ઘરને AC વગર જ રાખો એકદમ ઠંડુ.. આ પદ્ધતિથી રાખો એકદમ અસરકારક…વાંચો આર્ટીકલ

0

ઓહહહ આ ગરમી….આજકાલ હર કોઈના મો પર એક જ વાત ચઢેલી છે. એમાં ભૂલ કોઈની નથી પણ આ મોસમની છે જે આ તાપમાનને એટલી હદ સુધી વધારી રહ્યો છે જાણે કે તે રેકોર્ડ તોડીને આ ખિતાબને પોતાના નામ પર કરી રહ્યો હોય.

એવામાં હર કોઈ એજ ચીજ ઈચ્છે છે કે ગરમી થી કેવી રીતે છુટકારો મેળવી શકાય. અમુકની આંગળીઓ AC નાં રીમોટ પર તાપમાન ઓછુ કરવામાં વ્યસ્ત છે તો અમુક આઈસ્ક્રીમ ખાવામાં વ્યસ્ત છે.આજે વાત ઘરના એયરકંડીશનર ની છે તો તમારા માટે ગરમીમાં દુર ભાગવું થોડું આસાન બની શકે છે પણ AC નાં હોવાની સ્થિતિમાં ગરમીથી દુર કેવી રીતે ભાગવું? તેનો જવાબ આજે અમે તમારા માટે લઈને આવ્યા એ.

1. ઈલેક્ટ્રોનિક સામાનને અનપ્લગ કરો:મોટાભાગે આપણે ઘરોમાં ઈલેક્ટ્રોનિક સામાનને પ્લગમાં જ લગાવીને રાખતા હોઈએ છીએ અને સ્વીચ બંધ કરી દેતા હોઈએ છીએ. તમે કદાચ આ વાતથી અજાણ હશો પણ તે ઉષ્માને પૈદા કરે છે, જેનાથી ઘરનું તાપમાન વધે છે.

2. જમીન પર લગાવો બિસ્તર:જમીન પર બિસ્તર લગાવીને પણ તમે ખુદને ઠંડા મહેસુસ કરી શકો છો.

3. અહી રાખો ચાદર:જો તમે વિચારી રહ્યા હોવ કે અમે ફ્રીજનો દરવાજો ખોલીને રૂમ ઠંડો કરવા માટે કહેવાના છીએ તો એવું બીક્લુલ પણ નથી. અમે કહેવા જઈ રહ્યા છીએ કે ફ્રીજમાં થોડી એવી જગ્યા બનાવી લો અને તેમાં પળદા અને ચાદરો રાખી દો. પછી તેને આ પળદાને બારી પર લગાવી દો અને ચાદર ઓઢવામાં ઉપીયોગમાં લો, જેમાં તમને ઠંડક મહેસુસ થશે.

4. બલ્બનાં  સ્થાન પર સીએફએલનો પ્રયોગ કરો:સાધારણ બલ્બ 90 પ્રતિશત ઉર્જાને હીટમાં બદલાવી નાખે છે જેનાથી રૂમમાં ગરમી ઉત્પન થાય છે. તેના સ્થાન પર જો તમે સીએફએલનો પ્રયોગ કરશો તો રૂમમાં ઠંડક બની રહેશે.

6.પળદા લગાવો:ઘરને ઠંડું રાખવા માટે બારી અને દરવાજાઓ પર પળદા લગાવો. સાથે જ તેના પર પાણી છાંટો. તેનાથી ઘરમાં ઠંડક બની રહેશે.

7. કોટનની બેડશીટ લગાવવો:ગરમીનાં દિવસોમાં હંમેશા બેડ પર કોટનની ચાદર જ લગાવો, તેનાથી ગરમી ઘણી હદ સુધી ઓછી લાગશે.

8. સાંજથી સવાર સુધી બારીઓ ખુલ્લી રાખો:બપોર શરુ થતા જ દરવાજા અને બારી બંધ રાખો. સાંજ થતા જ બારીઓ ખોલો કાઢો અને તેને સવાર સુધી ખુલ્લી રાખો.

9. સીલીંગ ફેનનો ઉપીયોગ યોગ્ય તરીકાથી કરો:તમને કદાચ એ વાતની જાણ નહિ હોય પણ સીલીંગ ફેનનો ઉપીયોગ કરવાનો પણ સાચો અને ખોટો તરીકો હોય છે. ગરમીના સમયમાં તમારે સીલીંગ ફેનને એન્ટી કલોક ડાયરેકશનમાં લગાવો જોઈએ. તેનાથી આવનારી હવા ઘરને ઠંડુ રાખશે.

10. છોડ-વૃક્ષો લગાવો:આજના સમયમાં કોઈના ઘરમાં વધુ સ્પેસ નથી હોતા પણ છતાં પણ તમારા ઘરની બાલ્કનીમાં એક-બે તો છોડ લગાવી જ શકો છો, જેનાથી ગરમીમાં ઘણી રાહત મળશે.

11. ખાલી રૂમનાં દરવાજા બંધ રાખો:ગરમીના દિવસોમાં તમે જે રૂમમાં બેસો છો તેના સિવાય બાકીના રૂમના દરવાજા બંધ રાખો. તેનાથી પણ ઘરમાં ઠંડી બની રહેશે.

12. હવે કરો આ કામ:ગરમીઓમાં એયરકંડીશનર ઘરને ઠંડું રાખવામાં આપણી મદદ કરે છે, તેમાં કોઈ શક નથી. પણ AC નાં હોવા પર તમે આ તરીકાઓને આજમાવીને જોઈ શકો છો.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here