ઘરમાં લગાવો એવી લાઈટ જેનાથી બચાવો વીજળી અને પૈસા, સાથે જ સ્વાસ્થ્ય ને પણ રાખો ખુશ….5 ટિપ્સ વાંચો

0

લાઈટ ઘરને સુંદર અને આકર્ષક બનાવા માટે એક ખાસ ભૂમિકા નિભાવે છે. સુંદર લાઈટ ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ બનાવી રાખવા માટે ખુબ જ ખાસ હોય છે. સાથે જ સમજદારી થી લગાવામાં આવેલી લાઇટ્સ વીજળી અને પૈસા બંને બચાવે છે, માટે જરૂરી છે કે લાઈટ લગાવતા પહેલા અમુક વાતો નું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
જેવી રીતે લોકો ઓફિસ માં એવો માહોલ ઈચ્છે છે, જ્યાં ધ્યાન લગાવીને કામ થઇ શકે તેવી જ રીતે લોકો ઘરમાં શાંતિ અને આરામ ની ઇચ્છા રાખે છે.

1. પ્રાકૃતિક રોશની નું યોગ્ય મિશ્રણ:ઘર ને હંમેશા થી વાસ્તુ અને યોજના થી બનાવામાં આવે છે અને તે વાતનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે કે જેનાથી તડકો કે હવા યોગ્ય રીતે ઘરમાં આવી શકે. ઘરની અંદર લાઇટ્સ લગાવતા પહેલા એ વાતને સમજી લેવું જોઈએ કે બહારથી આવતી હવા કે તડકો ક્યાં રૂમમાં અને કઈ રીતે આવે છે. આ સિવાય જો મોસમ ના અનુસાર તડકો કે હવા ધીમા કે વધુ થઇ જાય છે તો પડદા ના રંગ પણ તેના અનુસાર હોવા જોઈએ જેથી પ્રાકૃતિક રોશની નો તમે ઉપીયોગ કરી શકો.

2. સંતુલિત લાઇટ્સ નો કરો ઉપીયોગ:કોઈપણ રૂમમાં જરૂરિયાત કરતા વધુ કે ઓછી લાઈટ યોગ્ય માનવામાં નથી આવતી. તેની કિંમત તો વધારે જ છે સાથે જ આંખો પર પણ તે ખાસ પ્રભાવ આપે છે. ઉદાહરણ રીતે કિચન, બેડરૂમ, સ્ટડી રૂમ, વગેરે જગ્યાઓ પર 300 થી 400 લેવલની લાઈટનો ઉપીયોગ કરવો જોઈએ. સૌથી બેસ્ટ છે જે એલઇડી લાઈટ નો ઉપીયોગ કરવો, તેનાથી વીજળી ની બચત અને સંતુલિત પ્રકાશ તો હોય જ છે સાથે જ દીવાલ અને ફર્નિચર નો રંગ પણ તેની રોશની થી ઉભરાઈ આવે છે.

3. રંગ અને વાતાવરણ:આજકાલ બજાર માં દરેક રંગ અને સાઈઝ ની લાઇટ્સ હાજર છે. લોકો પહેલા દીવાલો ના રંગ ને નક્કી કરે છે અને પછી લાઈટ ને સૌથી છેલ્લે લગાવે છે, જયારે તે બંને સાથે જ કરવું જોઈએ. જેથી વીજળી ની તો બચત થઇ જ શકે પણ સાથે જ ઘર ની સુંદરતા પણ નિખરી શકે છે. તમે ઈચ્છો તો ‘સરકાડીયન ફ્રેન્ડલી’ લાઈટ પણ લગાવી શકો છો, જે રૂમ ના તાપમાન અને દિવસના સમય ના હિસાબે ખુદ જાતે સંયોજિત થઇ જાય છે.

4. ઇકો ફ્રેન્ડલી લાઈટ નો ઉપીયોગ:બદલતા સમય ની સાથે હવે ઘરોમાં જ લોકો ઇકો ફ્રેન્ડલી લાઈટ નો ઉપીયોગ કરવા લાગ્યા છે. પહેલા બલ્બ અને હવે આધુનિક ટેક્નિક થી બનેલી એલઇડી લાઇટ્સ ને લોકોએ અપનાવ્યું છે. આ બદલતા ઉપકરણ વીજળી બચાવામાં ખુબજ ફાયદો કરાવે છે, આ સિવાય કાર્બન પણ ઓછું રિલીઝ કરે છે.

5. આવી લાઈટ નો ન કરો ઉપીયોગ:લોકો રંગીન અને સસ્તી લાઇટ્સ લેવું વધુ પસંદ કરે છે પણ તેને ખરીદવાનો ખર્ચો તો ઓછો આવે છે પણ સિજલી નું મોટું બિલ આવે છે તેનું શું? પોર્ચ, મંદિર વગેરે જગ્યાઓ પર રંગીન લાઈટ કે ઝીરો બલ્બ નો ઉપીયોગ કરવામાં આવે છે, પણ તેને કોઈપણ રૂમમાં કે ઘરના અન્ય હિસ્સા માં લગાવવા ન જોઈએ. સફેદ રંગ ની રોશની થી ઘરમાં શાંતિ હોવાની સાથે સાથે વાતાવરણ ઠંડુ અને ખુશનુમા પણ રહે છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!