ઘેંટાનું દૂધ – રોગપ્રતિકારક શક્તિ અને બ્લડ પ્રેશરમાં ઉપયોગી એવું આ દૂધ ગર્ભવતી મહિલાઓ માટે છે વરદાન..વાંચો લેખ

0

આખી દુનિયા માં જુદા-જુદા પ્રકાર ના પ્રાણીઓ ના દૂધ નું સેવન કરવા માં આવે છે. કારણ કે દૂધ પીવું એ સ્વાસ્થય માટે ખૂબ જ ફાયદાકારક છે. દૂધ ની અંદર એ દરેક પ્રકાર ના તત્વો રહેલા છે જે શરીર માટે ખૂબ જ આવશ્યક હોય છે. દૂધ માં વિટામિન, કેલ્શિયમ, પ્રોટીન, નિયાસીન, ફૉસ્ફરસ અને પોટેશિયમ નો ભંડાર છે. દૂધ પીવા થી શક્તિ મળે છે. પરંતુ શું તમને ખબર છે કે ઘણા પ્રાણીઓ ના દૂધ માત્ર પૌષ્ટિક જ નહીં પણ અનેક રોગો ને ઠીક કરવા માં મદદ કરે છે. આવું જ એક દૂધ છે ઘેંટા નું દૂધ. ઘેંટા નું દૂધ જે બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને અનેક બીમારીઓ માં ફાયદાકારક છે. ચાલો તો જાણીએ ઘેંટા ના દૂધ ના અદ્ભુત ફાયદાઓ.

ઈમ્યુનિટી માં વધારો કરે ઘેંટા નું દૂધ

ઘેંટા ના દૂધ માં વિટામિન એ અને વિટામિન ઈ ભરપૂર માત્રા માં મળે છે, આથી તે ત્વચા અને વાળ માટે ખૂબ જ અસરકારક છે. આ ઉપરાંત તે આંખ ની રોશની પણ વધારે છે. આ દૂધ માં રહેલ એન્ટિ-ઓક્સિડેંટ ના કારણે આ દૂધ ઈમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક પ્રણાલી ને પણ મજબૂત બનાવે છે. આ દૂધ નું નિયમિત સેવન કરવા માં આવે તો અનેક રોગો સામે લડવા અને તેના થી બચવા માટે ની ક્ષમતા ઉત્પન્ન થાય છે.

બ્લડ પ્રેશર માં ફાયદાકારક

ઘેંટા નું દૂધ બ્લડ પ્રેશર ના રોગ માં ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે તેમાં એમીનો એસિડ પ્રાપ્ત થાય છે. ઘેંટા નું દૂધ નું સેવન રક્ત વાહિકાઓ અને ધમનીઓ ના થતાં ફેલાવ ને ઓછો કરે છે. જેના કારણે બ્લડ પ્રેશર ની સમસ્યા નથી થતી. ઘેંટા ના દૂધ ના આ ગુણો ને કારણે જ તે હ્રદય માટે ખૂબ જ લાભકારી છે.

ઉંમર નો પ્રભાવ ઓછો કરે

ઘેંટા ના દૂધ માં રહેલ વિટામિન ઈ ની અધિકતા જેના કારણે આ દૂધ ત્વચા માટે ખૂબ ફાયદાકારક માનવા માં આવે છે. ઘણા દેશો માં ઘેંટા ના દૂધ ને સૌંદર્ય ઉત્પાદનો માં પણ પ્રયોગ માં લેવા માં આવે છે. વિટામિન ઈ એક એવું એન્ટિ-ઓક્સિડેંટ નું કામ કરે છે. જે શરીર માં રહેલ ફ્રી રેડિકલ્સ થી લડી ને ત્વચા પર કરચલીઓ પડતી અટકાવે છે અને તમે જવાન જ લાગો છો. આથી જો તમે લાંબા સમય માટે ઘેંટા ના દૂધ નું સેવન કરો છો તો લાંબા સમય સુધી તમે જવાન બની રહેશો.

પ્રેગનેન્સી માં પીવા થી બાળક ને મળતા ફાયદા

ઘેંટા નું દૂધ બર્થ ડિફેક્ટ્સ ને રોકવા માં પણ મદદ કરે છે, આથી પ્રેગનેન્સી સમયે આ દૂધ ના સેવન થી બાળક સ્વસ્થ અને તંદુરસ્ત જન્મે છે. હકીકત માં ઘેંટા ના દૂધમાં ફોલેટ હોય છે, જે ન્યૂરલ ટ્યુબ માં થતી પરેશાની ને ઓછી કરે છે, આ દૂધ ના સેવન થી મેટાબોલીજ્મ પણ બરાબર થાય છે. કારણ કે તેમાં વિટામિન બી અને વિટામિન કે ની માત્રા ભરપૂર રહેલી છે.

સારી નીંદર માટે ના ફાયદાઓ

સામાન્ય રીતે કોઈ ને કોઈ કારણે આપણે રાતે ખાઈ નથી શકતા. આયુર્વેદ અનુસાર જ્યારે આવી સ્થિતિ માં એક ચપટી જાયફળ અને કેસર નાખી દૂધ ને પી જાવો. આના થી નીંદર પણ સારી આવે છે અને શરીર ને પણ ઉર્જા મળે છે, આ રીતે તમે રાતે જો જમો નહીં તો આ પ્રકાર નું દૂધ પી લો. જેનાથી અનેક રોગો સામે લડી શકાશે. તેમજ રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે.

આમ ઘેંટા નું દૂધ કેલોરી નું સારું સ્ત્રોત, વિટામિન બી 12 નું સારું સ્રોત, કેલ્શિયમ નું સારું સ્ત્રોત, પ્રોટીન નું સારું સ્ત્રોત, અનેક પદાર્થો થી ભરપૂર અને તેમાં અન્ય વિટામિન ની સારી એવી માત્રા રહેલી છે. આ સિવાય તે પ્રાકૃતિક ફેશિયલ ક્લેંજર ના રૂપે પણ કાર્ય કરે છે. પ્રાકૃતિક મોસ્યોરાઈજર. ચમકદાર અને નિર્દોષ ત્વચા પ્રદાન કરે છે. ત્વચા ને મુલાયમ બનાવે છે. પ્રાકૃતિક ત્વચા ને મૃદુકારી, કોમલ, સ્વસ્થ અને ચમકદાર બનાવવા માં મદદ કરે છે. આમ શરીર ને અનેક રીતે ફાયદાકારક ઘેંટા ના દૂધ નું સેવન સ્વાસ્થય માટે ખૂબ જ લાભકારી છે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here