ઘરે જ તૈયાર કરો હૃદયની બીમારીની દવા, નહિ આવે હાર્ટ એટેક, નહિ કરાવવું પડે કોઈ ઓપરેશન….

0

જે મિત્રો પોતાના ઘરે થી કામ અને નોકરીના કારણે દુર રહે છે અને ઘરનું ખાવાનું ના મળવાને કારણે તેઓ બહારનું ખાવાનું ખાય છે તેવા લોકોને હૃદયની બીમારી થવાના ચાન્સ વધી જાય છે. અને આજની બધાની લાઈફસ્ટાઈલ એટલી બધી બદલાઈ ગઈ છે અને અવાર નવાર અનેક બીમારીઓનું નિવારણ નીકળતું જ જાય છે એટલા માટે લોકો પોતાના સ્વાસ્થ્ય પર્ત્યે બેદરકાર થઇ ગયા છે. ખાસ કરીને આજના યુવાન મિત્રો કે જેમને આજે અવનવું અને નવીન ફૂડ ખાવાનો શોખ વધારે છે તેવા લોકો અવારનવાર પોતાનો આ શોખ પૂર્ણ કરવા માટે બહાર જમી લેતા હોય છે. પણ તેઓ એ નથી જાણતા કે આ બહારનું ખાવાનું કેટલું ખતરનાક હોઈ શકે.

મોટાભાગની હોટલો અને ખુલ્લી જગ્યાઓ પર મળતું ભોજન એ જે તેલમાં અને મસાલાના ઉપયોગથી બનાવવામાં આવે છે એ વસ્તુઓની ક્વોલિટી બહુ ખરાબ હોય છે. ઘણી જગ્યાએ એકનું એક તેલ ૩ થી ૪ વાર વપરાશમાં લેવાતું હોય છે. હવે તમે જ્યાં બહાર જમવા જાવ છો ત્યાના રસોડામાં કેવું ખાવાનું બને છે કોણ તેને કેવીરીતે બનાવી છે એ આપણે કોઈ જાણતા નથી. હવે આવું ખાવાનું ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકશાન તો થશે જ સાથે સાથે તમને હૃદયની અનેક બીમારીઓ થવાના ચાન્સ પણ વધી જાય છે.

આવું ખાવાનું એ આપણા લોહીમાં રહેલ જેરીલા પદાર્થનું પ્રમાણ વધારે છે. ધીરે ધીરે આ જેરીલા પદાર્થ એ લોહીમાં ધક્કાનું કામ કરે છે લાંબા સમય પછી આના લીધે નળીમાં બ્લોકેજ થવાનું શરુ થાય છે. આજ કારણથી હૃદય સુધી લોહી બરોબર પહોચતું નથી અને તેના કારણે હાર્ટએટેક થવાના ચાન્સ વધી જાય છે. આમ તો આવા કેસમાં દવાઓ અને સર્જરી થઇ શકે છે પણ જો તમને ઘરે બેઠા જ અને એકદમ સસ્તી એ પણ તમે જાતે જ બનાવી શકો છો. આ દવાનું નિયમિત સેવન કરવાથી ભવિષ્યમાં કોઈપણ પ્રકારની હૃદયની બીમારી થતી નથી.

આ દવાની સૌથી સારી વાત એ છે કે આ દવા એ કોઈપણ લઇ શકે છે જે મિત્રોને હૃદયની તકલીફ હોય એ તો આ દવા ખાસ લેવાનું રાખે પણ જે મિત્રોને હ્રદયની કોઈપણ બીમારી નથી તેઓ પણ ભવિષ્યમાં કોઈપણ પ્રકારની તકલીફ ના થાય તેના માટે તેવો પણ આ દવાનો ઉપયોગ કરી શકે છે. આ દવા એ બીપી પણ કંટ્રોલમાં રાખે છે. કોઈપણ પ્રકારના ઇન્ફેકશનને શરીરમાં ફેલાવા દેતી નથી. આ દવાનું નિયમિત સેવન કરવાથી લીવર પણ સાફ થતું રહે છે. હાર્ટ ફેઈલ થવાના ચાન્સ એકદમ નહીવત્ત થઇ જાય છે. આ દવા ઘણા હાર્ટના ડોકટરોએ પણ અજમાવી છે. આ દવાએ ઘરગથ્થું વસ્તુઓથી જ બને છે એટલે શરીરને કોઈપણ પ્રકારનું નુકશાન થતું નથી.

હવે આપણે શીખી લઈએ કે કેવીરીતે બનાવીશું આ દવા.

આ દવા બનાવવા માટે ૧૫ લીંબુ, ૪૦૦ ગ્રામ ઘઉં, ૧૨ કળી લસણ, ૪૦૦ ગ્રામ અખરોટ અને એક કિલો મધ આટલી વસ્તુઓ સૌપ્રથમ તૈયાર કરી લેવી. હવે જોઈએ કેવીરીતે બનાવશો આ દવા. સૌથી પહેલા એક સાફ વાસણમાં ચોખ્ખા પાણીમાં પલાળવા, ૧૦ થી ૧૨ કલાક પછી એ ઘઉંને બરાબર ધોઈને પાણી નીતારી લો. એક દિવસ પછી જયારે ઘઉંમાં જયારે અંકુર ફૂટે ત્યારે એમાં લસણ, અખરોટ અને ૫ લીંબુ જે છાલ સાથે હોવા જોઈએ આ બધું મીક્ષરમાં ક્રશ કરી લો. પેસ્ટ તૈયાર થઇ જાય આમાં બચેલા ૧૦ લીંબુના રસને ઉમેરો અને તેમાં મધ પણ મિક્સ કરી દો. આ મિશ્રણને કાચની બરણીમાં ભરીને ફ્રીઝરમાં મૂકી દો.

હવે તમને જણાવી દઈએ કે આ દવાનો ઉપયોગ કેવીરીતે કરશો. જયારે પણ તમે જમવા બેસો તેના અડધા કલાક પહેલા દિવસમાં ૩ વાર આ દવાનો ઉપયોગ કરવો. આ ઘરગથ્થું દવા એ તમારી દરેક નસો ખોલી નાખશે આની સાથે તે તમારા હૃદયના બ્લોકેજ ખુલી જશે. આ દવાના નિયમિત ઉપયોગથી તમને તમારા શરીરમાં પોઝીટીવ એનર્જી મળશે. હૃદય રોગ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલમાં પણ રાહત રહેશે. આ દવાથી શરીરમાં કોઈપણ જગ્યાએ જો ટ્યુમર હશે તો તેની પણ અસર ઓછી થઇ જશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here