ગોવામાં આવેલ આ બીચ અને તેની સુંદરતા વિષે આજ સુધી બહુ ઓછા લોકો જાણે છે, ગૂગલ પણ નહી…જાણી લો તમે, ફરવા જવાનું થશે ત્યારે કામ આવશે !!!

0

ગોવા એ દરેક ભારતીયોનું મનપસંદ સ્થળ છે, અને હોય પણ કેમ નહી ભાઈ, ત્યાં આટલા સુંદર બીચ જો આવેલા છે. એ ભલે ભારતમાં આવ્યું તો પણ ત્યાની યુરોપીય સંસ્કૃતિ થી જીવતા ભારતીયો, આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે. ત્યાંના દરેલ સ્થળ એટલા જ મનમોહક છે કે જોતાં વેંત જ મનમોહી લે. માટે જ ભારતના મધ્યમ વર્ગથી લઈને સેલિબ્રિટિ સુધીના દરેકનું મોસ્ટ ફેવરીટ ડેસ્ટિનેશન જો કોઈ હોય તો તે માત્ર ને માત્ર ગોવા જ છે.

બટરફલાય બીચ

મોટાભાગના લોકો ગોવા જાય છે ને પછી નોર્થના લોકપ્રિય બીચ પર જ ફરીને ખુશ થઈને પાછા આવી જતાં હોય છે સાચું ને? પરંતુ શું તમને એ વાતનો ખ્યાલ છે કે ગોવામાં બીજા ઘણા બીચ પણ આવેલા છે જે એકદમ આહલાદક ને રોમાંચિત કરી ડે તેવું તેનું સૌંદર્ય છે. જેટલા એ બીચ ફેમસ નથી એટલા જ વધારે ને વધારે સુંદર છે. જો તમારે માનસિક શાંતિ ને એકાંતનો આનંદ જ માણવો હોય તો તમારે બટરફલાય બીચ પર ખાસ જવું જોઈએ. આ બીચ ફોરેનના લોકોની પહેલી પસંદ છે એ તમે નહી જાણતા હોય એની ગેરેંટી.

કેવી રીતે પહોચી શકાય :

બટરફલાય બીચ સાઉથ ગોવામાં આવ્યો છે ને ત્યાં જવા માટેનો રોડ માર્ગ કે વાહનવ્યવહાર ની કોઈ જ સગવડતા છે નહી, માટે તમે આ બીચ પર જવા માટે તમારી કાર, બાઇક કે પછી બસનો ઉપયોગ કરી શકતા નથી, તેમજ આ બીચ સુધી પહોંચવા માટે છેક સુધી ગૂગલ મેપ પણ સાથ આપતું નથી.

પરંતુ જો તમારે આ સુંદર બીચની સફર કરવી જ હોય તો તમે આ બીચથી થોડા અંતરે આવેલ બીચ પોલેલેમ અને અગેન્ડા બીચ પર જઈને ત્યાથી રેન્ટ પર બોટ કરવી પડે છે ને પછી જ આ બીચ પર દરિયાઈ માર્ગે તમે મુસાફરી કરીને આ બીચ સુધી જઈ શકો છો.

જો તમારે દરિયાઈ માર્ગે જવું બિલકુલ ગમતું નથી ? તો તમે થાર જીપ કે પછી રોયલ એનફિલ્ડનું હમાલયન બાઈક ને લઈને સરળતાથી જઈ શકો છો. રસ્તામાં ગાઢ જંગલો આવતા હોવાથી ગૂગલ મેપ ચાલશે નહી એટ્લે તમારે સૌ પ્રથમ લેપર્ડ વેલીની દીવાલ પાસે પહોંચવું પડશે ને ત્યાથી પછી ડાબી તરફ વળી જાવાનું રહેશે. ત્યાથી ફોરેસ્ટ નેવીગેશન નો ઉપયોગ કરી જ્યાં સુધી એ હોય ત્યાં સુધી જઈ ને ફરી એ પૂરું થાય એટ્લે ડાબી તરફ વળી જવાનું…એટ્લે સીધો જ આવી જશે બટરફલાય બીચ.

પરંતુ આ બીચ પર જતાં પહેલા તમે એ મનમાં નક્કી કરી લો કે તમે અજાણી ને એકાંત ભરેલી જગ્યા પર જઈ રહ્યા છો. જ્યાં કોઈ ખાવા પીવાની સગવડતા છે નહી, તો તમે તમારા માટે બધી જ વ્યવસ્થા કરીને જશો અને એકલા જવાનું બની શકે ત્યાં સુધી ટાળવું ને ગ્રૂપમાં કે ટોળામાં જ જવાનું સલાહભર્યું છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here