ઘરમાં કાચબો રાખવાના ચમત્કારિક ફાયદા- જાણો કઇ દિશામાં રાખવો? બધી જ માહિતી વાંચો

0

હિન્દૂ ધર્મ અનુસાર ઘરમાં કાચબો રાખવો ખુબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન વિષ્ણુ નું એક રૂપ પણ કાચબાને માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કરીને સમુદ્ર મંથનના સમયે મંદ્રાચલ પર્વત ને પોતાના કવચ પર થામી રાખ્યું હતું. કહેવામાં આવે છે કે જ્યાં કાચબો હોય છે ત્યાં લક્ષ્મીનું આગમન થાય છે. ફેંગશુઈ માં પણ કાચબો રાખવો ખુબ જ શુભ માનવામાં આવ્યું છે. તેનાથી ઘર અને ઓફિસમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ બની રહે છે. આવો તો પહેલા જાણીએ પહેલા તેના લાભ અને પછી તેને રાખવાની યોગ્ય દિશા કેમ કે ખોટી દિશામાં રાખવાથી શુભ કામના બદલે અશુભ પરિણામ આવી શકે છે.માનવામાં આવે છે કે કાચબો રાખવાથી ધનની પ્રાપ્તિ થાય છે, જેઓને ધન સંબંધી સમસ્યા રહે છે તેઓને કાચબો રાખવાથી લાભ થશે. ધન સંબંધી સમસ્યા વાળા લોકોએ ક્રિસ્ટલ વાળો કાચબો લાવવો જોઈએ. ઘરમાં કાચબો રાખવાથી પરિવારના લોકોની ઉંમર લાંબી બને છે સાથે જ બીમારીઓ પણ દૂર રહે છે. કાચબાને ખુબ જ શુભ માનવામાં આવે છે, માટે કહેવામાં આવે છે કે તેને પાસે રાખવાથી નોકરી અને પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થાય છે. ઘરમાં ઉપસ્થિત કાચબો તમને અને તમારા પરિવારને ખરાબ નજરથી બચાવે છે. ઘરમાં કાચબો રાખવાથી પરિવારના લોકોમાં સુખ-શાંતિ બની રહે છે.

નવો વ્યાપાર શરૂ કરવાના સમયે પોતાની દુકાનમાં કે ઓફિસમાં ચાંદીનો કાચબો રાખવો ખુબ જ શુભ માનવામાં આવે છે. કાચબો ઘરમાં રાખવાથી જીવનમાં ઉર્જાનો પ્રવાહ એકસમાન વહેવાથી સ્થિરતા બની રહે છે અને ઉતાર-ચઢાવ ઓછો થઇ જાય છે.ફેંગશુઈમાં વસ્તુઓને યોગ્ય દિશામાં રાખવાનો ખાસ ઉલ્લેખ છે ત્યારે જ તેનો લાભ મળે છે. ઉદાહરણ તરીકે જો તમે ફેંગશુઈ કાચબાને ખોટી દિશામાં રાખશો તો તેનાથી ફાયદાની જગ્યાએ નુકસાન થતા જણાશે.કાળા રંગનો કાચબો ઉત્તર દિશામાં, ગ્રીન ડ્રેગન પૂર્વ દિશામાં, રેડ ફિનિક્સ ને દક્ષિણ દિશામાં, અને સફેદને પશ્ચિમ દિશા મળી છે.
ઓફિસ કે ઘરના પાછળના હિસ્સામાં(બૈકયાર્ડ) કાચબાને રાખવાથી અપાર ઉર્જાનો અનુભવ થાશે અને તમારા દરેક કાર્યો યોગ્ય રીતે કરી શકાશે.
જો કેરિયરમાં ખુબ જ તરક્કી ઈચ્છો છો તો કાળા રંગના કાચબાને ઉત્તર દિશામાં રાખો, ઉર્જા વધવાથી બિઝનેસ અને કેરિયર માં તરક્કીની સંભાવના વધી જાશે.
ઘરના મુખ્ય દ્વાર પર પશ્ચિમ ની દિશા માં કાચબો રાખવાથી સુરક્ષા મળે છે.કાચબાને ઘરમાં ‘ગુડ લક’ માટે રાખવામાં આવે છે. પણ એક ખાસ પ્રકારનો માદા કાચબો, જેની પીઠ ઉપર બચ્ચાં કાચબા હોય, તે પ્રજનનનું પ્રતીક છે. જે ઘરમાં સંતાન ન હોય કે જે દંપત્તિ સંતાન સુખ થી વંચિત હોય, તેઓએ આ પ્રકારનો કાચબો પોતાના ઘરમાં રાખવો જોઈએ.કાળા રંગ સિવાય ઘણા અલગ અલગ પ્રકારના કાચબા બનાવામાં આવે છે, આ બધાના અલગ-અલગ પ્રભાવ પડે છે. અલગ-અલગ તત્વોથી બનેલા કાચબા ઉર્જા સ્તરને અલગ-અલગ પ્રકારથી પ્રભાવિત કરે છે. તમારી જરૂરિયાતના હિસાબે તમે આ કાચબાની પસંદગી કરી શકો છો.
ક્રિસ્ટલના બનેલા કાચબાને દક્ષિણ-પશ્ચિમ કે ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખો. લાકડાના બનેલા કાચબા ને પૂર્વ કે દક્ષિણ-પૂર્વ દિશામાં રાખો.
કાચબો જો માટીનો બનેલો છે તો તેને ઉત્તર પૂર્વ દિશા, મધ્ય કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ. ધાતુથી બનેલા કાચબાને ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખી શકો છો. જો કે મિશ્રિત ધાતુના કાચબાને ઉત્તર દિશામાં રાખવો જોઈએ.
સાથે જ કાચબાને હંમેશા પાણીમાં રાખવો જોઈએ. ધાતુ વાળા કોઈ વાસણમાં પાણી ભરીને તેમાં કાચબો રાખવો જોઈએ જેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here