ઘરે બેઠા બનાવો મચ્છર ભગાડવાનું સસ્તું મશીન, જોઇશે ફક્ત કોલ્ડડ્રીંક્સની બોટલ…જરૂરી જાણકારી મેળવો

0

શિયાળામાં ઠંડીની વધવાની સાથે મચ્છર પણ વધી રહ્યા છે. આજકાલ દરેકના ઘર કે ઓફિસની આસપાસ કોઈને કોઈ કામ ચાલતું જ હોય છે જેના લીધે ગંદકી થઇ હોય છે અને મચ્છરનો ઉપદ્રવ પણ વધતો હોય છે. મચ્છરથી અનેક રોગ ડેન્ગ્યું, મલેરિયા અને ચીકનગુનિયા જેવી જીવલેણ બીમારીઓ થતી હોય છે. આમ તો મચ્છર ભગાડવાના અને મારવાના અનેક ઉપાય છે અને માર્કેટમાં પણ અનેક પ્રોડક્ટ્સ મળે છે તેની મદદથી મચ્છરથી છુટકારો મળી શકે છે. પણ એ બધી પ્રોડક્ટ્સમાં રહેલ કેમિકલથી તમારું સ્વાસ્થ્ય તો ખરાબ થઇ જ શકે છે પણ તમારા બજેટની બહાર પણ જઈ શકે છે. એટલે આજે અમે તમારી માટે એક એવું સેટિંગ કે જેની મદદથી તમે ઘરે બેઠા જ મચ્છર ભગાડવા માટેનું મશીન બનાવી શકશો. આના માટે તમારે બહુ ખર્ચો પણ કરવાનો નથી. આવો તમને જણાવીએ કે કેવીરીતે તમે આ મશીન બનાવી શકશો.

જો તમે દર મહિનાની મચ્છર ભગાડવાની પ્રોડક્ટ્સનો એક વર્ષના ખર્ચનો હિસાબ કરશો તો તે રકમ ઘણી મોટી આવશે. પણ આજે અમે તમને એક એવું મશીન બનાવતા શીખવશું જેનાથી તમે મફતના ભાવે મચ્છર ભગાવી શકશો. આના માટે તમારા ઘરમાં બેકાર પડી રહેલ વસ્તુથી બની શકશે. આ મશીનને બનાવવા માટે તમારે જરૂરત પડશે કોલ્ડડ્રિંકની એક ખાલી બોટલ. આ ઉપયોગ જાણીને હવે તમે ક્યારેય બોટલ ફેંકશો નહિ. ખાલી બોટલથી તમે તમારા આખા ઘરના મચ્છર ભગાવી શકશો એટલે હવે તમારે મોંઘી મોંઘી પ્રોડક્ટ્સ ખરીદવાની જરૂરત નથી. આ ઉપાય બહુ મોંઘો પણ નથી એટલે કોઈપણ વ્યક્તિ આનો ઉપયોગ કરી શકશે.

મોસ્કીટો ટ્રેપ એવું નામ આપણે આ મશીનનું રાખીશું. આ રીત જાણીને તમે તો ઉપયોગ જરૂર કરજો અને તમારા મિત્રો કે બીજા જે પણ લોકો મચ્છરથી પરેશાન હોય તેમને પણ આ લિંક આપજો અને તેમને પણ આ ઉપાય અજમાવી જોવાનું કહેજો. આના માટે તમને જોઇશે ઘરમાં રહેલ ૨.૫ લીટરની બોટલ, ૫૦૦ ml પાણી, અડધી ચમચી મધ, પહોળી સેલોટેપ, બ્રાઉન સુગર, કાતર અથવા પેપર નાઈફ. આ મશીન સેટિંગમાં બોટલમાં એક એવું લીક્વીડ તૈયાર થશે જેનાથી મચ્છર જાતે જ આમાં આવશે અને ફસાઈ જશે. તમારે એકવાર આ ઉપાય જરૂર ટ્રાય કરવો જોઈએ.

તમારે સૌથી પહેલા ફોટોમાં બતાવ્યા પ્રમાણે બોટલને કાપવાની રહેશે. હવે એ નીચેના અડધા ભાગમાં ૫૦૦ ml પાણી લેવાનું રહેશે. એ પાણીમાં ૨ ચમચી બ્રાઉન સુગર ઉમેરવાની રહેશે તેને હલાવી દેવું, પાણીનો રંગ બ્રાઉન થશે. પછી એ પાણીમાં અડધી ચમચી મધ ઉમેરવાનું રહેશે. પછી એ ચમચીને પેલી પાણી માં ડુબાડીને જે બોટલનો ઉપરનો ભાગ બચ્યો હતો તેની પણ અંદર અને બહાર એ પાણી લગાવવાનું રહેશે. પછી ફોટોમાં બતાવ્યા પ્રમાણે કાપેલા ઉપરના ભાગને પાણી ભરેલા ભાગમાં ઊંધું રાખો એવીરીતે કે બોટલની ઢાંકણા વાળો ભાગ અંદર રહેવો જોઈએ, પછી ઉપરની બાજુ બંને તરફ સેલોટેપ લગાવીને બંને ભાગને ભેગા કરી દો જેથી અલગ ના થઈ શકે. બસ હવે તૈયાર છે તમારું મચ્છર ભગાડવાનું અને મારવાનું સસ્તું અને સારું મશીન. તો બનાવો અને ઘર અને ઓફિસમાં જ્યાં પણ મચ્છરનો ઉપદ્રવ હોય ત્યાં ઉપયોગ કરો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here