શું તમે પણ આપો છો ગિફ્ટ માં ભગવાન ની મૂર્તિ ? તો વાંચી લો આ નિયમ નહીં તો થઈ જશો કંગાલ

0

જો તમે કોઈ ને પ્રેમ કરો છો તો એને અલગ અલગ રીતે દર્શાવો છો. કોઈ વખત એમની કેર કરો છો તો કોઈક વખત વખત એમની માટે કંઈક ખાસ કરો છો. એમાં નું જ એક છે ગિફ્ટ આપવું. તમારા ફેવરેટ માણસ ગિફ્ટ દ્વારા પ્રેમ પ્રગટ કરો છો. કોઈક ની ખુશી માં શામેલ થવા પર પણ આપણે તેમને ગિફ્ટ આપીએ છીએ. ખાસ કરી ને ગૃહ પ્રવેશ જેવા કાર્યક્રમ પર લોકો ને સૌથી સારું ગિફ્ટ લાગે છે ભગવાન ની મૂર્તિ આપવા નું.

પણ શું તમે જાણો છો કોઈક ને ગિફ્ટ માં મૂર્તિ દેવા નું થોડું નુકશાન તમને થાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ મૂર્તિ ગિફ્ટ કરવા ના અલગઅલગ મહત્વ છે. તો ચાલો એના વિશે જણાવીએ

વાસ્તુ શાસ્ત્ર ને અનુસાર કોઈ ને ભગવાન ની મૂર્તિ ગિફ્ટ કરવી

વાસ્તુ શાસ્ત્ર ને અનુસાર કોઈ ને ભગવાન ની મૂર્તિ ગિફ્ટ તરીકે આપવી સારી નથી મનાતી , ભગવાન ની મૂર્તિ ને ફક્ત આપણા માટે જ ખરીદવી જોઈએ.એની પાછળ જે કારણ છે એ છે કે ભગવાન ની ભગવાન ની મૂર્તિ ની સાચી રીતે વિધિ વિધાન પૂર્વક સારસંભાળ કરવી પડતી હોય છે. એના ઘણા નિયમો છે. જો તમે ભગવાન ની મૂર્તિ કોઈ ને ગિફ્ટ તરીકે આપો છો તો એમને એ મૂર્તિ ની સારસંભાળ અને એમના નિયમો અને વિધિ વિધાન વિસે ખબર નથી હોતી.

કોઈ ને ગિફ્ટ કરી રહ્યા છો ગણેશ ની મૂર્તિ લગ્ન પ્રશંગ પર અને ગૃહ પ્રેવશ પર લોકો ગણેશ જી ની મૂર્તિ ગિફ્ટ કરે છે કારણકે બધા શુભ કાર્ય માં એમની ઉપાસના કરવા માં આવે છે. વાસ્તુ શાસ્ત્ર માં. ગણેશ ની મૂર્તિ ને ઘર માં સ્થાપિત કરવા ના ઘણા નિયમ છે. જેમાં થી એક છે કે દીકરી ના લગ્ન માં ગણેશ ની મૂર્તિ ન આપવી જોઈએ. એવું કરવા થી દુલ્હન ના પરિવાર માં આર્થિક સૃધ્ધિ પુરી થઈ જાય છે , સાથે જ શાસ્ત્રો માં માનવા માં આવ્યું છે કે ગણેશ જી ને શુભ અને લક્ષ્મીજી ને લાભ માટે ઘર માં સ્થાપિત કરવા માં આવે છે. એવા માં તમે ગણેશ જી ની મૂર્તિ કોઈ ને ગિફ્ટ કરો તો તમારા ઘર ની સમૃદ્ધ9 તમે એમને ગિફ્ટ તરીકે આપો છો.

ક્યાં કરવી ગણેશ ની મૂર્તિ સ્થાપિત

વાસ્તુ શાસ્ત્ર માં દિશા ને વિશેષ મહત્વ આપવા માં આવ્યું છે ,જેને અનુસાર ગણેશ ભગવાન ની મૂર્તિ હંમેશા ઉત્તર પૂર્વ ખૂણા માં સ્થાપિત કરવી જોઈએ. કારણકે ગણેશ જી ને શુભ માનવા માં આવે છે અને પીઠ પાછળ નેગેટિવ કિરણો હોય છે. ઘણા લોકો મુખ્ય દ્વાર પર ગણેશ જી ની મૂર્તિ સ્થાપિત કરે છે તો ભગવાન ની સારી દ્રષ્ટિ તો સામે વાળા ઘર માં ચાલી જાય છે.

ગણેશ ની મૂર્તિ ખરીદતા સમયે રાખો એ બાબત નું ધ્યાન.

