ગુજરાતમાં પહાડ પણ પથ્થર વગરનો… શ્રદ્ધા અને આસ્થાના પહાડ..આ પહાડ પથ્થરનો નથી પણ શ્રીફળનો છે પહાડ

બનાસકાંઠાના જિલ્લામાં આવેલા ગેલા ગામ જ્યાં હનુમાનજીનું મંદિર આવેલું છે. ત્યાં ચાર મંઝિલ જેટલો ઊંચો શ્રીફળનો પહાડ આવેલો છે. અહીં શ્રદ્ધાળુ ૭૦૦ વર્ષથી આવે છે. છેલ્લા 700 વરસથી શ્રદ્ધાળુઓ અહીં શ્રીફળ મૂકી જાય છે. હનુમાનજીમાં રહેલી શ્રદ્ધા પરિણમી છે આ આસ્થામાં અહીં દર શનિવારે ભક્તોની ભીડ જોવા મળે છે.

અહી ૭૦૦ વર્ષ પહેલા ખોદકામ કરતા ભગવાન હનુમાનજીની મૂર્તિ મળી. અને તે જ દિવસે અહી લોકો શ્રીફળ ચડાવી રહ્યા છે. શ્રદ્ધાળુઓનો માનવું છે કે અહીં શ્રીફળ ચઢાવવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. અહીં હનુમાનજી માં રહેલી શ્રદ્ધા શ્રીફળના પહાડ માં પરિણમે છે.અહીંની ખાસ વાત એ છે કે અહીંથી કોઈપણ વ્યક્તિ શ્રીફળ લઇ જઇ શકતી નથી. જો તે લઈ જાય તો તેને તેનું માઠુ પરિણામ ભોગવવું પડતું હોય છે.

સૌથી નવાઇની વાત તો એ છે કે આટલી મોટી સંખ્યામાં શ્રીફળ હોવા છતાં એક પણ શ્રીફળ બગડતું નથી.આસ્થાના આ પહાડમાં શ્રદ્ધાળુ દૂર દૂરથી આવે છે. શ્રીફળ શ્રદ્ધાળુ ની માનતા તો પૂરી કરે છે પરંતુ આ લોકોના ગામની આજીવિકા પણ છે. આ લોકોનું જીવન માત્ર શ્રીફળ પર જ નભે છે.

ગુજરાતમાં સૌથી વધુ શ્રીફળ આ જગ્યામાં વેચાય છે. રોજના નેવુ થી સો કોથળા આ જગ્યામાંથી વેચાય છે.કેટલાક ભક્તો પગપાળા કરીને પણ આવે છે અને કેટલાક લોકો તો એસી ફળને બદલે શ્રીફળનું તોરણ પણ ચઢાવતા હોય છે.

લોકો પોતાની માનતા પૂર્ણ થાય તો શ્રીફળ ચડાવીને માનતા પૂર્ણ કરે છે. દર શનિવારે અહીં મેળા જેવું વાતાવરણ હોય છે. ભાવિક ભક્તોની ભીડ જોવા મળે છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!