અરબો ની સંપત્તિ છે અમિતાભ ની પાસે, છતાં પણ તેનો આ પરિવાર ગરીબી માં જીવવા માટે છે મજબુર, જાણો આ પરિવાર વિશે….

0

બૉલીવુડ ની માયાનગરી માં અમિતાભ બચ્ચન જેવું કદ કદાચ જ કોઈ અન્ય અભિનેતા બનાવી શક્યા હોય, તેને સ્ટાર ઓફ દ મિલેનિયમ નો ખિતાબ પણ આપવામાં આવેલો છે. સુપરસ્ટાર બિગ બી આટલી મોટી ઉંમરે પણ ખુબ સક્રિય રહે છે, તેને ધ્યાન માં રાખીને ઘણી ફિલ્મોની કહાનીઓ લખવામાં આવે છે.
આવી શૌહરત અને આવી લોકપ્રિયતા દેરક કોઈના નસીબમાં નથી હોતું. જો કે બિગ બી એ પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. તે આજની તારીખ માં અરબો ની સંપત્તિ ના માલિક છે. તેનો દીકરો અભિષેક બચ્ચન પણ એક અભિનેતા છે આ સિવાય વહુ ઐશ્વર્યા પૂર્વ મિસ વર્લ્ડ હોવાની સાથે સાથે એક સફળ અભિનેત્રી પણ છે. પણ શું તમે જાણો છો કે બચ્ચન નો એક અન્ય પરિવાર પણ છે જે આજે ગરીબી માં જીવવા માટે મજબુર છે.
હાલમાં જ એક રિપોર્ટ માં જાણવા મળ્યું છે કે અમિતાભ ની પાસે 400 મિલિયન ડોલર ની સંપત્તિ છે, એવામાં તે બૉલીવુડ ના સૌથી ધનવાન કલાકારોમાંના એક છે. પોતાના ફિલ્મી કેરિયર માં 180 થી પણ વધુ ફિલ્મો કરનારા બિગ બી એ પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત ખ્વાજા અહમદ અબ્બાસ ની ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ દ્વારા કરી હતી. તેની શરૂઆતી ફિલ્મો ચાલી શકી ન હતી, પણ સમય ના જતા તેમણે સુપર સ્ટારડમ હાંસિલ કર્યું. જો કે અમિતાભ ના પરિવાર વિશે તો દરેક કોઈ જાણે જ છે પણ આજે અમે તેમના જ પરિવાર ના એક એવા વ્યક્તિ વિશે જણાવીશું જે ગરીબી ના દિવસોમાં પોતાનું જીવન જીવી રહ્યા છે.
આ પરિવાર અમિતાભજી ના ફઈ નો પરિવાર છે, જે ખુબ જ ગરીબી માં જીવન વિતાવી રહ્યા છે. બિગ બી ના ફઈ ના દીકરા અનુપ રામચંદ્ર છે, જેઓ બૉલીવુડ ના શહેંનશાહ ના સંબંધી હોવા છતાં તેઓ ખુબ જ ગરીબ છે, આખરે એવું તે શું થયું કે બિગ બી નો આ પરિવાર ગરીબ છે. જો કે એવું નથી કે તેઓ પહેલાથી જ ગરીબ હતા, પહેલા તેઓ પણ એક ધનવાન પરિવારમાં ગણાતા હતા, પણ સમય એ તેને પાછળ છોડી દીધા હતા. આ સિવાય આ બંને પરિવાર વચ્ચે થયેલા મતભેદ ને લીધે બચ્ચન પરિવારએ તેઓથી સંબંધ જ તોડી લીધો.રિપોર્ટ અનુસાર અમિતાભ અને રામચંદ્ર ની વચ્ચે એક મકાન ને લઈને વિવાદો ચાલી રહ્યા હતા, જેને લીધે અમીતાબે તેઓથી દુરી બનાવી લીધી. આ મકાન તેઓનું પુશ્તેની મકાન છે જે ઈલાહાબાદ ના કટઘર માં છે, આજ મકાન માં અનુપ પોતાના પરિવાર ની સાથે રહે છે. આ મકાન બંને પરિવારો વચ્ચે વિવાદો નું કારણ બની ગયું. જયારે અભિષેક-ઐશ્વર્યા ના લગ્ન થયા ત્યારે અનુપ ને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા પણ તે લગ્નમાં ગયા ન હતા. પછી અનૂપે જણાવ્યું હતું કે તે પૈસા ની તંગી ને લીધે તેઓના લગ્નમાં જઈ શક્યા ન હતા. જો કે અમુક નું એવું પણ કહેવું છે કે અનુપ પોતાની ઈચ્છા થી જ તેઓના લગ્નમાં ગયા ન હતા.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here