જયારે તમે મંદિરમાં પગ મુકો તરત જ આપમેળે થાય છે આ વસ્તુઓ…શરીર માં થાય છે આવા ચમત્કારિક લાભ

0

આજના આ સ્પર્ધાના જમાનામાં દરેક વ્યક્તિ આગળ વધવાની ઇચ્છામાં સવારથી સાંજ સુધી વ્યસ્ત રહે છે. બધા પ્રયત્નો પછી જ સફળતા મળે છે. તેવામાં સ્ટ્રેસ, થાક, હાઈ બ્લડ પ્રેશર જેવી તમામ બીમારીઓ વ્યક્તિને નાની ઉંમરમાં જ ઘેરી લે છે. દવાખાનાઓના આંટાફેરાથી શરીરને અમુક અંશે રાહ તો મળે છે પરંતુ માનસિક શાંતિ દરેક વ્યક્તિ તો પ્રવાસે નથી જઈ શકતા ને! આવામાં આ અત્યંત અગત્યનું છે કે આપણે એવી જગ્યાએ રહીએ કે જ્યાં હકારાત્મકતા હોય અને એ માટે મંદિર અથવા અન્ય કોઈ ધાર્મિક સ્થાન કરતાં વધુ સારું શું હોઈ શકે.

જેમ કે તમે જાણો જ છો કે આવા સ્થળોએ સકારાત્મક ઉર્જા ખૂબ જ વધુ પ્રમાણમાં હોય છે, જેની પાછળ વૈજ્ઞાનિક કારણ છે. જ્યારે આપણે હકારાત્મક ઊર્જા સાથે સંપર્કમાં આવીએ છીએ ત્યારે શરીર અને મગજ બંને રિલેક્સ થઇ જાય છે. જેનાથી ઘણી શારીરિક સમસ્યાઓ આપમેળે જ દૂર થઇ જાય છે.

જ્યારે આપણે કોઈ ધાર્મિક સ્થળોએ જઈએ છીએ, ચંપલ બહાર જ ઉતારીને ઉઘાડાપગે ચાલતા હોઈએ છીએ ત્યારે અહીં ની હકારાત્મક શક્તિ આપણા શરીરમાં પગ દ્વારા પ્રવેશે છે. ખુલ્લા પગે ચાલવાથી પગમાં રહેલા પ્રેશર પોઈન્ટ્સ પર પણ દબાવ પડે છે જેનાથી હાઈ બ્લડ પ્રેશર ઘણી હદ સુધી કંટ્રોલ થઇ જાય છે.

આ જ રીતે જયારે આપણે ભગવાન સામે હાથ જોડીએ છીએ ત્યારે કે આરતીના સમયે તાળીઓ પાડીયે છીએ ત્યારે હથેળીઓ અને આંગળીઓમાં રહેલા પોઈન્ટ્સ પર પણ પ્રેશર પડે છે. જેનાથી શરીરના ઘણા કાર્યોમાં સુધાર આવે છે. આ રોગપ્રતિકારક શક્તિ પણ વધારવામાં મદદરૂપ થાય છે. એક સંશોધન અનુસાર, જ્યારે આપણે મંદિરની ઘંટડી વગાડીએ છીએ, ત્યારે તેનો અવાજ લગભગ 7 સેકન્ડ સુધી કાનમાં ગુંજે છે. જેનાથી, શરીરને રિલેક્સ કરનાર 7 પોઇન્ટ્સ સક્રિય થાય છે, જે શરીરમાં ઊર્જાના સ્તરને વધારવામાં મદદરૂપ થાય છે.

મંદિરમાં જે ધૂનમાં આરતી કે ભજનો ગાવામાં આવે છે, તેની ધૂન કે લયનો હકારાત્મક પ્રભાવ આપણા મગજ પર પડે છે. અહીં શાંત વાતાવરણ કે શંખનો અવાજ માનસિક સ્થિતિમાં સુધાર લાવે છે. મંદિરમાં કપૂર કે હવનનો ધુમાડો બેક્ટેરિયાને નષ્ટ કરે છે. જેનાથી વાયરલ ઇન્ફેક્શનનું જોખમ ઓછી થાય છે.

કપાળ પર વચ્ચે તિલક લગાવવાથી આપણા મગજના એક ખાસ ભાગ પર પ્રેશર પડવાથી એકગ્રતા વધે છે.

એટલે કે સ્ટ્રેસ, ડિપ્રેશન અને માનસિક થાકને દૂર કરવા માટે રોજ થોડો સમય ધાર્મિક સ્થળો પર વ્યતીત કરી શકાય. આનાથી આપણે પરમાત્મા સાથે પણ જોડાઈ શકીશું અને રોજની સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકીશું.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here