આ ગોવા નો સૌથી સુંદર બીચ છે, ભૂલી ન જતા ગોઆ જાઓ તો જોરદાર અનુભવ રહેશે

નોર્થ ગોવા નો મોજરીમ બીચ, અન્ય ફેમસ બીચ બાગા, આરમ્બોલ, વેગેટર, વારસા અને કોલવા થી અનેક ગણો અલગ અને ખુબ જ સુંદર છે. તેને ટર્ટલ બીચના નામથી પણ જાણવામાં આવે છે. આસપાસ ના હર્યા ભર્યા વૃક્ષો અને બીચ પર ફેલાયેલી સફેદ રેતી આ જગ્યાને વધુ સુંદર બનાવે છે. અહીં લોકલ કરતા વધુ વિદેશી લોકોની ભીડ જોવા મળે છે. જેઓ ખાસ તો અહીં સનબાથ અને સ્વિમિંગ માટે આવે છે. જેના લીધે તેને લિટલ રશિયા ના નામથી પણ જાણવામાં આવે છે. સુંદરતાની સાથે સાથે મોજરીમ બીચ પર જાત ભાતના પક્ષીઓ જોવા મળે છે. સૈન્ડ પ્લોવર, બે-બૈકડ શ્રાઈફ, કવિલ, ટર્નસ્ટોન્સ, કોયલ, કિંગફિશર અને સૈન્ડપાઇપર્સ ને અહીં આસાનીથી જોઈ શકાય છે. સાથે જ ડોલ્ફીનને જોવા માટે પણ મોજરીમ બીચ પરફેક્ટ છે. મોજરીમ બીચની ખાસિયત:

મોજરીમ બીચના કિનારે બનેલા કોટેજ અહીં રહેવા માટે બેસ્ટ છે જ્યા પર તમને દરેક મોર્ડન સુવિધાઓ મળશે. તેના સિવાય બીચ પર અવેઇલેબલ રેસ્ટોરેન્ટ માં બિયરની સાથે તમે ઇન્ડિયનથી લઈને કોન્ટીનેંટલ દરેક પ્રકારની ડીશ ની મજા લઇ શકો છો. અહીં રેસ્ટોરેન્ટની બહાર નાના નાના શાવર પણ લાગેલા રહે છે જેમાં સ્વિમિંગ પછી આરામથી અહીં નાહીને રેસ્ટોરેન્ટમાં આવી શકો છો. આ સાથે જ અહીં મસાજની પણ સુવિધા ઉપલબ્ધ છે. લોકલ લેડીઝ અલગ અલગ આયુર્વેદિક અને અરોમા ઓઈલની સાથે અહીં ફરતી રહે છે જે હેયર થી લઈને બોડી સુધી નું મસાજ આપીને તમને રિલેક્સ કરાવી શકે છે.ઓછી ભીડને લીધે આ બીચ વિદેશી લોકોની વચ્ચે ખુબ જ પોપ્યુલર છે. જેમાં તમે પણ આરામથી સમુદ્ર ની લહેરો ને એન્જોય કરી શકો છો. આ બીચ ફોટોશૂટ માટે પણ પરફેક્ટ છે. આથમતા સૂરજની સાથે અહીંનો નજારો વધુ સુંદર લાગે છે.

મોજરીમ બીચ પર ઓલિવ રીડલે સમુદ્રી કાચબાઓ પણ જોવા મળે છે. જેને તમે હાથમાં લઈને ખવડાવી પણ શકો છો, અને તમારા કેમેરામાં તેને કૈદ પણ કરી શકો છો.મોજરિમ બીચ પર અહીં પણ જઈ શકો છો:
આ બીચને ખાસ કરીને અહીં થતી પાર્ટીઓ માટે પણ જાણવામાં આવે છે. ઘણા મોટા બિઝનેસ અને હાઉસ પાર્ટી ચાપોરા ફોર્ટ માં ઓર્ગેનાઈઝ કરવામાં આવે છે. જ્યાંથી ચૉપડૈમ નદીને જોઈ શકાય છે.

કેવી રીતે પહોંચવું:

જો તમે હવાઈ માર્ગ દ્વારા સફર કરવાના છો તો પણજી એયરપોર્ટ અહીં સૌથી નજીકનું એયરપોર્ટ છે. અને જો ટ્રેનથી સફર કરવાના છો તો વાસ્કો-દ-ગામા રેલવે સ્ટેશન પહોંચીને ટેક્સી કે લોકલ બસ થી અહીં સુધી પહોંચી શકાય છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!