ગેસ સિલિન્ડર પર લખેલા આ ખાસ નંબરોનો શું થાય છે અર્થ, જાણો ખાસ માહિતી…

0

શું તમારા ઘરે રસોઈ ગેસ પર બને છે? જો એવું છે તો આ જાણકારી તમારા માટે ખુબ જ ખાસ છે. આજે અમે તમને ગેસ સિલિન્ડર પર લખેલા એક ખાસ નંબરની જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

તમેં પણ કદાચ ગેસ સિલિન્ડર પર લાગેલો આ નંબર જોયો હશે પણ શું તમને ખબર છે કે આ નંબરનો શું અર્થ થાય છે.

1. સિલિન્ડરની એક્સપાયરી ડેટ:ગેસ સિલિન્ડર પર લખવામાં આવેલો આ નંબર સિલિન્ડરની એક્સ્પાઇરી ડેટ હોય છે. દરેક ગેસ સિલિન્ડર પર એજન્સી દ્વારા આ નંબર અંકિત કરવામાં આવે છે જે સિલિન્ડરની એક્સ્પાઇરી ડેટના રૂપમાં જાણવામાં આવે છે. તેને એજન્સી કે કર્મચારી કે સિલિન્ડર ડિલિવરી કરનારા દરેક લોકો આસાનીથી સમજી શકે છે. પણ એક સામાન્ય નાગરિકને તેના વિશેની જાણકારી નથી હોતી જો તમેં પણ તેમાના એક છો તો આ નંબરની પહેચાન કરવી તમને જરૂર આવડવું જોઈએ, જેથી તમને કોઈ એક્સ્પાઇરી ડેટ વાળું સિલિન્ડર ન આપી જાય.

2. રેગ્યુલેટર પાસે ત્રણ પટ્ટી પર હોય છે આ નંબર:તેને સમજ્યા પછી ગેસ સિલિન્ડર ફાટવાની કે લીક થવા જેવી વાતોથી આપળે ટેંશન મુક્ત થઇ શકીએ છીએ. સિલિન્ડરના સૌથી ઉપર રેગ્યુલેટરની પાસે જે ત્રણ પેટ્ટી લાગેલી હોય છે, જો તમે ધ્યાન આપ્યું હોય તો ગેસ સિલિન્ડર પર અહીં અમુક નંબરો અંકિત કરેલા હોય છે જેવું તમે આ તસ્વીરોમાં જોઈ શકો છો.તેમના કોઈ એક પર A, B, C, D લખેલું હોય છે. જેનો અર્થ છે કે ગેસ કંપની દરેક લેટરને 3 મહિનામાં વહેંચી નાખે છે, A નો અર્થ જાન્યુઆરી થી માર્ચ, B નો અર્થ એપ્રિલ થી જૂન, C નો અર્થ જુલાઈથી સ્પટેમ્બર અને D નો અર્થ ઓક્ટોમ્બરથી ડિસેમ્બર સુધી હોય છે.3. A-17 નો અર્થ છે:
તેની સાથે તેમાં વર્ષ પણ આપવામાં આવતા હોય છે જેમ કે A-17 નો અર્થ હોય છે કે ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ જાન્યુઆરીથી લઈને માર્ચ 2017 સુધી છે અને તેના પછી સિલિન્ડરનો ઉપીયોગ કરવો ખતરનાક થઇ શકે છે.

4. 19 નો અર્થ 2019:
તેના પછી લખેલો નંબર એક્સપાયરીના વર્ષને દર્શાવે છે. જેમ કે 19 નો અર્થ 2019 થી છે, તેવી જ રીતે 20 નો અર્થ 2020 થી છે. જો તમારા ઘરમાં હાલના સમયના પહેલાનું સિલિન્ડર એટલે કે C17 થી પહેલાનું સિલિન્ડર છે તો તે સિલિન્ડર એક્સ્પાયર્ડ છે.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!