ઘરે થી નીકળતા પહેલા જાપ કરો આ મંત્રનો, કોઈ તમારો વાળ પણ વાંકો નહિ કરી શકે અને મળશે સફળતા..

0

તમે ઘણીવાર અનેક વાહન પર કોઈને કોઈ મંત્ર લખેલા જોયા જ હશે. આપણે આપણા સામાન્ય જીવનમાં પણ દરરોજ અનેક લોકો મંત્રના જાપ કરતા હોઈએ છીએ. માનવામાં આવે છે કે એક તરફ જ્યાં મંત્રો એ આપણને સિદ્ધી પણ આપે છે અને સાથે સાથે તે આપણી રક્ષા પણ કરે છે.

મંત્રોની બાબતમાં એક વિદ્વાન પંડિતનું કહેવું છે કે રામરક્ષામંત્ર એ પોતાની અંદર જ એક રક્ષા કવચ છે. પણ આમાં બીજા ઘણા બધા શ્લોક આવેલ છે. વિદ્વાનોનું કહેવું છે કે પ્રભુ શ્રીરામના એવા ઘણા મંત્રો છે જેના જાપ કરવાથી ભક્તની મનોકામના પૂર્ણ થઇ શકે છે. ધ્યાન ફક્ત એક જ વાતની રાખવાની છે કે એ મંત્રનું જાપ કરો ત્યારે મન સ્વચ્છ અને શાંત હોવું જોઈએ. રામમંત્રમાં એક મંત્ર એવો છે જેના જાપ કરવાથી ટ્રાવેલ દરમિયાન કે પછી મુસાફરી સમયે થશે તમારી રક્ષા.

આ મંત્ર અંતર્ગત તમારે આ મંત્ર એ તમારા વાહન પર લખાવવાનો છે. આમ કરવાથી યાત્રા દરમિયાન તમારી રક્ષા થશે. આ મંત્ર એ યાત્રા દરમિયાન ગેરંટીથી રક્ષા કરશે.

આ સિવાય તમે જયારે પણ ઘરની બહાર ક્યાંક જવા માટે નીકળો તો પહેલા અહિયાં જણાવેલ મંત્રનો જાપ કરો. આમ કરવાથી તમે સુરક્ષિત તમારા સ્થાન પર પહોચી શકશો.

મંત્ર.

प्रबिसि नगर कीजे सब काजा।
हृदयँ राखि कोसलपुर राजा॥

આ મંત્રનો અર્થ : અયોધ્યાપૂરીના રાજા શ્રી રઘુનાથજીને હૃદયમાં રાખીને નગરમાં પ્રવેશ કરીને કામ કરો. આના માટે જેર એ અમૃત થઇ જશે. શત્રુ એ મિત્ર બની જશે. સમુદ્ર એ ગાયના દૂધ સમાન બની જશે. અગ્નિમાં ઠંડક આવી જશે. ભગવાન રામનો આ મંત્ર એ સુરક્ષા કવચથી ઓછો નથી.

સફળતા માટેનો અદ્ભુત મંત્ર.

એટલું જ નહી જ્યારે તમે કોઈ મહત્વના કામ માટે બહાર જતા હોવ છો ત્યારે આપણા મનમાં ઘણીબધી શંકાઓ આવતી હોય છે. ઘણીવાર એવું થતું હોય છે કે એ કામમાં આપણને સફળતા મળશે કે નહિ અથવા તો તે કામમાં કોઈ બાધા તો નહિ આવે ને? આવી શંકાના નિરાકરણ માટે અને કામમાં સફળતા પામવા માટે અહિયાં નીચે જણાવેલ મંત્રનું જાપ કરવું જોઈએ. આમ કરવાથી તમને તમારા કામમાં સફળતા મળશે.

મંત્ર.

राम लक्ष्मणौ सीता च सुग्रीवों हनुमान कपि।
पञ्चैतान स्मरतौ नित्यं महाबाधा प्रमुच्यते।।

જયારે પણ તમે ઘરથી કોઈ વિશેષ કામ માટે બહાર જાવ ત્યારે બહાર નીકળતા પહેલા ભગવાન શ્રીરામના ફોટો સામે આ મંત્રનો જાપ કરવાનો રહેશે. આ કર્યા પછી જ તમારે ઘરની બહાર નીકળશો તો તમારા કામમાં કોઈપણ પ્રકારની બાધા આવશે નહિ અને તમને સફળતા જરૂર મળશે.

