મારી લાડકી દિકરી – ગામડામાંથી શહેરમાં ભણવા માટે આવેલી દિકરી પર લખાયેલો એક પિતાનો પત્ર

0

મારા હ્રદયનો ટુકડો,

વ્હાલી દિકરી, મારી મીઠડી કેમ છું દિકરા? હા તું તો મજામાં જ હઈશ તારી મનગમતી જગ્યાએ તું ભણવા ગઈ છું. દિકરા તું તો ભણવા માટે ચાલી ગઈ પણ મારું ઘર તો ખાલી થઇ ગયું છે તને ખબર છે તું અને લાલો કેટલી મસ્તી કરતા, ઝઘડતા અરે અમારે છોડાવવા આવવું પડતું, પણ હવે તારી મમ્મી અને લાલો તો એવા ઉદાસ થઇ ગયા છે કે જાણે તું ભણવા નહિ પણ પરણીને તારા સાસરે ચાલી ગઈ હોવ. હશે ચાલ બહુ ઈમોશનલ નહિ કરું. પણ સાચી વાત કહું હવે તારી મમ્મી સામેથી મને ચોકલેટ અને મીઠાઈ ખાવા આપે છે પણ મારા ડાયાબિટીસની ચિંતા કરીને મને ખાતા અટકાવવા વાળી મારી દિકરી નથી ને તો મને મીઠાઈ ખાવી પણ ગમતી નથી.

જો બેટા તને અમે ત્યાં ભણવા માટે, જીવનમાં આગળ વધવા અને તારા સારા ભવિષ્ય માટે અમારાથી આટલી દુર મૂકી છે. બહુ સલાહ નહિ પણ હમણાં થોડા દિવસોથી અમે એટલે કે હું અને તારી મમ્મી બંને થોડા પરેશાન છીએ. આશા રાખું છું કે તું અમારી ભાવનાઓને સમજીશ. અમે તને ખુબ પ્રેમ કરીએ છીએ એતો તું જાણે જ છે પણ તારી ઉપર મને મારા કરતા પણ વધારે વિશ્વાસ છે, પણ તેમ છતાં આજે મારે તને અમુક વાતો જણાવવી જરૂરી બને છે. કોઈપણ દિકરો હોય કે દિકરી બંનેને પોતાની રીતે સ્વતંત્ર જીવવાની અને નિર્ણય લેવાની છૂટ હોય છે. અમે તારી ઈચ્છાને માન આપીને તને ગર્લ્સ હોસ્ટેલમાં નહિ પણ આલગથી રૂમ રાખીને રહેવાની છૂટ આપી.

અમને ખબર છે કે તું અમારો ભરોસો ક્યારેય નહિ તોડે પણ આ જે લોકો હોય છે ને તેઓ સતત તારી મમ્મીને કોઈને કોઈ વાતે શિખામણ આપે છે અને તારી મમ્મીનો સ્વભાવ તો તને ખબર જ છે ને કેટલી ભાવુક છે એ તને લઈને. કોઈ તારી સામે આંગળી ચીંધે એ તેને પસંદ નથી અને એટલા માટે જ મારે આજે તને અમુક વાતો સમજાવવી છે. તું તો મારી સમજદાર દિકરી છે ને એટલે મારી કોઈ વાતનું ખોટું લગાડતી નહિ.

કાલે રાત્રે નિયમિત અમે ન્યુઝ ચેનલ પર સમાચાર જોતા હતા તેમાં બતાવતા હતા કે શહેરમાં જ્યાં માતા પિતા પોતાના બાળકોને હોંશે હોંશે ભણવા મુકે છે ત્યાં તો એ બાળકો એ માતા પિતાનો વિચાર કર્યા વગર એકબીજામાં ખોવાઈ જઈને ભણવા માટે કોલેજમાં જવાને બદલે બહાર મોલમાં ફરવા, પિકચરો જોવા અને ખરીદી કરવા પાછળ પોતાનો મહત્વનો સમય વિતાવતા હોય છે. એ સમાચાર જોઇને આજે સવારે શાક લેવા ગયેલ તારી મમ્મીને બાજુવાળા સવિતાબેન પૂછતાં હતા કે તમે પણ તમારી દિકરીને આ શહેરમાં જ ભણવા મૂકી છે ને? સંભાળજો હો.. વગેરે જેવી ઘણી બધી વાતો કહી. આ વાત તને એટલા માટે કહું છું કે તને આવા કોઈ મિત્રો મળે તો દિકરા જરા સંભાળજે.

