ગરુડ પુરાણનાં અનુસાર આવા કામોથી વધે છે ગરીબી, ભૂલથી પણ ન કરો 5 કામ…વાંચો આર્ટિકલ

0

સમયની સાથે આધુનિકતાની રાહ પર આજે આપણે આપણી પરંપરાઓ અને રીત રીવાજોને ભૂલી ચુક્યા છીએ, જે આપણે ક્યાંક ને ક્યાંક ભુગતવું પડે છે. ધર્મ જ્ઞાન અને લોકપરંપરાઓને ભૂલીને આજે લોકો જીવનની જાહોજલાલીમાં લાગ્યા છે પણ વાસ્તવમાં આજે પહેલા જેવી સુખ-શાંતિ નથી બચી અને ના પૈસાનું સુખ..જે પૈસા માટે આપણે તનતોડ મહેનત મહેનત કરતા હોઈએ છીએ, તે આપણી પાસે ટકી નથી શકતું. આવું એટલા માટે કેમ કે આજે આપણે આપણા ધર્મગ્રંથોનાં જ્ઞાન થી મો ફેરવી ચુક્યા છીએ, જ્યારે આ ધર્મગ્રંથ આપણને સુખી જીવનનો માર્ગ બતાવે છે અને અધ્યાત્મની સાથે જીવનનાં દૈનિક ક્રિયાકલાપો અને રહેણી-કરણી યોગ્ય રીતે સીખડાવે છે.

ગરુડપુરાણનાં આચારકાંડમાં અમુક શુભ-અશુભ કામ બતાવામાં આવેલા છે. આચારકાંડનાં નીતીસાર અધ્યાયનાં અનુસાર દૈનિક જીવનના અમુક ક્રિયાકાલાપને લીધે આપણને ગરીબીનો સામનો કરવો પડતો હોય છે જેમ કે…

1. મોટાભાગે જ્યારે લોકોને દિવસમાં સમય નથી મળતો તો તેઓ રાતે નખ કાપતા હોય છે, જયારે ગરુડ પુરાણનાં અનુસાર આ એક મોટું અપશુકન માનવામાં આવે છે. તેના સંબંધમાં એ માન્યતા છે કે રાતે નખ કાપવાથી ઘરની લક્ષ્મી નારાજ થઇ જાય છે અને ચાલી જાય છે, જેનાથી ઘરમાં દરિદ્રતાનું આગમના થાય છે.2. ધર્મગ્રંથોમાં અમુક વિશેષ દિવસોમાં દાઢી અને વાળ કાપવા નિષેધ છે જેમ કે મંગળવાર, ગુરુવાર અને શનિવારે આ કામ વર્જિત માનવામાં આવે છે. તેના માટેની એ માન્યતા છે કે જે લોકો આ દિવસોમાં શેવિંગ કે વાળ કાપે છે તેઓને ભાગ્ય નો સાથે નથી મળતો.
3. હિંદુ ધર્મમાં તુલસીના છોડને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, માટે સવારે જ્યાં તુલસીને જલ ચઢાવાનો નિયમ છે, તેમ સાંજે તુલસીના સામે દીવો કરવાનું પણ વિધાન છે. સાથે જ સાંજે તુલસીના છોડને ન તો પાણી આપવું જોઈએ કે ન તો તેના પાન તોડવા જોઈએ. આવું કરવું અશુભ માનવામાં આવે છે.4. ધાર્મિક માન્યતાઓ અનુસાર સાંજનાં સમયે સાવરણીથી કચરો વાળવો જોઈએ નહી. આવું કરવાથી ઘરની સકારાત્મક ઉર્જા અને બરકત બહાર નીકળી જાય છે અને તેને લીધે દરિદ્રતા આવે છે. માટે કોશીસ કરો કે હંમેશા સાંજ પહેલા સાફ-સફાઈ કરી લો.5. સાથે જ રાતના ભોજ્ન બાદ એઠા વાસણો રાખવા પણ અશુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આવું કરવાથી ઘરની લક્ષ્મી નારાજ થઈને ચાલી જાય છે, જેનાથી ઘરમાં દરિદ્રતા અને ગરીબી આવે છે.લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!