ઘરના મંદિરમાં ભૂલથી પણ ન રાખો આ ભગવાનની મૂર્તિ, થઇ જશો બરબાદ..

વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરને ઘરનો સૌથી પવિત્ર હિસ્સો માનવામાં આવે છે.ભગવાનની પૂજા અને ધ્યાન કરવાથી વ્યક્તિ ધાર્મિક રૂપથી મજબૂત બને છે સાથે જ મન પણ શાંત રહે છે.માટે દરેક વ્યક્તિએ મંદિર સાથે જોડાયેલા દરેક નિયમોનું પાલન કરવું જોઈએ. આવો તો આજે અમે તમને જણાવીશું કે મંદિરમાં ક્યાં દેવી-દેવતાઓની મૂર્તિ રાખવા પર તમને લાભ અને કઈ મૂર્તિ રાખવા પર તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.1. શનિ:
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં પૂજા ઘર એટલે કે મંદિર હોવું જોઈએ. ઘરમાં ક્યારેય પણ શનિ ભગવાનની મૂર્તિ કે તેની તસ્વીર રાખવી ન જોઈએ. શનિ ભગવાનને ન્યાયના દેવતા માનવામાં આવે છે. તેની તસ્વીર કે મૂર્તિ ઘર પર લગાવવી તમને ભારે પડી શકે છે.

2. ભગવાન શિવની નટરાજ મૂર્તિ:ભગવાન શિવના નટરાજ રૂપ તેના વિધ્વ્ન્સક રૂપને દર્શાવે છે. માનવામાં આવે છે કે ભગવાન તમારા આ રૂપમાં તાંડવ કરે છે, માટે તેનું આ સ્વરૂપ ઘરના મંદિરમાં ન હોવું જોઈએ.

3. માતા લક્ષમીની ઉભેલી ફોટો:ઘરમાં માતા લક્ષ્મીની ઉભેલી અવસ્થા વાળી ફોટો કે મૂર્તિ રાખવી ન જોઈએ. હંમેશા કોશિશ કરો કે મંદિરમાં માતા લક્ષ્મી, ભગવાન ગણેશ અને સરસ્વતી ની બેસેલી ફોટો જ મંદિરમાં હોય.

4. ભૈરવ ભગવાન:કહેવામાં આવે છે કે ભૈરવ ભગવાન શિવનું જ પ્રતીક છે. ભગવાન ભૈરવની પૂજા તંત્ર-મંત્ર થી થાય છે માટે ઘરમાં તેની મૂર્તિ રાખવી ન જોઈએ. સાથે જ જ્યોતિષ લોકોનું એ પણ કહેવું છે કે ઘરમાં કાળી  માં ની ફોટો પણ ન હોવી જોઈએ, કેમ કે તે પણ માતા દુર્ગાનું વિધ્વ્ન્સક રૂપ હોય છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!