ઘરમાં સુખ સમૃદ્ધિને ટકાવી રાખવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને ખાસ વાત જણાવી હતી…

0

દરેક વ્યક્તિ ઘરપરિવારમાં સુખશાંતિ માટે કેટલા પ્રયત્ન કરે છે પરિવારના સુખી જીવન માટે તે દરેક સંભવ પ્રયાસ કરે છે જેથી પરિવારમાં સુખશાંતિ હંમેશા બની રહે અને પરિવારને કોઈ પ્રકારની તકલીફનો સામનો ના કરવો પડે પરંતુ ના ઇચ્છવા છતાં પણ પરિવારમાં નાની મોટી ઘણી તકલીફો જોવા મળે છે પરંતુ તમે એ વાત જાણો છો કે એવી કઈ પાંચ વસ્તુ છે જે કરવાથી તમને બધું જ મળી શકે છે જે તમે ઇચ્છો છો? જી હા તમે સાચું સાંભળી રહ્યા છો ખરેખર મહાભારતમાં યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણ ને પૂછ્યું હતું કે ઘરમાં સુખસમૃધ્ધિ જાળવી રાખવા કઇ કઇ બાબતો નું ધ્યાન રાખવું જરૂરી છે? તો ભગવાન શ્રીકૃષ્ણે ઘણી વાતો જણાવી હતી તેમાંથી થોડીક વાતો આપને અહીં આપને જણાવવા જઇ રહ્યા છીએ.

ચાલો જાણીએ કે ઘરની સુખસમૃધ્ધિ કઈ પાંચ વસ્તુઓથી વધારી શકાય છે.

ઘરમાં ઘીનો દીવો કરવો:

જેમકે તમે જાણો છો કે ઘીનું સેવન કરવાથી શારીરિક શક્તિ મળે છે ઘીનું પોતાનુજ અલગ મહત્વ હોય છે જેનાથી શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે જો તમે તમારા ઘરમાં રોજ સાંજના સમયે ઘીનો દીવો કરશો તો તેનાથી ઘરમાં સુખસમૃદ્ધિ ટકી રહેશે.

પાણીનું મહત્વ:

જો આપણે વાસ્તુશાસ્ત્ર મુજબ જોયેતો ઘરમાં ચોખ્ખું પાણી રાખવાનું અલગ મહત્વ છે જ્યારે ઘરમાં મહેમાન આવે છે ત્યારે પેહલા તેમને પીવા માટે પાણી આપીએ છીએ. જો તમે આમ કરો છો તો કુંડળીમાં હાજર તમામ દોષ સમાપ્ત થઈ જાય છે.

ઘરમાં ચંદન રાખવું:

આપણે આપણા ઘરમાં હંમેશા ચંદન રાખવું જોઈએ ચંદનની સુગંધથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઘટી જાય છે કોઈપણ ધાર્મિક કાર્યમાં દેવિદેવતાઓની પૂજાપાઠમાં ચંદનની ઉપયોગ થાય છે. જો તમે ચંદનનું તિલક રોજ માથા પર કરવાથી મનને શાંતિ મળે છે.

વીણા:

માતા સરસ્વતીને બુદ્ધિ અને શિક્ષાની દેવી માનવામાં આવે છે તેઓને વીણા અત્યંત પ્રિય છે જો તમે તમારા ઘરમાં વીણા રાખો છો તો તેનાથી પરિવારના સદસ્યોની બુદ્ધિનો વિકાસ થાય છે તે સાથેજ મુસીબતના સમયે ધીરજ રાખવાની શક્તિ મળે છે.

મધ:

જો તમે તમારા ઘરમાં મધ રાખો છો તો તેનાથી ઘણા પ્રકારના દોષ શાંત થઈ જાય છે પૂજા પાઠમાં મધ દેવિદેવતાઓની અર્પણ કરવામાં આવે છે જે વ્યક્તિઓના ઘરમાં રોજ પૂજા થતી હોય તેવા લોકોના ઘરમાં મધ હંમેશા રાખવું જોઈએ.

ઉપરોક્ત પાંચ વાતો જે અમે તમને જણાવી તે બાબતો નું અનુસરણ કરવામાં આવે તો તમારા ઘર માંથી બધી આપત્તીઓ સમાપ્ત થઈ જશે જો તમે તમારા ઘરમાં સુખસમૃધ્ધિ વધારવા અને ટકાવી રાખવા ઈચ્છો તો ઉપરોક્ત ઉપાયને એક વાર અજમાવી શકો છો વિશ્વાસ રાખજો આ ઉપાયથી તમારા ઘરમાં સુખસમૃદ્ધિમાં જરૂરથી વધારો થશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here