કહેવાય છે કે જયારે વ્યક્તિ સફળતા ની ઊંચાઈઓ સુધી પહોંચે છે તો તેના પગ હંમેશા જમીન પર જ રહેવા જોઈએ. કેમ કે મોટાભાગે જોવામાં આવ્યું છે કે સફળ થઇ જાવા પર વ્યક્તિ ભૂલી જાતો હોય છે કે આ મુકામ સુધી પહોંચવા માટે તેમણે કઈ કઈ કઠિન પરિસ્થિતિઓ નો સામનો કર્યો છે. એવામાં આજે અમે તમને અમુક એવા સિતારાઓ વિશે કહેવા જઈ રહ્યા છીએ જેઓ આજે કામિયાબ હોવા છતાં પણ ઘમંડ ને આવવા દેતા નથી.
1. કિંશૂક અને દિવ્યા મહાજન:
કિંશૂક ટીવી જગત ના એક જાણીતા અભિનેતા છે. સ્કૂલના દિવસો માં તે દિવ્યા નામની એક છોકરી ને પોતાનું દિલ આપી ચુક્યા હતા. પણ એક્ટિંગ માટે તેને મુંબઈ આવવું પડ્યું. અહીં આવીને તેને કામ મળ્યું અને તે ‘વિદાઈ’ અને ‘સપના બાબુલ’ કા જેવી સિરિયલમાં કામ કરીને સ્ટાર બની ગયા. ઘર-ઘર માં લોકો તેને ઓળખવા લાગ્યા છે. ફેમસ હોવા છતાં પણ તેને જરા પણ ઘમંડ નથી અને તેમણે પોતાની બાળપણની પ્રેમિકા દિવ્યા સાથે લગ્ન કર્યા.
2. મનીષ પૉલ અને સંયુક્તા પૉલ:મનીષ પોલ ટીવી જગત ના એક જાણીતા અભિનેતા છે. હાલ તે ઇન્ડિયન આઇડલ માં એન્કર ના રૂપે કામ કરી રહ્યા છે. મનીષ બૉલીવુડ માં પણ ડેબ્યુ કરી ચુક્યા છે. જયારે પણ કોમેડીયન્સ ની વાત આવે ત્યારે મનીષ પૉલ નું નામ પણ લેવામાં આવે છે. જણાવી દઈએ કે મનીષ પૉલે પણ પોતાની બાળપણ ની પ્રેમિકા સંયુક્તા સાથે લગ્ન કર્યા છે.
3. રોહિત અને નેહા ખુરાના:વર્ષ 2009 માં રોહિત એ ટીવી ના સૌથી ફેમસ શો ‘ઉતરન’ થી પોતાના કેરિયર ની શરૂઆત કરી હતી. અમુક જ દિવસોમાં જોત જોતામાં તે સ્ટાર બની ગયા. પણ સફળતા ને તેણે ઘમંડ માં ના ફરવા દીધી. તેમણે પોતાની બાળપણ ની મિત્ર નેહા સાથે લગ્ન કર્યા હતા. આજ બંને એક ખુશહાલ જીવન વિતાવી રહ્યા છે.
4. કરણવીર અને દેવિકા મેહરા:કરણવીર ટીવી શો ના એક ફેમસ અભિનેતા છે. તે ‘પરી હું મૈં’ અને ‘પવિત્ર રિશ્તા’ જેવી સુપર હિટ સિરિયલો માં કામ કરી ચુક્યા છે. એક સમય માં તેના પર ઘણી યુવતીઓ ફિદા હતી. પણ તેમણે પોતાના બાળપણ ના પ્રેમ દેવિકા સાથે લગ્ન કર્યા. વર્ષ 2014 માં આવેલી રાગીણી એમએમએસ-2 માં પણ કરણવીર નજરમાં આવ્યા હતા.
Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી
આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
