ગાયોને બચાવવા માટે લગ્નના મંડપ પરથી ઉઠી ગયા ભાથીજી, વાંચો ગર્વ લેવા જેવી રોચક અને અદ્ભુત વાત…

0

ભાથીજી મહારાજનો જન્મ નવા વર્ષના દિવસે કારતક સુદ એકમ સવંત ૧૬૦૦માં થયો હતો. તેઓ ઘરમાં સૌથી નાના ભાઈ હતા તેમને બે મોટી બહેનો અને એક મોટા ભાઈ હતા. તેમનો પરિવાર એ ફાગવેલ ગામના ક્ષત્રીય રાજવીર ગણાય છે. નડિયાદથી ૫૪ કિલોમીટર દુર ફાગવેલ ગામમાં તેઓ જન્મ્યા હતા.

એકવખત જયારે ભાથીજી એ પોતાના મિત્રો સાથે રમતા હતા ત્યારે અચાનક ત્યાં એક નાગ આવી ગયો. ભાથીજી સાથે રમતા બીજા બાળકો એ ડરી ગયા અને પોતાના ઘરે ભાગી ગયા પણ ભાથીજી એ ડર્યા નહિ અને તેઓ નાગદેવતાને રમાડવા લાગ્યા અને દૂધ પીવડાવવા લાગ્યા તેમને આમ કરતા જોઇને તેમના ગભરાઈ ગયેલા મિત્રો એ ભાથીજીના ઘરે તેમની માતાને જાણ કરે છે. આ પ્રસંગ પછી તો તેઓ નિયમિત રીતે નાગના રાફડા પાસે જવા લાગ્યા અને નાગને દૂધ પીવડાવવા લાગ્યા.

થોડા વર્ષો પછી ભાથીજીના લગ્ન લેવાનો સમય આવી ગયો. તેમના લગ્ન એ કંકુબા સાથે નક્કી થયા. લગ્નની ચોરીમાં ત્રણ ફેરા ફરી લીધા અને ચોથો ફેરો ફરવાનો સમય થયો ત્યારે તેમને તેમના ગામના એક વ્યક્તિએ સંદેશો આપ્યો કે બહારવટિયાએ ગામમાંથી ગાયો ચોરી જાય છે. આટલો સંદેશો સાંભળીને તેઓએ પોતાની વરમાળા એ પોતાના હાથમાં રહેલી તલવારથી કાપી નાખી અને ગાયોને બચાવવા માટે લગ્ન મંડપમાંથી ચાલ્યા જાય છે.

બહારવટિયાઓ પાસેથી ગાયોને બચાવવા માટે ભાથીજી એ ફાગવેલથી થોડે દુર આવેલ જંગલમાં જાય છે અને તેમને રોકવા માટે તેમની સાથે યુદ્ધ કરે છે. યુદ્ધ દરમિયાન બહારવટિયાઓએ પાછળથી તેમની પર હુમલો કર્યો અને તેમનું માથું એ ધડથી અલગ કરી નાખ્યું. માથું ધડથી અલગ કર્યા પછી પણ તેમનું ધડ એ દુશ્મનો સાથે લડી રહ્યું હતું. તમને વિશ્વાસ નહિ આવે પણ તેમનું ધડ એ દુશ્મનો સાથે સાડા ત્રણ વર્ષ સુધી લડતું રહ્યું હતું. ત્યારબાદ તેઓ વીરગતિએ પામ્યા હતા.

ભાથીજી મહારાજે પોતાની મૂર્તિ બનાવડાવી હતી પણ એ મૂર્તિ એ સમય જતા બહુ જૂની અને પુરાની થઇ ગઈ હતી એટલે તેમના ભક્તો દ્વારા તેમની મૂર્તિને સમાધિમાં મુકવામાં આવી હતી. તેમના સ્થાનક પર લોકોની અપાર શ્રદ્ધા છે. અહિયાં લોકો પોતાની માનતાઓ અને બાધાઓ પૂરી કરવા માટે આવતા હોય છે. અહિયાં મનોકામના પૂર્ણ થયા પર અમુક વસ્તુઓ ચઢાવવાની બાધા માનવામાં આવે છે. અહિયાં કાપડનો ઘોડો પણ ચડાવવામાં આવે છે. તમે ઈચ્છો તો ચાંદીનો ઘોડો પણ ચઢાવી શકો છો. નિસંતાન મિત્રો જો અહિયાંની બાધા રાખે છે તો તેમને સંતાન જરૂર થાય છે અને તેમની માનતા પૂરી થતા તેઓ અહિયાં ઘોડિયું પણ ચઢાવે છે.

ભાથીજીની સાથે સાથે નાગદેવની પણ પૂજા અને પ્રાર્થના કરવામાં આવે છે. અહિયાં કહેવામાં આવે છે કે કોઈપણ પ્રકારનો ઝેરી સાપ કરડ્યો હોય તો પણ તેઓને અહિયાં લાવવામાં આવે તો ઝેર ઉતરી જાય છે. આ મંદિરમાં નાગદેવની પણ પૂજા કરવામાં આવે છે. અત્યારે આ મંદિરને નવું બનાવવાનું કામ ચાલી રહ્યું છે આ મંદિર બનાવવા માટે રાજસ્થાનથી પથ્થર મંગાવવામાં આવ્યા છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here