ભારતની પહેલી કાચ ના છત વાળી ટ્રેન થઇ શરૂ, મુંબઈ થી ગોવા ની સફર થશે હવે રોમાંચક અને દિલચસ્પ….

0

કોઈ જગ્યા ની ટ્રીપ ની મજા અનેક ગણી વધી જાતિ હોય છે, જયારે મુસાફરી શાંતિ વાળી હોય. આગળના એક દશકથી યાત્રોની મુસાફરી ને શાંતિમય બનાવા માટે સરકાર ખુબ જ પગલાં લઇ રહી હતી. દેશ ભરના શહેરો ને ગામ અને નાના નાના નગરો સાથે જોડવા માટે ના કામ ઝડપી રીતે થઇ રહ્યા છે. એવામાં હવે મુંબઈ થી ગોવા ની મુસાફરી વધારે રોમાંચિત બનવાની છે. 15 ડિસેમ્બર થી દાદર અને મડગાંવ ની વચ્ચે ચાલનારી જન શતાબ્દી એક્સપ્રેસ માં એક  વિસ્ટાડોમ (ગ્લાસ ટોપ) એટલે કે કાચની છત વાળી ટ્રેન શરૂ કરવામાં આવશે.

જાણો ટ્રેન ની ખાસ વાતો:

એ વિસ્ટાડોમ ટ્રેન માં યાત્રા કરનારા યાત્રીઓ આ વિશેષ કોચ માં રોટેબલ ખુરશીઓ (ફરતી ખુરશી)પર બેસસે. સાથે જ તેમાં મનોરંજન માટે હેંગિગ એલસીડી ટીવી પણ હશે. 40 સીટો વાળા આ કોચ ની વ્યવસ્થા નો ખર્ચ 3.38 કરોડ થયેલો છે. આ ટ્રેન માં 360 ડિગ્રી પર ફરતી પહોળી સીટો છે, જેમાં મુસાફરી ના દરમિયાન બહારનો નજારો જોવાનો એક ખાસ અનુભવ મળશે.

કેટલા દિવસ ચાલશે ટ્રેન:આ ખાસ કોચ ને સપ્ટેમ્બર ના પહેલા અઢવાડિયા માં કેન્દ્રીય રેલવે એ પોતાના મુખ્યાલય છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ પર રિસીવ કર્યો હતો. જાણકારી ના અનુસાર ચોમાસામાં આ ટ્રેન અઠવાડિયા માં ત્રણ દિવસ ચાલશે અને ચોમાસુ પૂરું થયા પછી તે અઠવડીયા માં પાંચ દિવસ ચાલશે.આ શતાબ્દી એક્સપ્રેસ ના દાદર થી ઉપડવાનો સમય સવાર ના 5.25 નો છે અને તે જ દિવસે સાંજે 4 વાગે મડગાંવ પહોંચી જશે.

એકઝીકયુટીવ ક્લાસ જેટલી ટિકિટ:વિસ્ટાડોમ કોચ ને ચેન્નાઇ ની દ ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરી એ બનાવેલું છે. આ કોચ ની ટિકિટ શતાબ્દી એક્સપ્રેસ ના એક્ઝિક્યુટિવ કલાસ જેટલી જ હશે. પણ વધુ માં રિઝર્વેશન ચાર્જ, જીએસટી અને કોઈ અન્ય ચાર્જ વધારાનો થઇ શકે છે. આ સિવાય તેમાં અન્ય કોઈ છૂટ નહીં મળે અને દરેક યાત્રીઓ ને પૂરું ભાળું આપવાનું રહેશે. તેની યાત્રા 50 કિમિ ની હશે.

પર્યટકો ને વધારવા માટે કરી આ વ્યવસ્થા:વિસ્ટાડોમ કોચ દેશ માં પહેલી વાર પર્યટકો ને વધારો આપવા માટે લોન્ચ કરવા આવી રહ્યું છે. જેથી મુંબઈ કે ગોવા ફરવાના સિવાય આ ટ્રેન ની સફર પણ યાત્રીઓ ની રોમાંચિત લાગી શકે.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here