ઘરને મંદિર બનાવવા માટે અને માતાપિતાનું ઋણ ચુકવવા માટે પતિના રૂપમાં રહેતા દીકરાએ સમજવા જેવો આ લેખ છે..

0

એક ત્રીસ વરસનો દીકરો મારી પાસે આવ્યો અને મને કહેવા લાગ્યો મહેંદ્રભાઈ મારી પત્ની અને મારી મ્મમી વચ્ચે રોજ કકળાટ થાય છે.હું કંટાળી ગયો છું . ઓફિસે થી સાંજે ઘરે આવવાનું મન થતું નથી. હું શું કરુ એવું કોઈ યંત્ર આપો જે લગાવવા થી મારા ઘરમાં શાંતી રહે મારી મ્મમી અને મારી પત્ની પ્રેમ થી રહે. દીકરાની વાત સાંભળીને મેં દીકરા ને પુછયુ બેટા તું તારી પત્ની ને પ્રેમ કરે છે ? મારી વાત સાંભળીને દીકરાએ મને કહ્યું મહેંદ્રભાઈ હું મારી પત્ની ને બહુજ પ્રેમ કરુ છું. મેં દીકરાને પુછયુ તું તારી મ્મમીને પ્રેમ કરે છે ? મારી વાત સાંભળીને દીકરાએ મને કહ્યું મહેંદ્રભાઈ હું મારી મ્મમી ને ભગવાન માનું છું હું મારી મ્મમીને બહુજ પ્રેમ કરુ છું. તારી મ્મમી ને તારી પત્ની પ્રેમ કરશે. તેમની સાથે સારું વર્તન કરશે પરંતુ તે માટે હું તને કહુ તેમ કરીશ . મારી વાત સાંભળીને દીકરો મને કહેવા લાગ્યો મહેંદ્રભાઈ મારી મ્મમી માટે તમે કહેશો તેમ કરીશ. દીકરાનો ઉત્સાહ દેખીને મેં દીકરાને કહ્યું બેટા તારી મ્મમી કરતા તારી પત્ની ને પહેલા સાચવજે . બેટા ઘરમાં શાંતિ જોઈતી હોય તો માતા- પિતા કરતા પહેલા પત્ની ને સાચવવી જોઈએ . મારી સલાહ સાંભળીને દીકરો મને કહેવા લાગ્યો મહેંદ્રભાઈ તમે ગાંડા થઈ ગયા છો . માતા- પિતા ને છોડી ને પહેલા પત્ની ને થોડી સાચવવાની હોય. માતા-પિતાએ તો મને જન્મ આપ્યો છે. મહેનત કરીને મારા માતા-પિતા એ મને ભણાવ્યો મને સારા સંસ્કાર આપીને મોટો કર્યો અને તમે કહેા છેા હું તેમને છોડીને પહેલા મારી પત્ની ને સાચવુ. મહેંદ્રભાઈ તે નહી બને હું જાઉં છું મારી પુરી વાત સાંભળ્યા વગર દીકરો ઊભો થયો. મેં તેને બેસવાનું કહ્યું અને મેં દીકરાને કહ્યું બેટા મારી પુરી વાત તો સાંભળ અને જો તને સાંભળ્યા પછી મારી સલાહ બરાબર ના લાગે તો જતો રહેજે. આમ પણ બેટા હું તને સલાહ આપુ છું તેની ફી તો હું લેતો નથી કે તારે આપવાની પણ નથી . મારી વાત સાંભળીને દીકરો ખુરશી પર પાછો બેઠો. મેં મારી વાત સરુ કરી મેં દીકરા ને કહ્યું કે બેટા તારા માતા-પિતાએ તને જન્મ આપ્યો તને મહેનત કરીને સારા સંસ્કાર થી મોટો કર્યો માટે તું કહે છે મારી પત્ની કરતા મારા માતા-પિતા પહેલા. બેટા તારી વાત ૧૦૦% સાચી છે. પરંતુ બેટા તારી પત્ની ને તો તારા માતા-પિતાએ જન્મ નથી આપ્યો. મહેનત કરીને મોટી પણ નથી કરી .તો પછી તારી પત્ની તારા માતા-પિતાને શા માટે સાચવે.તારી પત્નીએ તારી સાથે મેરેજ કર્યા તારો પ્રેમ મેળવવા.તારી પત્ની તેનું ઘર છોડીને તારા ઘરમાં તારો પ્રેમ મળે તે માટે આવી છે. તારા ઘરમાં મજુરી કરવા અને તારા છોકરા પેદા કરવા નથી આવી.બેટા તારી પત્ની તેના માતા-પિતા ,ભાઈ-બહેન ,મિત્રો અને સંબંધીઓ ને છોડી ને તારા ઘરમાં આવી છે.તારુ ઘર સંભાળવા તારી પત્ની તેના માતા-પિતાના ઘરમાં જમવામાં મીઠું ,મરચું ઓછું ખાતી હોય અને તારા ઘરમાં મીઠું , મરચું વધારે ખાતા હોય તો પણ તારા ઘરમાં સેટ થઈ જાય છે. બેટા જોવા જઈએ તો તારી પત્ની તારા ઘરમાં બધી જગ્યાએ કોઈપણ જાતની ચર્ચા કર્યા વગર સેટ થાય છે. બેટા તારી પત્ની તારા ઘરમાં આવીને તારી સાથે સેટ થાય છે.