ઘરમાં નવું વાહન લાવ્યા પછી આ કામ જરૂર કરો, અકસ્માતની સંભાવના નહિ રહે – વાંચો માહિતી

0

જળ છાંટી ને કરો પૂજનની શરૂઆત:નવી કાર પર સૌથી પહેલા આંબા ના પાન થી ત્રણ વાર જળ છાંટો,આવું કરવાથી આ વાહન ઘરનો હિસ્સો બની જાય છે. આ વાહન તમારા દ્વારા લેવામાં આવ્યું છે. તેનો તમારા ઘરમાં પ્રવેશ તમારા માટે અને વાહન માટે શુભ માનવામાં આવે છે. પછી સિંદૂર સાથે ઘી કે તેલના મિશ્રણથી વાહન પર સાથિયો બનાવો. સાથિયો શુભ હોવાની સાથે સાથે ઉર્જાપ્રદાયક માનવામાં આવે છે. વાહન દ્વારા યાત્રામાં કોઈ પ્રકારનું વ્યવધાન ન આવે માટે સાથિયો બનાવામાં આવે છે. પછી વાહનને ફૂલની બનેલી માળા પહેરાવો. વાહનમાં ત્રણ વાર कलावा(દોરો,રક્ષાસૂત્ર) લપેટો. જે વાહનની સુરક્ષા કરે છે.

આ વિઘી દ્વારા કરો નવી કારનું પૂજન:

હવે કપૂરથી આરતી કરો. કળશ ના જળ ને ડાબી-જમણી તરફ છાંટો. તે વાહન માટે સ્વાગતના ભાવને પ્રદર્શિત કરે છે.  કપૂરની રાખથી એક તિલક વાહન પર લગાવી દો. તે વાહનને નજરદોષથી બચાવે છે. હવે વાહન પર મીઠાઈ રાખો. પછી આ મીઠાઈ ગાયને ખવળાવી દો. એક નારિયેળ લઈને નવા વાહન પરથી સાત વાર ફેરવીને વાહનની આગળ ફોડી દો. આ નવા વાહનથી હંમેશા સારો લાભ મળતો રહે તેના માટે એક પીળા રંગની કોડી લો, તેને કાળા દોરામાં પરોવી લો. બુધવારના જ દીવસે તેને વાહન પર લટકાવી દો, તેનાથી તમારા વાહનની રક્ષા થશે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here