિલ્હીથી મંગાવવામાં આવે છે.

જો નજીકથી જ મંગાવવામાં આવે તો રાશન ખરાબ ન થાય ને જલ્દી મળી રહે જરૂર મુજબ.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!