પરિવાર ના વિરુદ્ધ ઘરે થી ભાગીને આ 5 અભિનેતાઓ એ કર્યા હતા લગ્ન, એકે તો સિંદૂર ની જગ્યા એ લિપસ્ટિક નો કર્યો હતો ઉપીયોગ…

0

બૉલીવુડ માં વર્ષ 2017 અને 2018 લગ્ન થી ભર્યું રહ્યું હતું અને હવે એ પણ ખબર છે આ નવા વર્ષ 2019 માં ઘણા સિતારાઓ લગ્ન ના બંધન ના બંધાઈ શકે તેમ છે. આ લગ્ન ને જોઈને એજ લાગે છે કે જયારે બે લોકો એક બીજાને સાચો પ્રેમ કરતા હોય છે તો તેઓ પુરા સામાજિક રીતિ-રિવાજો થી લગ્ન કરી જ લેતા હોય છે અને કોઈને કોઈ વાતની તકલીફ પણ નથી થાતી. જો કે બૉલીવુડ માં ઘણા એવા સિતારાઓ છે જેઓએ પોતાના પરિવાર ની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા છે અને તેઓના લગ્ન ની સ્ટાઇલ પણ એકદમ ફિલ્મી જ રહી છે.

1. આમિર ખાન-રીના:
કિરણ રાવ સાથે લગ્ન કરતા પહેલા રીના તેની પત્ની હતી, બન્ને ની લવસ્ટોરી અને લગ્ન એકદમ ફિલ્મી જ હતા. આમિર ખાન અને રીના એકબીજાના પાડોશી હતા. આમિર મુસ્લિમ હતા અને રીના હિન્દૂ, એવામાં બન્ને જાણતા હતા કે બંને ની લગ્ન થવા મુશ્કિલ છે. એવામાં 21 વર્ષના આમિર ખાને પોતાના પરિવાર ને જાણ કર્યા વગર જ ચુપચાપ લગ્ન કરી લીધા હતા. રીના તે સમયે સ્કૂલ જાતિ હતી બંને એ એકબીજાના પરિવાર ને જાણ કર્યા વગર જ લગ્ન કરી લીધા હતા. જો કે અમુક સમય પછી તેઓના છૂટાછેડા થઇ ગયા હતા અને પછી તેમણે કિરણ રાવ સાથે લગ્ન કરી લીધા.

2. શક્તિ કપૂર-શિવાંગી:ફિલ્મોમાં મોટાભાગે વિલેન નો રોલ કરનારા શક્તિ કપૂર પોતાના પત્ની ના પરિવાર માટે વિલેન જ સાબિત થયા હતા. અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરી ની બહેન શિવાંગી ને જોતા જ શક્તિ કપૂર તેના પ્રેમ માં પડી ગયા અને પછી બંને એ લગ્ન કરવાનો નિર્ણય લઇ લીધો.બંને ની પહેલી મુલાકાત ફિલ્મ કિસ્મત દ્વારા થઈ હતી. શિવાંગી ના પરિવાર ના લોકો આ લગ્ન થી ખુશ ન હતા અને જેને લીધે બંને એ ભાગીને લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. તેના પછી બંને એ વર્ષ 1982 માં લગ્ન કરી લીધા.શિવાંગી લગ્ન ના સમયે માત્ર 18 વર્ષ ની જ હતી.

3. શમ્મી કપૂર-ગીતા બાલી:ભાગીને લગ્ન કરવાની લિસ્ટ માં કપૂર પરિવાર પણ કઈ પાછળ નથી. શમ્મી કપૂર એ પણ પોતાના પરિવાર થી છુપાઈને અભિનેત્રી ગીતા બાલી સાથે લગ્ન કર્યા હતા. જે સમયે શમ્મી અને ગીતા એક બીજાના પ્રેમ માં પડ્યા ત્યારે ગીતા એક સફળ અભિનેત્રી હતી અને શમ્મી તે સમયે સ્ટ્રગલ કરી રહયા હતા. આ સિવાય ગીતા શમ્મી કરતા એક વર્ષ મોટા હતા. જો કે આ બધાથી દૂર બંને એ લગ્ન કરવાનો નિર્ણય લીધો અને જૉની વૉકર એ આ કામમાં તેઓની મદદ કરી હતી. લગ્ન ના સમયે શમ્મી ની પાસે સિંદુર ન હતું તો ગીતા બાલી ની લિપસ્ટિક થી જ તેમણે ગીતા ને સેંથો પુરી દીધો.

4. શશિ-જેનિફર:કપૂર ખાનદાન ના ડેરિંગ બાજ માત્ર શમ્મી કપૂર જ નહિ પણ શશિ કપૂર પણ હતા. શશિ ને પોતાનાથી ત્રણ વર્ષ મોટી જેનિફર સાથે પ્રેમ થઇ ગયો હતો. લગ્ન ના સમયે શશિ 20 વર્ષના હતા જ્યારે જેનિફર 23 વર્ષ ની હતી. શશિ સિંગાપુર માં એક નાટક જોવા માટે ગયા હતા ત્યારે જ તેની મુલાકાત જેનિફર સાથે થઇ હતી. બંને ને પ્રેમ થઇ ગયો અને લગ્ન કરવાનો નિર્ણય લઇ લીધો. બંને એ પિરવાર ના વિરુદ્ધ વર્ષ 1958 માં લગ્ન કર્યા હતા.

5. જીતેન્દ્ર-શોભા:એક જમાનાના બૉલીવુડ ના હેન્ડસમ અભિનેતા જીતેન્દ્ર એ પણ શોભા સાથે ભાગીને લગ્ન કર્યા હતા. જીતેન્દ્ર ને પોતાના બાળપણ ની મિત્ર એન એયર હોસ્ટેજ શોભા સાથે પ્રેમ થઇ ગયો હતો. શોભા અને જીતેન્દ્ર ની મુલાકાત 14 વર્ષ ની ઉંમરે જ થઇ હતી ત્યારે જીતેન્દ્ર ને બૉલીવુડ માં કોઈ ઓળખતું પણ ન હતું. જો કે જયારે જીતેન્દ્ર પોતાનું કેરિયર બનાવી રહ્યા હતા ત્યારે તેનું નામ જયાં પ્રદા અને હેમા માલિની સાથે પણ જોડાયું થતું, હેમા માલિની સાથે તો તેના લગ્ન ની ખબરો પણ આવી હતી પણ આ વચ્ચે ધર્મેન્દ્ર બાજી મારી ગયા અને આખરે જીતેન્દ્ર એ શોભા સાથે પરિવાર ના વિરુદ્ધ જઈને લગ્ન કરી લીધા.

Author: GujjuRocks Team (કુલદીપસિંહ જાડેજા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here