ઘર વહેંચીને પતિ-પત્નીએ શરુ કર્યું સ્ટાર્ટઅપ, પોતાના ઉત્પાદનથી ભારત સહીત અન્ય દેશોમાં પણ મચાવી ધૂમ….


હર સમય જ્યારે કોઈ વિદેશ જતું હોય તો ત્યારે તે પોતાના પરિચિતો અને પરિવાર માટે ત્યાંથી કઈક ને કઈક સ્મૃતિ ચિન્હ કે ઉપહાર, જેવા આકર્ષક ફ્રીજ મેગ્નેટ વગેરે લાવતા જ હોય છે. પણ શું આપણને ભારતમાં આવા આકર્ષક ઉત્પાદક જોવા મળે છે? આ જ ખોટ પૂરી કરવા માટે ચુંબકનો જન્મ થયો. વાસ્તવમાં આ ઉપહાર એક પ્રકારનું શક્તિ શાળી અવલોકન છે અને વિશાળ ભારત બજારનું એક નવું ઉભરાતું બીઝનેસ છે અને આ બિઝનેસની પહેલ કરનારી ‘શ્રેય શુભ્રા ચડ્ડા’ છે.

શુભ્રા અને તેના પતિ વિવેક પોતાની નોકરીમાં ખુબ શુકુનવાળી જિંદગી જીવી રહ્યા હતા. પણ જયારે આ વિચાર તેના મગજ પર આવીને બોલવા લાગ્યો ત્યારે તેણે પોતાના પતી સાથે મળીને આ મામલા પર વિચાર કર્યો અને તે તરતજ રાજી થઇ ગયો. અમુક દિવસો સુધી શોધ કર્યા બાદ તેઓએ આ આઈડિયા પર કામ કરવાનું નક્કી કરી લીધું.

પોતાના ફેન સાથે વાતચીત કરતા શુભ્રા કહે છે કે,’એક દિવસ હું અને મારા પતિ બહુ બધા દેશની સફર કરીને ખરીદીને લાવેલા ફ્રીજ પર લાગેલા સજાવટી મેગ્નેટને જોઈ રહ્યા હતા. અચાનક જ અમને લાગ્યું કે આ પ્રકારનું કાઈ પણ સ્મૃતિ ચિન્હ કે ઉપહાર જેવું કાઈ નથી જે ભારતનું પ્રીત્નીધીત્વ લાવે અને ગર્વથી આપણે આપળા મિત્રો અને રિશ્તેદારોમાં આપી શકીએ’.

અમે બન્નેએ અમારી નોકરી છોડી દીધી અને ઘર પણ 45 લાખમાં વહેંચી નાખ્યું. અને આ પૈસાથી સ્ટાર્ટ-અપની શરૂઆત કરી. તેઓએ પોતાની આ ફર્મનું નામ ‘ચુંબક’ રાખ્યું. આ આઈડીયા શુભ્રાનો હતો કે કેવી રીતે આ પ્રકારનું બનાવવામાં આવે જેનાથી લોકોનું ધ્યાન આકર્ષિત થઇ શકે.

પહેલા તેઓને બીઝનેસ વિશે કાઈપણ જાણકારી ન હતી માટે તેઓએ એક વર્ષ સુધી પ્રોડક્ટ રેંજ, ડીઝાઈન, અને મેન્યુફેકચર પર રીસર્ચ કર્યું, તેના પછી પુરી રીતે સંતુસ્ટ થઈને તેમણે 2010 માં ચુંબક લોન્ચ કર્યું. આ એક ફ્રીજ મેગ્નેટ હતું જે ભારતના થીમ પર આધારિત હતું. જો કે સાંભળતા આ કામ ખુબ આસાન લાગે છે પણ તેઓને ખૂન સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો હતો.

પોતાના ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે જણાવ્યું કે,’ચુનોતીઓ અલગ-અલગ રીતે અમારી સામે આવી હતી. પણ હું એ બાબત પર વિશ્વાસ રાખું છુ કે પોતાના દ્રષ્ટીકોણના બલ પર તમે આ ચુનીતીઓનો સામનો કરી શકો છો. ખરાબ દિવસોમાં પણ અમે ક્યારેય હાર નથી માની. ચુંબકને થોડો સમય જરૂર લાગ્યો પોતાના કર્મચારી બનાવવામાં, પણ આજે તેની પાસે 75 જેટલા કર્મચારી છે.

સીકંદરાબાદમાં જન્મેલી શુભ્રા એક વાયુસેના પરિવારમાં મોટી થયેલી છે. માટે તેને ખબર હતી કે સફળતા માટે શું યોગદાન આપવું પડે. તેની માતા જે એક એનજીઓ ચલાવે છે, શુંભ્રા તેનાથીજ પ્રેરિત છે. આજે શુભ્રાના ભારતમાં 18 જેટલા તોર છે જેમાના મોટા ભાગના એઈરપોર્ટ પર છે અને હાલ તે તેમને બે ગણા કરવાનું વિચારી રહી છે.

આંજે શુભ્રા અને તેના પતિનું સપનું હકીકતમાં બદલીને એક ચમકતા તારા જેવું બની ગયું છે. તે ઓનલાઈન અને ઓફલાઈન બંન્નેમાં પોતાના ઉત્પાદનની શ્રુંખલા લઈને આવી છે. તે પોતાનું ઉત્પાદન દુબઈ, યુએસ, અને યુકે માં કરી રહી છે. બેંગ્લોર બેસ્ટ આ કંપની જલ્દી જ એક મોટી ઇન્ડસ્ટ્રીના રૂપ લઇ લેશે. શુભ્રા જોખમ ઉઠવામાં નથી માનતી પણ તે પોતાની સફળતાનો શ્રેય તે હિમ્મત અને પોતાના જુનુંનને આપે છે.

Story Author: GujjuRocks Team

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
1
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

ઘર વહેંચીને પતિ-પત્નીએ શરુ કર્યું સ્ટાર્ટઅપ, પોતાના ઉત્પાદનથી ભારત સહીત અન્ય દેશોમાં પણ મચાવી ધૂમ….

log in

reset password

Back to
log in
error: