ગરમીમાં ઘમૈરિયો (અરઈઓ) થી બચવા માટે આ 4 ઘરેલૂ ઉપાય કરો તમને રાહત મળશે…વાંચો માહિતી

0

ગરમીની ઋતુ ચાલુ થઈ ગઈ છે. જેમ જેમ ગરમી વધતી ગઈ છે તેમ લુ સમસ્યા પણ વધતી ગઈ છે. જેથી આપણા શરીરમાં પરસેવો થવા લાગે છે. જેથી વ્યક્તિ ઘમૈરિયો (અરઈઓ) નો શિકાર બને છે.ઘમૈરિયો (અરઈઓ) થી બચવા માટે કેટલાક પ્રકાર ના પાવડર નો ઉપાય કરે છે. આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાયો બતાવશુ.જે કરવાથી તમે તમારા ઘમૈરિયો (અરઈઓ) દૂર કરી શકો છો. જો તમે અમુક સાવધાની રાખશો તો તમારા શરીરમાં ઘમૈરિયો (અરઈઓ) ક્યારે પણ નહીં થાય. તો આવો જાણીએ ઘમૈરિયો (અરઈઓ) દુર કરવાના ઉપાય.

1) ચંદન પાવડર

આપણે બધા જાણીએ છે કે ચંદન પાવડરમાં કેટલાક પ્રકારના ગુણકારી તત્વો રહેલા છે. તેમાંથી એક ગુણકારી તત્વો આપણા શરીરની ત્વચાને ઠંડક પહોંચાડે છે. એટલા માટે જ આપણા શરીરમાં જો ઘમૈરિયો (અરઈઓ) થયેલી હોય તો ચંદનનો લેપ લગાડવાથી તે જલદી મટી જાય છે. ચંદનનો લેપ બનાવવા માટે એક પાત્રમાં ગુલાબ જળ તેમજ ચંદન પાવડર ઉમેરીને તેનો લેપ બનાવવામાં આવે છે અને તમને જે જગ્યાએ ઘમૈરિયો (અરઈઓ) થઈ હોય તે જગ્યાએ લેપ લગાડવાથી તમને રાહત મળશે.

2) મુલતાની માટી

મુલતાની માટીનો ઉપયોગ તમે નાનપણથી સાંભળ્યો હશે. તેમજ નાનપણમાં તમે મુલતાની માટી તમારા ચહેરા પર પણ લગાવી હશે. મુલતાની માટીનો ઉપયોગ કરવાથી આપણા શરીરમાં આવેલી ઘમૈરિયો (અરઈઓ) ને સમાપ્ત કરે છે. એના માટે આપણે મુલતાની માટીનો લેપ લગાડવો જોઇએ. મુલતાની માટીનો ઉપયોગ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે તે આપણે શરીરની ત્વચાને ઠંડક આપે છે જેના કારણે તે ઘમૈરિયો (અરઈઓ)સમાપ્ત કરે છે.

3) બરફનો ઉપયોગ કરવાથી

જ્યારે ઘમૈરિયો (અરઈઓ) સુકાઈ જાય છે ત્યારે આપણા શરીરમાં જલન અને ખુજ્લી પેદા થાય છે. તેમાં રાહત મેળવવા માટે બરફનો ઉપયોગ કરવામાં આવે છે. ઘમૈરિયો (અરઈઓ) થયેલા હોય તેના ઉપર બરફ ઘસવાથી કરવાથી ઘમૈરિયો (અરઈઓ) મટી જાય છે.

4) હળદર

હળદરનો ઉપયોગ તમે નાનપણમાં સાંભળ્યું હશે કે હળદર એ ખૂબ જ ગુણકારી વસ્તુ છે તેની અંદર કેટલાક પ્રકારના એંટી ઓક્સીડેન પદાર્થ આવેલા છે જે શરીરને કેટલાક પ્રકારની બીમારીઓથી આપણને બચાવે છે. પરંતુ ઘમૈરિયો (અરઈઓ) પણ હળદર ખૂબ જ ઉપયોગ કારક છે. હળદરમાં થોડું મીઠું અને મેથી તેનો ભૂકો નાખીને તેનું મિશ્રણ બનાવવાથી તે ઘમૈરિયો (અરઈઓ) રાહત મળે છે.

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here