તારા માતા-પિતા સાથે સેટ થાય છે.તારા ભાઈ-બહેન સાથે સેટ થાય છે.તારા ઘરમાં આવતા તારા સંબંધી સાથે સેટ થાય છે. તારી પત્ની ઘરના બધા સભ્યો સાથે સેટ થાય છે. તો બેટા ઘરના સભ્યો તેની સાથે સેટ કેમ નથી થતા ?બેટા તારે તો ફક્ત તારી પત્ની સાથે સેટ થવાનું છે. તારી મ્મમી એ ફક્ત તારી પત્ની સાથે માં બનીને સેટ થવાનું છે તો પછી કેમ સેટ નથી થતી. બેટા આમાં વાંક આપણો પુરુષોનો છે. આપણે પ્રેમ માટે પત્ની નથી લાવતા. આપણે માતા-પિતા અને બેડરૂમ માટે પત્ની લાવીએ છીએ. આપણો પ્રેમ અને માન પત્નીને નથી મળતું પરીણામે બધો ગુસ્સો ફેમિલી ઉપર કરે છે.પરીણામે ઘરમાં કકળાટ ચાલુ થાય છે. પછી કકળાટ દુર કરવા માટે અમારા પાસે નંગો અને યંત્રો માંગવા આવો છો. બેટા મેં તને આજ કારણસર તારી પત્ની ને માતા-પિતા કરતા વધારે મહત્વ આપવાનું કહ્યું હતું .જો બેટા તું સાત દીવસમાં થી એક દીવસ તારી પત્ની ને આપીશ તો તારી પત્ની ખુશ થશે. પત્ની નામનો ગ્રહ ચાર્જ થશે તો તને નીચેના ફાયદા થશે.
(૧) તારી પત્ની ખુશ હશે તો તે તારા માતા-પિતા ને સરસ રીતે રાખશે. તેમની સાથે પોજીટીવ વર્તન કરશે. પરીણામે તારા માતા-પિતા ખુશ રહેશે.પરીણામે તારું ૮૦% ટેનશન દુર થશે તું ધંધામાં ધ્યાન આપી શકીશ પરીણામે તારો ધંધો સારો ચાલશે. (૨) તારી પત્ની ખુશ હશે તો તું જ્યારે ધંધા પરથી ઘરે આવીશ ત્યારે તારી પત્ની તારું સ્વાગત હસતા મુખે કરશે. પરીણામે તારો આખા દીવસ નો થાક ઊતરી જશે. તને ઘરે વહેલા આવવાની ઈછછા થશે. તારી પત્ની ખુશી સાથે હસતા મુખે તારું સ્વાગત કરશે ત્યારે તારી સાથે આવેલી લક્ષ્મીજી દેખશે અને વિચારસે આ ઘરની લક્ષ્મી ખુશ છે તો હું આ ઘરમાં જાઉં મને માન મળશે. તુ ધંધા પરથી ઘરે આવે ત્યારે તારી પત્ની ને દસ રૂપિયા આપજે.
(૩)તારી પત્ની ખુશ હશે તો તારા સંબંધીઓ અને તારા મિત્રો તારા ઘરે આવશે ત્યારે તેમનું સ્વાગત હસતા મુખે કરશે . પરીણામે સમાજમાં તારા ઘરની ઇજ્જત માં વધારો થશે. અને તારા મીત્રો તને માન આપશે.
(૪) તારી પત્ની ખુશ હશે તો રસોડા માં રસોઈ દિલ થી બનાવશે . તારી પત્ની રસોઈ દરમ્યાન પોજીટીવ વિચારશે . આપણા શાસત્રો માં કહેલુ છે કે અન્ન જેવા ઓડકાર. પરીણામે તારી પત્નીની બનાવેલી રસોઈ તારા માતા-પિતા જમશે તો તેમનું હેલથ સારું રહેશે. તેમના વિચારો પોજીટીવ બનશે. તારી પત્ની ની બનાવેલી રસોઈ તું જમીશ તો તારા વિચારો પોજીટીવ બનશે તારો સ્વભાવ શાંત રહેશે. પરીણામે તારા ધંધા માં પણ પ્રગતિ થશે. તારી પત્ની ની બનાવેલી રસોઈ તારા બાળકો જમશે તો તેમનો સ્વભાવ શાંત રહેશે તેમની યાદશકતિ મા વધારો થશે .
બેટા મારી એકવાત ધ્યાનમાં રાખજે ઘરના દરેક સભ્યો નું નશીબ રસોડામાં થી બદલાય છે. પરીણામે રસોડામાં કામ કરતી સ્ત્રી જ ઘરના સભ્યો નું નશીબ બદલે છે. અમારા જેવા બાવા તારું નશીબ નથી બદલી શકતા. અમે તને સંસાર નો ત્યાગ કરીને અમારા આશ્રમમાં કાયમ માટે રહેવાની સલાહ આપીશું .માટે તું તારી પત્ની ને ખુશ રાખીશ તો તારી પત્ની ઘરનાં દરેક સભ્યો નું નશીબ પોજીટીવ બનાવશે .મંદિરમાં પુજાપાઠ કરવાથી કે કોઈપણ જાતના શાસ્ત્રો નો ઉપયોગ કરવાથી નશીબ બદલાતું નથી.

