ઘરમાં પૂજાઘર ક્યાં અને કઈ જગ્યાએ રાખવું, એનાં વિષે જાણો માહિતી …..

0

ભારતીય સંસ્કૃતિ નું એક સકારાત્મક સ્વરૂપ છે કે ઘર ગમે તેટલું નાનું કે મોટું હોય, પોતાનું હોય કે ભાડા નું હોય પણ દરેક ઘર માં મંદિર જરૂર હોય છે. કારણ કે અહી જ આપણે નતમસ્તક થઈએ છીએ. આથી ઘર માં પૂજાઘર નું સ્થાન ત્યાં જ હોવું જોઈએ જ્યાં વાસ્તુ સમ્મત હોય.આપણે જાણીએ છીએ કે આપણાં ઘર માં પૂજાઘર હોય છે. પરંતુ ક્યારેય વિચાર્યું છે કે ઘર માં પૂજાઘર ક્યાં હોવું જોઈએ. ચાલો તો આજે આપણે આ વિશે જાણીએ. વાસ્તુ માં કહ્યા પ્રમાણે પુજા સ્થાન ઈશાન એટલે કે ઉત્તર-પૂર્વ દિશા માં હોવું જોઈએ. આ દિશા માં પુજાઘર હોવા થી ઘર માં અને તેમાં રહેવા વાળા બધા લોકો ઉપર સકારાત્મક ઉર્જા નો સંચાર હંમેશા બની રહે છે. આમ વાસ્તુ ની વિરુધ્ધ પૂજાઘર હોય તો પુજા કરતી વખતે મન એકાગ્ર થતું નથી અને આર્થિક લાભ મળતો નથી.

ઘરના પૂજાઘરનું સ્થાન ઈશાન કોણમાં જ કેમ?વાસ્તુશાસ્ત્ર ના પુજા માટે ઘર માં સ્થાન ઈશાન કોણ માં બતાવ્યુ છે. કારણ કે આ દિશા માં ઈશ એટલે કે ભગવાન નો વાસ હોય છે તથા ઈશાન ખૂણા ના ગુરુ બૃહસ્પતિ ગ્રહ છે, જે આધ્યાત્મિક જ્ઞાન ના ગુરુ છે, આમ સકારાત્મક ઉર્જા નો સંચાર પણ આ દિશા માં થાય છે. જ્યારે સર્વ પ્રથમ વાસ્તુ પુરુષ ધરતી પર આવ્યા ત્યારે તેમનું શીર્ષ ઉત્તર-પૂર્વ દિશા માં જ હોવા ને કારણે આ સ્થાન ઉત્તમ ગણાય છે.

પૂજાઘર માટે ઉપયોગી વાતો ઘર માં કુળદેવતા નું ચિત્ર હોવું શુભ છે, જેને પૂર્વ અથવા ઉત્તર ની દીવાલ પર રાખવું શ્રેષ્ટકર છે. પૂજાઘર નું દ્રાર ટીન કે લોખંડ નું ના હોવું જોઈએ,
પુજાઘર ઘર ની અંદર શૌચાલય ની બાજુ માં કે ઉપર કે નીચે ન હોવું જોઈએ. પૂજાઘર શયનકક્ષ માં હોવું ન જોઈએ.ઘર માં બે શિવલિંગ, ત્રણ ગણેશ, બે સૂર્ય-પ્રતિમા, ત્રણ દેવી પ્રતિમા, બે દ્રારકા ના ચક્ર (ગોમતી ચક્ર) અને બે શાલિગ્રામ નું પૂજન કરવા થી ગૃહસ્વામી ને અશાંતિ પ્રાપ્ત થાય છે.

પૂજાઘર નો રંગ સફેદ અથવા આછો ક્રીમ રંગ હોવો જોઈએ. ભૂલ થી પણ ભગવાન ની મુર્તિ કે ચિત્ર ને વગેરે ને નૈઋત્ય કોણ માં ન રાખવી, જેનાથી બનતા કાર્યો માં અડચણ આવશે.

પુજા સ્થાન માટે ભગવાન ને માટે ઉત્તર-પૂર્વ ખૂણો સૌથી ઉત્તમ હોય છે. પૂજાઘર ની ભૂમિ ઉત્તર-પૂર્વ માં નમેલી અને દક્ષિણ-પશ્ચિમ માં ઊચી હોવી જોઈએ, આકાર માં ચોરસ જે ગોળ હોય તો ઉત્તમ છે.મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા તે દેવતા ના પ્રમુખ દિવસ માં જ કરવી અથવા જ્યારે ચંદ્ર પૂર્ણ હોય ત્યારે અર્થાત 5,10, 15 તિથી એ જ મુર્તિ ની પ્રાણ-પ્રતિષ્ઠા કરવી.

શયનકક્ષ માં પુજા નું સ્થાન ના રાખવું પણ ઘર નાનું હોય અને શયનકક્ષ માં પૂજાઘર રાખવું પડે, તો મંદિર ની ચારે બાજુ પડદા રાખી દેવા. આ સિવાય શયનકક્ષ માં મંદિર ઉત્તર-પૂર્વ દિશા માં રાખવું.

બ્રહ્મા, વિષ્ણુ, શિવ, સૂર્ય અને કાર્તિકેય, ગણેશ, દુર્ગા ની મૂર્તિઓ ના મુખ પશ્ચિમ દિશા તરફ રાખવું અને કુબેર, ભૈરવ નું મુખ દક્ષિણ તરફ અને હનુમાનજી નું મુખ દક્ષિણ અથવા નૈઋત્ય માં રાખવું.

ઉગ્ર દેવતા (જેમ કે કાળી) ની સ્થાપના ઘર માં ના કરવી. ઘર માં દાદરા ની નીચે પૂજાઘર ના બનાવવું જોઈએ. રસોઈઘર, શૌચાલય અને પૂજાઘર એકબીજા ની પાસે ના બનાવવા.

પૂજાઘર માં મૃતાત્માઓ ના ચિત્ર વર્જિત છે. કોઈપણ દેવતા ની તૂટેલી-ફૂટેલી મુર્તિ કે ચિત્ર રાખવું નહીં. મંદિર ને રસોઈઘર માં બનાવવું પણ વાસ્તુ ના હિસાબે ઉચિત નથી.

જો મંદિર માં એક જ ભગવાન ની બે મુર્તિ હોય તો તેને એકબીજા ની સામસામી રાખવી નહીં. ભગવાન ની મૂર્તિઓ ને એકબીજા થી ઓછા માં ઓછી 1 ઈંચ ના અંતરે રાખવી.

એક જ ઘર માં ઘણા મંદિર ના બનાવો. આમ કરવા થી ઘર માં માનસિક, શારીરિક અને આર્થિક સમસ્યાઓ નો સામનો કરવો પડે છે.

આમ ઘર બનાવતી વખતે એ ધ્યાન રાખવું જોઈએ કે વાસ્તુ માં કહ્યા પ્રમાણે મંદિર નું સ્થાન ક્યાં રાખવું. તમારું ઘર ભલે ગમે તે દિશા માં હોય પરંતુ પુજા ઘર માટે ઈશાન કોણ જ ઉત્તમ છે. આ દિશા માં મંદિર હોવાથી જ્ઞાન વધે છે. અને પુજા કરતી વખતે મુખ હંમેશા પૂર્વ દિશા માં રાખવું. આમ કરવા થી ઘર માં ધન-સમૃધ્ધિ નો વાસ થાય છે.

લેખન. સંકલન : માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here