ગર્લફ્રેન્ડની સાથે પણ જોઈ લ્યો આ 9 ફિલ્મો, રિશ્તો ત્યારે જ તો મજબુત થશે..

0

મૌકો મળતા જ જોઈ લો.

જ્યારે તમે તમારા પાર્ટનર સાથે હોવ ત્યારે તમારું મન માત્ર તેની આંખોમાં ખોઈ બેસવાનું કરે છે. આ તે સમય હોય છે ત્યારે તમે કાઈ પણ અન્ય કામ કરવા માંગતા નથી.પોતાની ગર્લફ્રેન્ડ સાથે સમય વિતાવવા માટે ફિલ્મ જોવું એક બેસ્ટ ઉપાય છે. જે તમારું મનોરંજન પણ કરશે સાથે જ તમારો રિશ્તો મજબુત કરશે.

અહી એક વાત એ છે કે તમને પરફેક્ટ ફિલ્મની પંસદગી કરતા પણ આવડવી જોઈએ. જો તમે તારી પ્રેમિકા સાથે કોઈ ખોટી ફિલ્મ જોઈ તો વાત બગડી પણ શકે છે. એક ખરાબ ફિલ્મ તમારું બ્રેકઅપ પણ કરાવી શકે છે. જો કે ક્યા પ્રકારની ફિલ્મ જોવી અને ક્યા પ્રકારની ન જોવી તે બધું તો તમારી ચોઈસ પરજ નિર્ભર કરે છે. પણ, અમુક ફિલ્મ એવી પણ છે કે જેમને કપલ ની સાથે જોવી જ જોઈએ.

આજે અમે તમારા માટે લઇ આવ્યા છીએ કાઈક એવી ફિલ્મો જેને જોવાનું ચુકી જવાની ભૂલ ના કરતા.

1. ‘આકાશ વાણી’

બની શકે કે તમારામાંથી ક્દાચજ કોઈએ આ ફિલ્મ નું નામ સાંભળ્યું હશે. પણ આ ફિલ્મ ખુબજ સુંદર છે. આ ફિલ્મ પ્રેમ, અને તેને પામવાનો જુનુન, જુદાઈ અને અંતમાં પ્રેમની જીત જેવી બાબતો પર તમને વિશ્વાસ અપાવે છે.

2. ‘તનું વેડ્સ મનુ’

‘તનું વેડ્સ મનુ’  નાં બન્ને પાર્ટ રોમાંચક છે. તેમાં બતાવવામાં આવ્યું છે કે બે અલગ અલગ લોકો કેવી રીતે એકબીજા સાથે ની સારી એવી જોડી બનાવી લે છે. સાતેજ લગ્ન પછી હેપ્પી એન્ડીંગ નહી, એક નવી જંગ શરુ થઈ જાય છે. રીયલ લાઈફમાં સાચો પ્રેમ કાઈક આવા પ્રકારનો જ હોય છે.

3. ‘2 સ્ટેટ્સ’

‘2 સ્ટેટ્સ’ એક હલકી-ફુલ્કી ફિલ્મ છે. જેમાં પેરેન્ટ્સ ની વચ્ચે મતભેદથી લઈને તેને મનાવવા સુધીની વાતો સાથે તમે બંને પણ કનેક્ટ કરી શકશો.

4. ‘લવ આજકલ’

આપળે મોટા ભાગે વિચારતા હોઈએ કે મોર્ડન જમાનાનો પ્રેમ, પહેલાના જમાના નાં સાચા ને પવિત્ર ની જેમ નથી હોતો. પણ હકીકત તો એ પણ છે કે મન અને ફીલિંગ્સ તો આજે પણ તેવીજ છે. કોઈને સાચો પ્રેમ થઈ જાય તો બસ તે પ્રેમજ છે. તેમાં નવું કે જુનું કઈ નથી હોતું. ‘લવ આજ કાલ’ આ બાબત પરજ તમને વિશ્વાસ અપાવે છે. તેને જોઇને તમારો રિશ્તો પહેલાં કરતા પણ મજબુત બની જાશે.

5. ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’

આજના જમાના પ્રમાણે કોઈ યુવતીનું કેરિયર ખુબજ મહત્વપૂર્ણ હોય છે, આં વાત તેના પાર્ટનરે પણ સમજવી જોઈએ. આ ફિલ્મનો સાર પણ કાઈક એવોજ છે. તમે તેની સાથે આ ફિલ્મ જોશો તો તેમને લાગશે કે તમેં આ વાતને સમજી રહ્યા છો.

6. ‘યે જવાની હે દીવાની’

છોકરાઓનો સ્વભાવજ ઉડવાનો હોય છે. પણ તેમનું મન ક્યાય અટકી જાય તો તેને પરત આવવુજ પડે છે. ફિલ્મ ‘યે જવાની હે દીવાની’ જ્યારે તમે પાર્ટનર સાથે જોશો તેના વિશ્વાસ માં પણ વધારો જોવા મળશે.

7. ‘ગૈંગ્સ ઓફ વાસેપુર’

જો તમારી પ્રેમિકા બોલ્ડ અને ક્રાઇમ ફિલ્મો પસંદ કરવા વાળી હોય તો તેની સાથે જોવા માટે આ ફિલ્મ બેસ્ટ છે. ‘ગૈંગ્સ ઓફ વાસેપુર’ નાં બન્ને પાર્ટ્સ તમને ખુબજ એન્ટરટેન કરશે.

8. ‘રામલીલા’

‘રામલીલા’ નું બેકગ્રાઉન્ડ ભલે અલગ હોય પણ આ ફિલ્મ માં જે ઇંટેન્ટસીટી ની સાથે પ્રેમને દર્શાવ્યું છે કે જે તમારી ધડકન ને પણ વધારી દેશે. જે તમને બન્ને ને એકબીજાની નજીક લાવી દેશે.

9. ‘જાને તું યા જાને નાં’

જો તમારી કહાની ની શરૂઆત પણ દોસ્તી થી શરુ થઈને પ્રેમ પર પૂરી થાય છે તો આ ફિલ્મ તમારા માટે એકદમ પરફેક્ટ છે. જેને તમે ખુબજ સારી રીતે એન્જોય કરી શકશો.

Story Author: GujjuRocks Team

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here