માટે જે ઘરમાં રસોડું મોટું અને રસોઈ બનાવનાર ખુશ હોય તે ઘરની પ્રગતિ સારી રહે છે.મિત્રો જે ઘરમાં મંદિર નાનુ હશે તે ઘરની પ્રગતિ સારી રહે છે.
હવે ખ્યાલ આવ્યો ને બેટા મહેંદ્રભાઇ કેમ માતા- પિતા કરતા પત્ની ને ખુશ રાખવાની વાત કરે છે .બેટા માતા-પિતા માટે જે દીકરો પત્નીનો ગુલામ બને તો તે સંસ્કાર કહેવાય પરંતુ પત્ની ના રૂપ પાછળ ગુલામ બને તેા તેવા દીકરા ને બાયલો કહેવાય. મિત્રો આપણે મોબાઈલ આખો દીવસ ચાર્જ કરવા મુકીયે તો બળી જાય છે. તેવી રીતે તમે તમારી પત્ની ને મોબાઈલ ના જેમ ચાર્જ કરશો તો જીવનમાં દુખી થશેા .પત્ની ને કદાપિ પતિ ના થવા દેતા કારણકે જે ઘરમાં પત્ની પતિ જેવું રાજ કરે છે. તે ઘર બરબાદ થઈ જાય છે. પત્ની ને શકતિ ના રૂપમાં દેખવી જોઈએ. સ્ત્રી શક્તિ બનીને ઘરને સંભાળે તો ઘર સ્વર્ગ બને છે.
મિત્રો પત્ની આપણા ઘરમાં પરણી ને આવે છે. આપણો પ્રેમ મેળવવા બાકી કુત્રિમ ખુશી તમે જે આપો છો તે તો તેના બાપના ઘરમાં બેસીને પણ તે પ્રાપ્ત કરી શકે છે. મારા ભાઈઓ ,બહેનો અને મીત્રો ને હું વિનંતી કરુ છું તમને જો આ લેખ સત્ય લાગે તેા like કરજો તમારા મિત્રો ને મોકલજો

Story By Mahendra patel

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here