ઘર ખરીદવાની સાથે સાથે મળી રહી છે યુવતીની પણ ઓફર…કલાકોમાં એટલા ફોન આવ્યા કે ફોન બંધ કરી દેવો પડ્યો – વાંચો અહેવાલ

0

આપણને હર રોજ ઘણા એવા વિજ્ઞાપન જોવા મળતા હોય છે. એમાના ઘણા વિજ્ઞાપન તો ખુબ રોચક હોય છે જેના વિશે જાણીને કે પછી તેને જોઇને આપણને ખુબ મજા પણ આવતી હોય છે. આજે અમે તમને એક એવા જ વિજ્ઞાપન નાં વિશે કહેવા જઈ રહ્યા છીએ જે એકદમ અનોખુ છે અને સાથે જ આ એડ મીડિયા પર પણ ખુબ છવાયેલું છે. આ બાબત ઇન્ડોનેશિયાની છે.

ઈન્ડોનેશીયામાં અમુક દિવસો પહેલા જ મકાન વહેંચવા માટે ઓનલાઈન સાઈટ પર એક વિજ્ઞાપન આવ્યું હતું. અને તેના વેબસાઇટ પર આવતાની સાથે જ અમુક જ મીનીટોમાં આ વિજ્ઞાપન ખુબ વાઈરલ થઇ ગયું હતું. હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે આ વિજ્ઞાપનમાં એવું તે વળી શું છે કે તેને જોતાની સાથે જ લોકોની વચ્ચે આટલી હદ સુશી ફેમસ બની ગયું. તો ચાલો અમે તમને આ બબત વિશેની પૂરી જાણકારી જણાવી દઈએ.

આ ઓનલાઈન વિજ્ઞાપનમાં લખવામાં આવ્યું હતું કે જે કોઈ આ મકાનને ખરીદે છે તો આ મકાનની સાથે સાથે તેની માલકિન પણ મળી શકે છે. વિજ્ઞાપનમાં લખેલી આ વાત વાસ્તવમાં ખુબ હેરાન કરી દેનારી છે. આ મકાન એક માળનું છે અને આ મકાનમાં બે રૂમ છે, બે બાથરૂમની સાથે એક પાર્કિંગ સ્પેસ અને એક ફીશપોન્ડ પણ છે. આ બધી વસ્તુની સાથે તમને મકાનની માલકિન પણ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ વિજ્ઞાપનમાં કહેવામાં આવ્યું હતું કે આ મહિલા એક વિડો છે. આ મહિલાનું નામ ‘વિના લિઆ’ છે અને તેની ઉમર 40 વર્ષ છે.

આ વિજ્ઞાપનને ઘણા લોકોએ પસંદ પણ કર્યું છે અને લોકોની વચ્ચે ઘણા સમયથી ચર્ચામાં રહ્યું છે. અને ચર્ચામાં કેમ ન રહે, આ વિજ્ઞાપન આટલું ખાસ હોય અને જ્યારે એકજ કિંમતમાં ઘરની સાથે પત્ની પણ મળી શકે તો લોકો પસંદ કરવાના જ છે. તે પોતાની તરફની સૌથી પહેલી અને અનોખી એડ હતી, જેણે પોસ્ટ થવાના અમુક સમય બાદ થી જ મોટી સંખ્યામાં લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા હતા.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.