મોરપીંછનો આ 7 ઉપાય તમારા જીવનની પરેશાનીઓ તો દૂર કરશે જ સાથે નવી દિશા પણ મળશે, 6 નંબરનો ઉપાય તો એકદમ સચોટ છે….

0

કોઈ શંકા નથી કે મોર પીંછ જ્યાં હોય તેની આસપાસ પણ નકારાત્મક ઉર્જા વાસ કરી શકે. મોરપીંછ તો વ્યક્તિમાં જીવનમાં હકારાત્મક શક્તિનો સંચાર કરે છે.દેવરાજ ઇન્દ્રની રાજગાદી પણ મોરસિંહાસનમાં જ છે ને ભગવાન કૃષ્ણના માથે પણ મોરની મુકુટ છે. આજે જેટલું મોરપીંછનું મહત્વ છે તેટલું જ મહત્વ યુગો યુગોથી રહ્યું છે.

આ ઉદાહરણો સાબિત કરે છે કે મોરપીંછ એ આપણા માટે પણ પવિત્ર અને મહત્વપૂર્ણ છે. ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ ટકી રહે તેવા સ્ત્રોમાં પણ અનેક ઉપાય બતાવ્યા છે. તેમાંકેટલાક ઉપાય મોરપીંછ સાથે પણ સંબંધિત છે. ભગવાન શ્રીકૃષ્ણ પોતાના માથા પર મોર પીંછ હંમેશા ધારણ કરેલૂ જ રાખે છે. તેને લીધે મોરપીંછ પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં, મનીષ શર્માના બતાવ્યા પ્રમાણે મોરનું પીંછું સાથે રાખવાથી વાસ્તુ ના તમામ દોષ દૂર થઈ શકે છે. જાણો કયા પ્રકારના મોર પીંછને ઘરમાં રાખવું જોઈએ.

ઉપાય -1

ઘરના મુખ્ય પ્રવેશદ્વારની સામે જ જોઈ શકાય તેમ મોરપીંછ રાખવું જોઈએ. તેના પ્રભાવથી ઘરમાં પ્રવેશતી નકારાત્મક શક્તિઓ નષ્ટ થઈ જાય છે અને પોઝિટિવ શક્તિમાં વધારો થાય છે.

ઉપાય- 2

મોર પીછાનો ઉપયોગ કરીને ભૂત-પ્રેતની છાયામાંથી બચી શકો છો. તેમજ રોગોમાંથી અને અનેક સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.

ઉપાય -3

ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણામાં મોરનું પીંછું લગાવવાથી ઘરમાં બરકત આવવા લાગે છે. તેમજ પરિવારના સભ્યો પર અચાનક આવતી મુશ્કેલીમાંથી બચાવી રાખે છે.

ઉપાય – 4

મોરનું પીંછું કોઈપણ મંદિરમાં રાધાકૃષ્ણની મૂર્તિના મુકુટમાં 40 દિવસો સુધી પહેરાવી દોઅને રોજ સાંજે માખાણ અને મિસરીનો ભોગ ધરાવો. પછી 41 માં દિવસે તે મોરપીંછને ઘરે લાવીને તિજોરીમાં રાખી દો. આ પ્રયોગ કરવાથી ઘરમાં રાજા જેવી સુખસાયબીનો અહેસાસ થશે.

ઉપાય – 5

મોરપીંછમાં કાળસર્પને પણ દૂર કરવાની ક્ષમતા રાખે છે. કાળ સર્પ દોષ ધરાવતા વ્યક્તિએ સોમવારની રાતે 7 મોર પીછા લાવી પોતાની પાસે જ્યાં સુવે છે ત્યાં ઓશિકા નીચે રાખી દેવા. આમ કરવાથી કાળ સર્પ દોષમાથી રાહત મળશે.

ઉપાય -6

જો તમે દુશ્મનથી પરેશાન છો ? તો મંગળવાર અથવા શનિવારના રોજ મોરપીંછ પર હનુમાનજીના મસ્તિષ્ક પર લગાવેલ સિંદૂર વડે એ દુશ્મનનું નામ લખીને વહેલી સવારે વહેતા પાણીમાં મૂકી આવવું. આમ કરવાથી દુશ્મન હેરાન નહી કરે. દુશ્મન પણ તમને મૈત્રીપૂર્ણ વ્યવહાર થઈ જશે.

ઉપાય -7

વિધ્યાર્થીઓએ હંમેશા પોતાની બુકમાં એક મોરનું પીંછું રાખવું જોઈએ. જેનાથી દિવસે ને દિવસે અભ્યાસમાં પ્રગતિ થશે.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here