ઘરે થી નીકળવા પર કરો આ ‘રામ મંત્ર’ નો જાપ, સફળ થશે દરેક કામ…..

0

મોટાભાગે વાહનો પર ભગવાન રામનો એક મંત્ર લખેલો હોય છે. આ મંત્ર વાહન થી યાત્રા કરવાના સમયે તમારી રક્ષા ની ગેરંટી આપે છે.જયારે પણ ઘરની બહાર નીકળો તો આ મંત્ર નો આપ જરૂર કરો.મંત્ર-

प्रबिसि नगर कीजे सब काजा।
हृदयँ राखि कोसलपुर राजा॥

આ મંત્ર નો એ અર્થ છે કે- અયોધ્યા પુરી ના રાજા શ્રી રઘુનાથજી ને હૃદય માં રાખીને નગરમાં પ્રવેશ કરીને દરેક કામ કરો. તેના માટે વિષ અમૃત બની જાય છે, શત્રુ મિત્રતા કરવા લાગે છે, સમુદ્ર પણ ગાયના સમાન બની જાય છે,અગ્નિમાં શીતળતા આવી જાય છે. ભગવાન રામનો આ મંત્ર કોઈ સુરક્ષા કવચ થી ઓછો નથી.
સાથે જ જયારે તમે કોઈ વિશેષ કાર્ય માટે ક્યાંય પણ જાવ છો તો તમારા મનમાં એ શંકા અવશ્ય રહે છે કે તમને કાર્યમાં સફળતા મળશે કે નહિ. કાર્યમાં સફળતા મળવામાં ક્યાંક કોઈ બાધા તો નહિ આવે ને. આ શંકા ના નિવારણ માટે તથા કાર્ય માં સફળતા મેળવવા માટે નીચે આપેલા મંત્ર નો જાપ કરશો તો દરેક પ્રકારની બાધાઓ નો નાશ થઇ જાય છે અને કાર્ય માં સફળતા અવશ્ય મળે છે.
મંત્ર-

राम लक्ष्मणौ सीता च सुग्रीवों हनुमान कपि।
पञ्चैतान स्मरतौ नित्यं महाबाधा प्रमुच्यते।।

જ્યારે પણ તમે ઘરેથી કોઈ વિશેષ કાર્ય માટે બહાર નીકળો તો સૌથી પહેલા ભગવાન શ્રી રામના ચિત્ર ના સમક્ષ આ મંત્ર નો જાપ મન માં ને મન માં જ કરો. તેના પછી ઘરે થી નીકળવા પર એક પણ કામમાં બાધા નહીં આવે અને તમારા કાર્યમાં પણ સફળતા મળશે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here