ગરુડ પુરાણ અનૂસાર આવા લોકોને આગલા જન્મમાં મળે છે આ યોનીમાં જન્મ, આ કર્મ કરનાર બનશે ધુવડ ને બળદ…!!

0

સનાતન ધર્મમાં મૃત્યુ પછી તેના આગળના જન્મની પરિક્લ્પના કરવામાં આવે છે. ગરુડ પુરાણમાં એવું જણાવ્યુ છે કે વ્યક્તિના મૃત્યુ પછી તેનું શું થાય છે. અને તેની આગળની સફર કેવી રહેશે. સાથે સાથે એ પણ બતાવવામાં આવ્યું છે કે પોતાના કર્મો આધારે વ્યક્તિને આગળનો જન્મ કેવો મળશે.અને કયા સ્વરૂપે તે જન્મ લેશે.
ગરુદપુરાણમાં જમાવવામાં આવ્યું છે કે મન ભાવમાં છળ કપટ ને ચાલાકી કરનાર માણસ આગળના જન્મમાં ઉલ્લુ સ્વરૂપે જન્મ લે છે.
કોઈપણ આમંત્રણ વગર કોઈના પણ ઘરે પ્રસંગમાં કે પાર્ટીમાં જવાની આદત ધરાવનાર વ્યક્તિને તેના મૃત્યુ પછી આવનાર જન્મમાં કાગડાનો અવતાર મળે છે.
પોતાના ગુરુની સામે સવાલો કરવા અને પોતાની જિજ્ઞાસા શાંત કરવાનો અધિકાર દરેક વિધ્યાર્થીને હોય છે. પરંતુ પોતાના અધિકાર ક્ષેત્રની બહાર જઈને ગુરુ સાથે વિવાદ કરતાં વિધ્યાર્થીને ગુરુના કરેલા અપમાન માટે નરકના દ્વાર ખૂલી જાય છે. ગરુદપુરાણમાં લખ્યું છે ગુરુનું અપમાન કરનાર અને ગુરુની આજ્ઞાનો અનાદાર કરનારને પાણીવિહોણા વનમાં બ્રમહરાક્ષસ બને છે.
જે મનુષ્ય પોતાના દોસ્તોને હેરાન પરેશાન કરી દગો આપે છે તે પોતાના આવનારા બીજા જન્મમાં ઝાડ પર રહેતા ગીધ બને છે. જે પોતાનું પેટ ભરવા માટે મરેલા પશુ પક્ષીને ખાય છે.
પોતાની પત્નીનું અપમાન કરી તેનો ત્યાગ કરનાર માણસને આગળના જન્મમાં ચક્રવાક નામના પક્ષી સ્વરૂપે જન્મ મળે છે. ચકરવા ખૂબ ઠીઠ પક્ષી હોય છે. જેનો અવાજ ખૂબ જ કર્કશ હોય છે.શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે આ જોડું દિવસ ભર સાથે રહે છે ને રાત પડતાં જ અલગ થઈ જાય છે.
ગરુડ પુરાણમાં કહ્યું છે કે સુયોગ્ય પાત્રને દીક્ષા આપવાનો અને શિક્ષા આપવાનો ઇનકાર કરનાર બ્રાંહ્નણ ને તેના આવતા જન્મે બળદનો અવતાર મળે છે.

જે લોકો પોતાના માતા પિતા અને પોતાના ભાઈ અને બહેણ નું અપમાન કરી તેમની સાથે દુર્વ્યવહાર કરે છે. તેમને આવતા જન્મ માં પૃથ્વી પર આવતા પહેલા જ માતાના ગર્ભમાં જ મૃત્યુ પામે છે. કેટલાય વર્ષો સુધી તે પૃથ્વી પર અવતાર ધારણ કરી શકતા નથી.
જે મહિલાઓ રોજ પોતાના પતિનું અપમાન કરે છે ને આખો દિવસ કટુવચન જ બોલ્યા કરે છે એવી મહિલા તેમના આગલા જન્મમાં જૂ બને છે. જે મહિલાઓ તેમના સૌનું વારંવાર અપમાન કરે છે તે પણ જૂ બને છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here