ઘરની સીલિંગમાંથી આવતા હતા વિચિત્ર અવાજો, ખોલાવતા થયો આવો ખુલાસો – જાણો શું હતું રહસ્ય ?

અમેરિકાના જોર્જિયામાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. વાત એમ છે કે લિઝા નામની મહિલાને છેલ્લાં કેટલાક દિવસોથી વિચિત્ર અવાજો સંભળાતા હતા. શરૂ-શરૂમાં તો એણે આ અવાજોને અવગણ્યાં પણ કંટાળીને એણે પોતાનું ધાબુ તોડાવ્યું તો એ દંગ રહી ગઇ.

આ છે આખો કિસ્સો…
લીઝાએ જણાવ્યું કે પહેલીવાર જ્યારે એને અવાજો સંભળાયા તો એણે એના પર ધ્યાન ના આપ્યું. એણે એમ વિચારીને ઇગ્નોર કર્યું કે આસપાસના વિસ્તારનો અવાજ હશે. આશરે 6 મહિના સુધી આવું ચાલ્યું અને એક દિવસ એનાથી ના રહેવાયું તો એણે અવાજથી છુટકારો મેળવવા નિષ્ણાંતોની મદદ લીધી. જ્યારે નિષ્ણાતોએ ઘર ચેક કર્યું તો ખબર પડી કે ઘરના સીલિંગમાં અઢળક મધમાખીઓએ પોતાનું ઘર બનાવી દીધું હતું. આ દરમિયાન એમણે સીલિંગમાં 60 lbs (27 કિલો) મધ તૈયાર કર્યું હતું. પહેલાં તો મધમાખીઓ જોઈને લિઝાના મોંમાથી ચીસ નીકળી ગઈ પણ મધ જોતા જ એણે ચોખ્ખુ મધ થોડું ડબ્બામાં ભરી લીધું. ઘરમાં ધુમાડો કરીને મધમાખીઓને ભગાડવામાં આવી અને સીલિંગને વ્યવસ્થિત બંધ કરી જેથી એ ફરી એમાં ઘર ના બનાવી શકે.

શરૂશરૂમાં તો એણે આ અવાજોને અવગણ્યાં પણ કંટાળીને એણે પોતાનું ધાબુ તોડાવ્યું તો એ દંગ રહી ગઇ.

મધમાખીઓને ભગાડવામાં આવી અને સીલિંગને વ્યવસ્થિત બંધ કરી જેથી એ ફરી એમાં ઘર ના બનાવી શકે.

Courtesy: DivyaBhaskar

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!