જણાવી દઈએ કે મૂર્તિ ખરીદતા સમય એ એક વાત અવશ્ય ધ્યાન માં રાખવી જોઈએ કે એમની સૂંઢ ની દિશા. એ હમેંશા જમણીતરફ હોવી જોઈએ . એવું નથી હોતું કે ડાબી તરફ ની સૂંઢ વાળા ગણપતિ ને ઘર માં ન લાવી શકાય. પણ ડાબી તરફ સૂંઢ  ના ગણપતિ નું વિધિવિધાન બિલકુલ અલગ હોય છે.

એની સાથે જ ગણેશ જી ની એ મૂર્તિ સૌથી વધુ શુભ માનવા માં આવે છે જેમાં એમના હાથ માં મોદક હોય અને બાજુ માં ઉંદર. એની સાથે જ જણાવી દઈએ કે બેઠેલ ગણેશ , ઉભા ગણેશ , સુતેલ કે નાચતા ગણેશ ની મૂર્તિ ના પૂજા ના નિયમ અલગ અલગ હોય છે.એની સાથે જ જો તમે ગણેશ જી ની મૂર્તિ ન આપી ફક્ત ગણેશ જી ના ફોટા ને ગિફ્ટ કરો તો ધ્યાન રાખો કે એમની લંબાઈ 18 ઇંચ થી નાની ન હોય. જો ગણપતિ ની મૂર્તિ ખંડિત થઈ ગઈ છે અને તેને ફક્ત સજાવટ માટે રાખી છે તો એની પૂજા કયારેય ન કરતા. ઘર માં સુખ શાંતિ બનાવી રાખવા માટે સફેદ ગણેશ રાખવા શુભ છે.

શું કૃષ્ણ અને રાધા ની મૂર્તિ ગિફ્ટ કરવી જોઈએ ?

રાધા કૃષ્ણ ભલે પ્રેમ નું પ્રતીક માનવા માં આવે પણ કોઈ નવદંપતિ ને એ ગિફ્ટ માં ન આપવી જોઈએ. એની પાછળ માન્યતા છે કે રાધા કૃષ્ણ એક બીજા ને ભલે પ્રેમ કરતા હોય પણ એ ક્યારેય એક નથી થઈ શક્યા એટલે કે એમના લગ્ન નથી થયા.

એની જગ્યા એ વિષ્ણુ લક્ષ્મી ની મૂર્તિ ગિફ્ટ તરીકે આપો પણ જ્યારે જ્યારે તમે એમને ગિફ્ટ તરીકે આપો તો એમના રખ રખાવ નું સાચી રીતે ધ્યાન રાખો.

ઘર માં ભગવાન ની મૂર્તિ રાખવા નો નિયમ

હિન્દૂ ધર્મ માં દરેક પરિવાર માં મંદિર હોય છે અને એમાં ભગવાન ની મૂર્તિ સ્થાપિત કરવા ના નિયમો છે. જેમ કે મંદિર ઘર ના ક્યા સ્થાન પર  રાખવું એમાં ભગવાન ની મૂર્તિ કઈ રીતે સ્થાપિત કરવી જોઈએ.શાસ્ત્રો ને અનુસાર જો તમે કોઈ મૂર્તિ ની પૂજા નથી કરતા તો મંદિર માં ન રાખવી જોઈએ. આ નિયમ ખાસ કરી ને શિવલિંગ પર લાગુ થાય છે. એની સાથે જ ઘર આ એક થી વધુ શિવલિંગ સ્થાપિત ન કરવી જોઈએ.

જો તમે ઘર ના મંદિર માં બ્રહ્મા વિષ્ણુ મહેશ ની મૂર્તિ રાખો તો ધ્યાન આપો કે આ દેવતાઓ ની મૂર્તિ બાકી દેવતાઓ થી હંમેશા ઉપર રાખો.

કોઈ ને ગિફ્ટ આપવા ને લઈ અને શું કહે છે શાસ્ત્ર

જણાવી દઈએ કે બધા નિયમ વાસ્તુ શાસ્ત્ર ને અનુરૂપ બનાવવા માં આવ્યા છે. જો ગીતા ની વાત કરીએ તો ગિફ્ટ સ્વરૂપ એ ભગવાન ની મૂર્તિ આપવા નું કોઈ વર્ણન નથી કરવા માં આવ્યું. ગીતા જી ના હિસાબે દાન અને ગિફ્ટ ત્રણ પ્રકાર નું જ હોય છે , સાત્વિક , રાજસિક અને તામસિક

Author: GujjuRocks Team

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here