તને ખબર છે થોડા દિવસ પહેલા જ અમે તને જયારે શહેરમાં મુકીને આવ્યા ને એના બીજા જ દિવસે આપણા ગામના પેલા કરશનભાઈ ખરાને તેમની દિકરી કે જે ૩ વર્ષ પહેલા શહેરમાં ભણવા માટે ગઈ હતી એ પરત આવી તેને જોઇને તો પહેલા કોઈ ઓળખી જ શક્યું નહિ કે આ કરશનભાઈની છોકરી છે. તને જાણીને નવાઈ લાગશે પણ તેના માટે બાજુના ગામના સરપંચના દિકરાનું માંગું આવ્યું હતું તો તેણે સરપંચ અને તેમના પરિવાર સામે જ લગ્ન નથી કરવા અને બીજી ઘણીબધી વાતો સંભળાવી અને ઘરની બહાર કાઢી મુક્યા બધાને. તેનો આ વ્યવહાર જોઇને બિચારા કરશનભાઈને તો આંચકો લાગ્યો. હવે તો એ બિચારા તેમની દિકરીની સામે કશું બોલી પણ નથી શકતા કારણકે જો એ કશું બોલવા જાય તો તરત પેલી તેમને સામે જવાબ આપે છે. કરશનભાઈની દિકરી તો પાંચ દિવસથી વધુ અહિયાં રહી પણ નહિ અને ફરી ક્યારેય પાછી આવીશ નહિ એવું તેના બાપને કહીને ચાલી ગઈ.

અમે તને સ્વતંત્ર બનાવવા માંગીએ છીએ પણ એટલી બધી પણ નહિ કે મારી નાનકડી પારેવડી મને આમ છોડીને ચાલી જાય. ના, બેટા તું એવું ના અનુભવતી કે હું તારી તુલના એ કરશનભાઈની દિકરી સાથે કરી રહી છું પણ આ વાત તો મારી અંદર જે એક ચિંતાતુર બાપ છે ને એ કરી રહ્યો છે. મને તારા પર પુરતો વિશ્વાસ છે અમારા સંસ્કાર પર ભરોસો છે કે તું અમને ક્યારેય નિરાશ કરીશ નહિ.

હમણાં ટીવીમાં એવા સમાચાર હતા કે કોઈ હોટલ પર પોલીસની રેડ પડી તો ત્યાંથી કેટલાય કોલેજના વિદ્યાર્થીઓ જોડીઓમાં ત્યાંથી પકડાયા. આવા સમાચાર વાંચીને મને તો કોઈ ફેર નથી પડ્યો પણ તારી મમ્મી બહુ ચિંતામાં રહે છે કે આપણી દિકરી તો ડાહી અને સમજદાર છે પણ ક્યાંક એ કોઈની વાતમાં આવી જશે કે કોઈ તેને ભોળવી દેશે તો આપણી દિકરીનું જીવન ખરાબ થઇ જશે. દિકરા તું ચિંતા કરતી નહિ અહિયાં તો મેં પાડોશી અને તારી મમ્મી બધાને બરાબર સમજાવી દીધા છે અને તારી મમ્મી સમજી પણ ગઈ છે. અમને તારા પર વિશ્વાસ છે દિકરા તને ભણાવવા અને અહિયાં પહોચાડવા માટે અમે ઘણીબધી મહેનત કરી છે. તું તો જાણે જ છે કે તારી અને લાલાના સારા ભવિષ્ય માટે તો આપણે હજી ઘર પણ લીધું નથી. બસ તમે તમારું ભવિષ્ય બનાવો તેનાથી વધારે અમારે કશું જ નથી જોઈતું.

દિકરી પત્ર મળે જવાબ જરૂર આપજે. અમે હંમેશા તારા નિર્ણયમાં તારી સાથે જ છીએ, તું કોઈપણ વાતની ચિંતા કરતી નહિ.

તારા વ્હાલા પપ્પા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here