ગટરમાંથી અવાજ આવતા આ બેન દોડ્યા, ને પછી જે બહાર કાઢ્યું તે જોઇ કંપારી છૂટશે…..વાંચો ઘટના

0

સ્વતંત્રતા દિવસ ના રોજ ચેન્નાઇ થી એક ખુબ જ દર્દનાક અને દુઃખદાયક ખબર સામે આવી છે. જયારે દરેક કોઈ પોતાના દેશની આઝાદીનો જશ્ન મનાવી રહ્યા હતા, તે જ સમયે તામિલનાડુની રાજધાની ચેન્નાઇ માં એક નવજાત બાળક નાળા માં ફસાયેલું મળ્યું. ચેન્નાઈ ના વલસરવક્કમ ઇલાકામાં રહેનારી ગીતા એ એક બાળકના રોવાનો અવાજ સાંભળ્યો. જયારે તેમણે ચારે તરફ જોયું તો તેને કઈ જ નજરમાં ન આવ્યું. ધ્યાનથી જોવા પર તેને જાણ થઇ કે નાળા માં ઢાંકેલા પથ્થરની નીચે થી અવાજ આવી રહ્યો છે.  ગીતા ને ભરોસો ન હતો કે તે કોઈ બાળક હશે. તેમણે વિચાર્યું કે કદાચ કોઈ નાનું એવું જાનવર ફસાઈ ગયું છે. જયારે તેમણે હાથ નાખીને જોયું અને તેને બહાર ખેંચ્યું તો તે ખુદ અને તેની આસપાસના લોકો જોઈને હેરાન જ રહી ગયા હતા કે તે એક નવજાત બાળક હતું. તેની નાભિની નાળી પણ કાપવામાં આવી ન હતી, અને તે બાળકના ગળામાં વીંટાયેલી હતી..
સુરક્ષિત છે બાળક:

ગીતાએ માનવતાનું ઉદાહરણ આપતા બાળકની નાળી ને અલગ કરી, તેને નાવળાવ્યું અને ચેન્નાઈ એગમોર હોસ્પિટલમાં લઇ ગઈ. હોસ્પિટલમાં ડોક્ટરોના આધારે, બાળકની હાલત માં સુધાર આવ્યો છે, અને હવે તે એકદમ ઠીક છે. રિપોર્ટના આધારે ગીતા એ જણાવ્યું કે, ”હું તેનું નામ સુતંતિરમ(સ્વંતંત્રમ) રાખું છું કેમ કે તે મને સ્વતંત્રતા દિવસ પર મળ્યો છે. મને ખુશી છે કે તેને જીવવાની આઝાદી મળી ગઈ છે”.

આ પુરી ઘટનાનો લોકોએ વિડીયો પણ બનાવ્યો છે અને આ વિડીયો ખુબ વાઇરલ પણ થયો છે. સોશિયલ મીડિયા પર કમેન્ટ કરતા લોકો આ બાળકને એડોપટ કરવાની ઈચ્છા જણાવી રહયા છે. તેની સાથે જ બાળકને આ મૌત ના મોં માંથી બહાર લાવવા માટે ગીતાના ખુબ જ વખાણ કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેના ફૈનક્લબ પણ બનાવામાં આવ્યું છે.

Video:

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!