ગોવા- સિમલા કરતા પણ હનીમૂન માટે આ 5 ડેસ્ટિનેશન છે જબરદસ્ત મસ્ત, જુવો Photos

0

દોસ્તો લગ્ન જીવન એક બે શરીરનું જ નહિ પણ સાથે સાથે બે આત્મા, બે મન તથા બે પરિવારનું મિલન છે. લગ્નજીવન એક પવિત્ર બંધન છે જેને હર કોઈ યાદગાર બનાવવા માગતા હોય છે. એમાં પણ લગ્ન પછીનું જીવન દરેકના જીવનમાં મીઠાશ લાવતું હોય છે. લગ્નની ડેટ આવતાજ પહેલાતો હર કોઈ વિચારતું હોય છે કે હનીમુન માટે ક્યા જવું? કેમ કે હંમેશા જ લોકો એવા સાથ પસંદ કરતા હોય છે કે જે રોમેન્ટિક હોય અને આજીવન કાળ સુધી યાદ રહી જાય.

માટે હનીમુન માટે લોકો પહેલાથીજ પ્લાનિંગ કરવાનું શરુ કરી દેતા હોય છે. પણ ઘણી વાર એવું પણ બનતું હોય છે કે ઉતાવળમાં સ્થળને પસંદ કરવામાં ભૂલ થઇ જતી હોય છે અને જેવું વિચાર્યું હોય તેનાથી કઈક અલગ જ નીકળતું હોય છે. અને પુરા હનીમુનની મજા વિખાઈ જતી હોય છે. જો તમેં પણ આમાંના એક છોવ અને હનીમુન માટેનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. કેમ કે અમે તમારા માટે એવા સ્થળ લાવ્યા છીએ જ્યાં તમે આરામથી રોમેન્ટિક ભર્યો સમય એકબીજા સાથે વિતાવી શકશો.

1. કુર્ગ:

પ્રકૃતિના ખોળે રમવું કોને પસંદ ન હોય. જો તમે પણ આમાંના એક છોવ તો આ સ્થળ તમારા માટે બેસ્ટ છે. આ સ્થળ કર્ણાટકામાં આવેલું છે. જે કુદરતી સૌન્દર્ય, પહાડ, હરિયાળી, જરણા વગેરેથી ભરેલું છે. અહી આવતા જ જાણે કે ફરી ઘરે જવાનું મન જ ન થાય. અહી નું પાર્કૃતિક સૌન્દર્ય હર કોઈનું મન મોહી લે છે. અહીના હિલ સ્ટેશન પર આવેલા લીલા છમ જંગલો તથા કોફીના બગીચાઓ તેની સુંદરતામાં વધારો કરે છે. આ હિલ સ્ટેશનને ભારતનું સ્કોટલેન્ડ પણ કહેવામાં આવે છે.

2. ઔલી:

બર્ફીલા પ્રદેશમાં ફરવું હર કોઈ ઈચ્છતા હોય છે. એમાં પણ બર્ફીલા પ્રદેશમાં સ્કીંગ કરવાની મજાજ કઈક અલગ હોય છે. જો કે બર્ફીલા પ્રદેશનું નામ આવતા દરેકના મનમાં સ્વિટ્ઝરલેન્ડ ઘુમવા લાગતું હોય છે. પણ જો તમે આટલો બધો ખર્ચો કરવા ન માંગતા હોવ અને ભારતમાં જ રહીને સ્વિટ્ઝરલેન્ડની મજા લેવા માંગતા હોવ તો આ સ્થળ તમારા માટે બેસ્ટ છે. ઉત્તરાખંડમાં આવેલું આ સ્થળ ઔલી જે ચારે બાજુથી બરફથી છવાયેલું છે. જ્યાં તમે રોમાંસની સાથે સાથે સ્કીંગની પણ મજા કરી શકો છો.

3. લક્ષદ્વિપ ટાપુ:

જો તમે તમારા પાર્ટનર સાથે એકાંતમાં એક બીજા સાથે વધુ સમય પસાર કરવા માંગતા હોવ તો આ જગ્યા તમારા માટે જ છે. આ સ્થળ કોચ્ચીથી માત્ર 400 કિમીના અંતરે જ આવેલું છે. આ લક્ષદીપ જે નાનો એવો ટાપુ છે પણ તમારા આજીવાન કાળ તે ખુબ રંગીન સાબિત થાશે. અહી તમે સ્કુબા ડાઈવિંગ નીં પણ મજા માણી શકો છો. અહી આવેલા પુષ્કળ નારીયેલના ઝાડ અને પાણીમાં રહેલા જીવો તેની સુંદરતામાં વધારો કરે છે.

4. શિલોંગ:

શિલોંગ જે મેઘાલયની રાજધાની છે. શિલોંગ પ્રાકૃતિક સૌન્દર્યથી ભરપુર છે. અહી સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ, ફિશિંગ અને હાઈકિંગની સુવિધાઓ ઉપલબ્ધ છે. શિલોંગ ભલે નાનું શહેર હોય પરંતુ ત્યાં સાઈટ સીન ટુરિસ્ટને ખુબ આકર્ષિત કરે છે.

5. જેસલમેર

રાજસ્થાની દુનિયા પણ કપલ માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે. જો તમે પણ આમાંના એક હોવ તો જેસલમેર તમારા માટે બેસ્ટ પ્લેસ છે. અહી તમે રાજસ્થાની ઠાઠ જોઈ શકો છો. સાથે જ કિલ્લા, મહેલ અને રાજસ્થાની ઊંટની સવારી કરવાની પણ ખુબ મજા આવશે.

Story Author: GujjuRocks Team

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.