સફળતા માટે ચોપાઈ પણ કરી શકો છો.

ઘણા લોકો એવા પણ હશે જેઓ મહેનત પણ પૂરી કરે છે અને પોતાનું ૧૦૦ ટકા આપે છે અને આટલું બધું કરવા છતાં પણ તેમને સફળતા મળતી નથી તો એવા લોકો માટે અહિયાં એક ચોપાઈ આપેલ છે તે એ કરવાથી તમારું બગડતું કામ બની જશે. આ ચોપાઈ એ સુંદરકાંડમાં પણ જણાવેલ છે.

प्रबिसि नगर कीजे सब काजा, हृदयँ राखि कोसलपुर राजा॥
गरल सुधा रिपु करहिं मिताई। गोपद सिंधु अनल सितलाई॥

આ મંત્રનો અર્થ.

કોઈપણ કાર્ય કરતા પહેલા પ્રભુ શ્રીરામનું સ્મરણ કરવાથી તમને એ કામમાં સફળતા જરૂર મળશે. જે પણ વ્યક્તિ આ ચોપાઈ કરે છે તેમના માટે જેર એ અમૃત થઇ જશે. શત્રુ એ મિત્ર બની જશે. સમુદ્ર એ ગાયના દૂધ સમાન બની જશે. અગ્નિમાં ઠંડક આવી જશે.

આ છે માન્યતા.

એવી માન્યતા છે કે જયારે હનુમાનજી એ લંકામાં માતા સીતા ની તપાસ કરવા માટે જાય છે ત્યારે સફળતા માટે તેમના મનમાં શંકા આવે છે. ત્યારે તેઓ એ પ્રભુ શ્રીરામનું સ્મરણ કરે છે અને પછી લંકામાં પ્રવેશ કરે છે. ત્યારબાદ તેમને પોતાના કામમાં સફળતા મળે છે.

એવું પણ માનવામાં આવે છે કે જયારે પણ કોઈ કામ કરવા માટે કે પછી કોઈ જગ્યાએ નોકરી માટે ઈન્ટરવ્યૂ આપવા જાવ છો ત્યારે તમારે આ ચોપાઈ બોલવી કે પછી પ્રભુ શ્રીરામનું સ્મરણ કરવું આમ કરવાથી તમને તમારા કામમાં સફળતા જરૂર મળશે.

રામચરિતમાનસની રચના એ તુલસીદાસે મહર્ષિ વાલ્મીકિ દ્વારા રચવામાં આવેલ રામાયણ પ્રમાણે જ કરવામાં આવી હતી. સુંદરકાંડ એ રામચરિતમાનસનું પાંચમું સોપાન છે. આમાં હનુમાનજીના ગુણો અને તેમના યશની વાતો કરવામાં આવી છે.

રામરક્ષા સ્ત્રોત.

રામરક્ષા સ્ત્રોતમાં સુરક્ષા અને સફળતા માટેના ઘણા બધા મંત્રો આપેલ છે. જાણકારોનું કહેવું છે કે આ એક સંપૂર્ણ રક્ષા કવચ છે. જે વ્યક્તિની દરેક જગ્યાએ અને દરેક પરીક્ષામાં મદદ કરે છે. વાત એવી પણ છે કે તમારે આ મંત્ર અને જાપ એ મોઢે કરી લેવા જોઈએ. આ જાપ કરવાનો ફક્ત એક જ નિયમ છે. જયારે પણ તમે મંત્ર જાપ કે પૂજા પાઠ કરો ત્યારે તમારા મનમાં સંપૂર્ણ શાંતિ અને શ્રદ્ધા હોવી જોઈએ. જયારે તમે દરરોજ આ એક કામ કરશો તો તમને તમારા દરેક કામમાં સફળતા મળશે અને તમારી રક્ષા થશે દરેક મુસીબતથી.

તમારા બીજા મિત્રો સાથે આ માહિતી અચૂક શેર કરજો. આપનો સમય શુભ રહે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here