શું તમે જાણો છો ઘરમાં દીવો પ્રગટાવો એમાં આ વસ્તુ નાખવાથી થાય છે ચમત્કારિક લાભ…ઘરમાં થાય છે લક્ષ્મી નો વાસ અને રહે છે સુખ સમૃદ્ધિ

0

દરેક રોજ સવાર-સાંજે પૂજા કરવાના સમયે માથા પર તિલક કરવું,અગરબત્તી કે દીવો કરવો વગેરે આપણા માટે રોજ ની આદત બની ગઈ છે. પણ કદાચ તમે એ નથી જાણતા કે આ માત્ર એક આદત જ નથી પણ તમને સ્વસ્થ રાખવાનો રામબાણ ઈલાજ પણ છે. આપણી સંસ્કૃતિ માં હંમેશા થી દીવો પ્રગટાવવાનું ચલણ રહ્યું છે અને કદાચ આ નિયમ ને ખુબ સમજી વિચારીને રાખવામાં આવ્યા છે.જો કે પહેલાના સમયમાં માત્ર માટીના બનેલા દીવાઓ જ પ્રગટાવવા માં આવતા હતા પણ સમય ની સાથે-સાથે હવે લોકો ચિનાઈ માટી અને ન જાણે કેટલા પ્રકારના દીવાઓ પ્રગટાવવા લાગ્યા છે. માટીના દીવાઓ કરવા પર આપણા પૂર્વજો ને વિશ્વાશ હતો કે તેનાથી ઘરનો અંધકાર તો દૂર થઇ જ જાય છે અને સાથે જ આપણા શરીર થી દરેક કષ્ટો પણ દૂર થઇ જાય છે.

એવામાં આજે અમે તમને પૂજાના સમયે દીવાઓ પ્રગટાવવા ના ફાયદા વિશે જણાવીશું:

1. દીવાનો ધુવાળો વાતાવરણ ને શુદ્ધ કરે છે:રોજ ઘરમાં ઘી કે તેલ નો દીવો કરવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થઇ જાય છે, વિજ્ઞાન ના અનુસાર ઘી કે તેલ નો દીવો કરવાથી થતો ધુવાળો ઘરમાં એયર પ્યુરિફાયર નું કામ કરે છે. દરેક દિવસ વધતા જતા પ્રદુષણ ને લીધે વ્યક્તિ ને શુદ્ધ હવા માં રહેવું ખુબ જ જરૂરી હોય છે.

2. શ્વાસ સાથે જોડાયેલી સમસ્યાઓ ને કરે છે દૂર:ઘી કે તેલ નો દીવો કરવાથી થતો ધુવાળો ઓલવાઈ ગયા પછી પણ 3 થી 4 કલાક સુધી પોતાની અસર રાખે છે. જેને લીધે અસ્થમા કે શ્વાસ સાથે જોડાયેલી સમસ્યાઓ પણ દૂર થઇ જાય છે.

3. દીવામાં એક લવિંગ નાખવાથી થાય છે બે ગણી અસર:દીવો કરવાના સમયે જો તેમાં એક લવિંગ નાખવામાં આવે તો તેની અસર અનેક ગણી વધી જાય છે. જેને લીધે તમારું ઘર અને શરીર બંને શુદ્ધ અને સ્વસ્થ થઇ જાય છે.
4. ચર્મરોગ જેવા રોગો ને દૂર કરે છે:દીવામાં લવિંગ નાખીને પ્રગટાવાથી પુરા ઘરની સાથે આપણું શરીર તો પવિત્ર થઇ જ જાય છે પણ સાથે જ ચર્મરોગ જેવી ભયાનક બીમારીથી પણ છુટકારો મેળવી શકાય છે.
દીવો પ્રગટાવવાના સમયે બોલો આ મંત્ર:

दीपज्योतिर: परब्रह्मर: दीपज्योतिर: जनार्दनर:।
दीपोहरतिमे पापं संध्यादीपं नामोस्तुते।।Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here